Book Title: Gramodyog Kalpavruksha Che
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે • ૧૯૧ અને શીખનારની નિપુણતાની ખાતરી મેળવ્યા પછી તે તે લોકો પાસે પણ તે તે ઉદ્યોગો કરાવવામાં આવે તો તમામ લોકોને ઠીકઠીક કામ મળી શકે છે અને તે દ્વારા તે લોકો પોતપોતાનો નિર્વાહ સુખે જરૂર કરી શકે છે. એ રીતે સૌ કોઈ પોતપોતાનું જીવન તેજસ્વી રીતે આનંદપૂર્વક જરૂર ચલાવી શકે છે. આમ થવાથી ગામમાં બેકારીને સ્થાન મળવાનું નથી, અને લોકો પોતપોતાના ઉદ્યોગસર હોવાથી ગામમાં બીજાં દૂષણો પેસવાનો સંભવ ઘણો ઓછો છે. એ વાત ધ્યાનમાં જરૂર રહેવી જોઈએ કે ઉદ્યોગ કરનાર દરેક પુરુષ વા સ્ત્રીને ઠીક ઠીક મહેનતાણું જરૂર મળવું જોઈએ. આ માટે દલાલની જરૂર ન રહેવી જોઈએ. આ બાબત ગામના ઉદારવૃત્તિના મહાજન લોકોએ બરાબર તકેદારી રાખવી જોઈએ. તો જ ઉપર જણાવેલા ગૃહઉદ્યોગો કે તે તે વર્ગના ઉદ્યોગો વા કારીગરીવાળા ઉદ્યોગો બરાબર નભી શકે, અને તો જ ગામડું પોતાનું તેજ સાચવી શકે અને ગામડાની પ્રજાને કોઈના પણ મો'તાજ બનીને રહેવાનો વખત ન આવે. ગામડામાં આ પ્રકારે જુદા જુદા ઉદ્યોગો પાંગરે અને પોષણ પામી દઢમૂળ થાય તો પછી લોકો પોતપોતાના ધર્મને અનુસરીને ઈશ્વરભજન જરૂર કરી શકે અને સૌ ભેગા મળીને કથાકીર્તન પણ કરી શકે વા સાંભળી શકે. ઉદ્યોગો પુષ્ટ થયા હોય તો ઉત્સવો, આનંદપ્રમોદનાં નિર્દોષ સાધનો અને નાનામોટા તહેવાર ઉપર મેળાઓ, સંમેલનો અને નાના પ્રકારના વાર્તાવિનોદોની ગોઠીઓ પણ સહજ થવા લાગે, નિયમિત ઉદ્યોગો કરવાથી આત્મશ્રદ્ધા પણ વધવા લાગે અને એમ થતાં પરસ્પર પ્રેમ, માયા, સહકાર વગેરે માનવના પારસ્પરિક ગુણો પણ પેદા થાય. આવું થતાં મને લાગે છે કે ઊંચ જાત અને નીચ જાતની કલ્પના આપોઆપ દૂર થઈ જાય. ગામના સંસ્કારરક્ષક અને સુસંસ્કારપોષક મહાજનોએ પ્રજાની કેળવણી તરફ પૂરતું ધ્યાન રાખવું જોઈએ; એટલું જ નહીં, પણ નિરંતર જાગ્રત રહીને સુસંસ્કારોની રક્ષા થાય તે વિશે બરાબર કાળજી કરવાની જરૂર સમજવી જોઈએ. આ માટે ઉદ્યોગપોષક કેળવણીની યોજના અવશ્ય કરવી ઘટે. નાનપણથી જ બાલક-બાલિકાઓને ઉદ્યોગપોષક કેળવણી અપાવી જોઈએ. સુદામાજી અને શ્રીકૃષ્ણજી પોતે લાકડાં કાપવા જતા એ ઉદાહરણ સામે રાખીને શિક્ષણ સંસ્થામાં ભણનારાં બાળકો તથા બાળાઓએ પોતપોતાનાં જીવન સમૃદ્ધ કરવા સારુ પોતપોતાની શાળાનાં ઉપર મુજબ જુદાં જુદાં કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4