Book Title: Gujarati Bhashama Darshanik Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [૪] ભારતની જ્ઞાનસમૃદ્ધિ બહુ જૂના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાનસમૃદ્ધિની અનેક શાખામાં એક જ શાખા આ વિદ્યાના અભ્યુત્થાનકાળમાં હજુ પણ એવી રહી છે કે જેની ખાખતમાં પશ્ચિમીય વિચારકાની દૃષ્ટિ પણ ભારત તરફ રહે છે. એ શાખા તે દાનિક વિદ્યાની શાખા. ભારતીય દૃવિદ્યાની ત્રણ પ્રધાન શાખામાં વૈદિક શાખા લઈ એ, અને તેના પહેલેથી ડેડ સુધીના સાહિત્યની રચનાના પ્રદેશો તરફ નજર ફેંકીએ તે આપને જણાશે કે વૈદિક દનસાહિત્યની રચનામાં ગુજરાતના ફાળે પહેલેથી આજ સુધી નથી જ, વે, ઉપનિષદો, સૂત્ર, ભાષ્યા, ટીકાએ અને પ્રકરણ ગ્રંથો કે ક્રાડપત્ર એ બધાંની રચનામાં પંજાબ, બ્રહ્માવત, કાશી, મિથિલા, દક્ષિણ, બંગાળ અને કાશ્મીર જનપદ વગેરેને હિસ્સે છે, પણ એકાદ સદિગ્ધ અપવાદને ખાદ કરીએ તે એ રચનામાં ગુજરાતને ફાળે નજરે નથી જ પડતા. ઔદ્ધ પિટકાનો ઉદ્ગમ તો મધમાં થયો. એનું સંસ્કૃત સંસ્કરણુ અને પછીનું દાનિક સાહિત્ય હિન્દુસ્તાનના બધા ભાગેામાં જન્મ્યું, ગુજરાતમાં જન્મેલું બૌદ્ધ સાહિત્ય કયું અને કેટલું છે એને સ્પષ્ટ નિર્ણય કરવા અત્યારે કઠણ છે, છતાં એમાં જરાયે શંકા નથી કે સાતમા સૈકા પહેલાં અતે ત્યાં સુધીના જે મેટા માટા બૌદ્ધ મઠામાં ગુણતિ, સ્થિરમતિ જેવા અસાધારણ વિદ્વાન ભિક્ષુકા રહેતા હતા અને ભણાવતા ત્યાં બૌદ્ધ સાહિત્ય અવશ્ય રચાયું હતું. ધિચŠવતાર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) જ થયાનું કપાય છે. આવી સ્થિતિ છતાં ગુજરાતને શરમાવા કે સકોચાવા જેવું કશું જ નથી, તેનું કારણ એ છે કે તેણે જૈન દાર્શનિક સાહિત્યની રચનામાં મોટામાં મેાટા ફાળા આપ્યા છે. આપણે જાણીએ છીએ કે મૂળમાં તે જૈન દર્શનનું સાહિત્ય ખૌ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું, પણ પછીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7