Book Title: Gujarati Bhashama Darshanik Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન ( ૧૦૪૩ કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્થાનમાં થતી ગઈ અને છેલ્લાં પંદરસો વર્ષને ઈતિહાસ સ્પષ્ટ કહે છે કે જેના દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેને વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. ગુજરાતે માત્ર જૈન દર્શનના સાહિત્યને જન્માવી કે વિકસાવીને જ સંતોષ નથી માન્યો, પણ એણે તે પોતાની ખેળીમાં જુદા જુદા પ્રાંતમાં જન્મેલા અને ઊછરેલા કીમતી સાહિત્યને બહુ કાળજીથી સંભાળી રાખ્યું છે અને તેથી જ કેટલાયે અપૂર્વ અને દુર્લભ ગ્રંથ તે એકમાત્ર ગુજરાતના ખૂણેખાંચરેથી જ અત્યારે પણ જડી આવે છે. દર્શન સાહિત્યને ઉત્પન્ન કરવાની, રહાવાની અને સાચવવાની ગૌરવગાથા ટૂંકમાં આટલી જ છે, પણ એ સાહિત્ય એટલે પાકૃત, પાલિ અને સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય એટલું જ, જ્યારથી ઉક્ત ભાષાઓ. બોલચાલમાંથી લેપ પાણી અને વિદ્વાનોના પઠન-પાઠનની જ ભાષા રહી, માત્ર શાસ્ત્રીય ભાષા તરીકે જ એને ઉપયોગ રહ્યો અને એ ભાષાઓમાં વસ્તુ વિચારવાનો પ્રવાત ઓછો થઈ ગયો અને તેની જગ્યાએ તેની બીજી લેકભાષારૂપ પુત્રીઓ આવી, એટલે કે ભાષાયુગ શરૂ થશે, ત્યારથી એ લેકભાષાઓમાં દર્શન-સાહિત્ય કેટલું ગુજરાતમાં રચાયું છે અગર તે સંસ્કૃત આદિમાં પ્રથમ રચાયેલ દર્શન–સાહિત્યને ગુજરાતે પોતાની ચાલુ ભાષામાં કેટલું ઉતાર્યું છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બૌદ્ધ સંપ્રદાય તે ક્યારનોય લોપ પામેલ હોવાથી માત્ર ગુજરાતમાં જ નહિ પણ અન્ય પ્રાંતમાં સુધ્ધાં તેના સાહિત્યની લોકભાષાઓમાં રચના થાય એની શક્યતા જ રહી ન હતી. પણ જાગતા અને ચોમેર પથરાયેલા વૈદિક સંપ્રદાયના દાર્શનિક સાહિત્ય વિશે પણ ગુજરાતને લેકભાષામાં ફાળે તદ્દન સાધારણ જ ગણાય. નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાદ, અખો કે સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ વગેરે, જેઓ મુખ્યપણે ભક્ત જ હતા, તેમણે પોતાની ભક્તિની અજબ ધૂનમાં પ્રસંગવશ જે તાત્વિક વિચારે લેકભાષામાં મૂક્યા છે તેને બાદ કરીએ તો ગુજરાતમાં લખાયેલે સંગીન અને વ્યવસ્થિત વૈદિક તત્વજ્ઞાનને પ્રખ્ય આપણે ભાગ્યે જ મેળવી શકીશું. જૈનોની જાહોજલાલી ગુજરાતમાં ઘણું લાંબા કાળથી ચાલી આવે છે. તે સંપ્રદાયના ત્યાગીઓ, પણ સેંકડોની સંખ્યામાં ગુજરાતમાં પહેલેથી જ થતા અને રહેતા આવ્યા છે. તેમણે નવી નવી કૃતિઓથી જ્ઞાનભંડાર ભરી કાઢ્યા છે. તેમ છતાં તે તે સમયની ચાલ ગુજરાતી ભાષામાં તેઓએ તત્ત્વજ્ઞાનના પ્રકા અને ઊંડા ગ્રંથ સંસ્કૃતસ્ત્રાકૃત ભાષાની પેઠે લોકભાષામાં જ રચ્યા હેય એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7