________________
ગુજસતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાન
[ ૧૦૪૭ એટલે એકંદર ગુજરાતી મારફત જૈન તત્વજ્ઞાનની વિશાળ અજમાયશ કરવા ઈચ્છનારને કશી જ પૂર્ણ સગવડ નથી એમ કહી શકાય. વૈદિક સંપ્રદાયના
સ્થૂળ રીતે છ અને વિંસ્તારથી જોતાં તેથીયે વધારે દર્શને છે. એમાંન ધણાંખરાં દશને પર તે અપાર અને ગંભીર સાહિત્ય લખાયેલું છે. તે જોતાં માત્ર જેમ કે સાંખ્યદર્શનના થયેલા ગુજરાતી અનુવાદો એ તદ્દન અપૂર્ણ ગણાય. વેદાંતદર્શનના ત્રણ ભાષ્યના અનુવાદ છે, પણ વૈદિક બધાં દેશના મહત્વપૂર્ણ છે તે ગુજરાતીમાં અસ્પૃશ્ય જ રહ્યા છે. નિબંધ સાહિત્યમાં આચાર્ય ધ્રુવના “આપણે ધર્મ” નામક પુસ્તકમાં જે ટૂંકા ટૂંકા લેખો છે તે સિવાય બીજા કોઈએ કશું જ લખ્યું નથી. ઈતિહાસની દિશામાં રા. નર્મદાશંકર મહેતાને પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે, પણ હજી એમાં ઘણું કરવાનું બાકી રહી જાય છે. પાઠ્યપુસ્તકમાં આચાર્ય ધ્રુવની ત્રણ ચોપડીઓ સિવાય કશું જ નથી. એટલે એકંદર રીતે જોતાં ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્ય જેટલું અને જેવું ઊતરવું જોઈએ તેને સહસ્ત્રાશ પણ આજે નથી.
આવી સ્થિતિમાં ગુજરાતી સાહિત્ય પરિષદ” અગર બીજી તેવી સંસ્થાઓનું શું કર્તવ્ય છે તે કહેવાની જુદી જરૂર નથી, પણ જયારે આજ કેળવણી વધતી જાય છે, તેને વિસ્તાર અને ઊંડાણ વધારવાના રોમેરથી પ્રયત્નો ચાલી રહ્યા છે, કેળવણું પામેલાઓ કાર્યક્ષેત્ર શોધી રહ્યા છે, ત્યારે તેવા ળવાયેલા યુવકે અને અનુભવીઓને હવે પદ્ધતિસરનું ઉપર નિર્દેશ્યા પ્રમાણે સાહિત્ય તૈયાર કરાવવું એ એક જ સૂચન કરવું બાકી રહે છે. આ સિવાય બીજો એક માર્ગ કાંઈક સરળ છે અને છતાં કઠણ પણ છે. દરેક સંપ્રદાયમાં ઓછાવત્તા સંતે, ધર્મગુરુઓ અને વિશિષ્ટ રસ ધરાવનારા અનુયાથી ગૃહસ્થ હોય છે. તેઓને આ ઉપયોગી દિશામાં વાળવામાં આવે તે વધારે કામ છે ખર્ચ થાય, અને એક વાર વાસ્તવિક દિશા મળતાં શક્તિને ઉપગ ઝઘડાની અને કૂપમંડૂકતાની દિશામાંથી થતો અટકે.
જૂના જમાનામાં જ્યારે ચીનને જ્ઞાનની ભૂખ જાગી ત્યારે તેણે અનેક કઠોર સહિ૭ ભિક્ષુઓને મેકલી હિન્દુસ્તાનમાંથી સંસ્કૃત અને પ્રાકૃત હજારે પ્રત્યેના અનુવાદો ચીની ભાષામાં કરાવરાવ્યા અને કેટલીક વાર તે એક એક બ્રાહ્મણ વિદ્વાન પાસે સેંકડો સંસ્કૃત ગ્રન્થના ચીની ભાષામાં અનુવાદ કરાવ્યા. મુસલમાન બાદશાહે અને અમીરાએ પણ પિતાના દેશમાં જ્ઞાનસમૃદ્ધિ વધારવા પોતાના અનેક વિદ્વાન પાસે અને અનેક પર જાતિના હિન્દુસ્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org