Book Title: Gramodyog Kalpavruksha Che
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨૨. ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે આપણા દેશમાં સાત લાખ ગામડાં છે એમ કહેવામાં આવે છે. ગામડામાં વસનાર ભાઈ-બહેનોને પોષક ખોરાક મળે તો જ તેઓ શરીરે સ્વસ્થ રહીને પોતાનો બાપુકો ઉદ્યોગ (ખેતીવાડીનો) બરાબર કરી શકે. એ ઉદ્યોગ તો બારે માસ ચાલતો નથી; તેથી જયારે વખત ફાજલ હોય–વરસમાં ઓછામાં ઓછા ચાર મહિનાનો વખત ફાજલ હોય જ છે–તે વખતે આ ગ્રામવાસીઓ જરૂર ગ્રામોદ્યોગ કરી શકે છે અને આવા ગ્રામોદ્યોગ દ્વારા તેઓ કમાણી કરીને ઠીક ઠીક બદલો મેળવી પોતાને પોષક એવી ખોરાકીપોશાકી જરૂર મેળવી શકે તેમ છે. ગ્રામોદ્યોગમાં પ્રથમ તો ગામપૂરતું કાપડ મેળવવાનું, ચોખા તથા દાળને છડવાનું, અનાજ વગેરેને ખાંડવાનું કે ઓધાવાનું અને દળવાનું વગેરે અનેક ગૃહઉદ્યોગ છે. અમુક વર્ગના લોકો માટે ખાસ ધંધા જેમ કે ઘાંચી માટે તલ પીલવાનું, દરજી માટે કપડાં સીવવાનું, મોચી માટે જોડા સીવવાનું, સુથાર માટે ઘર તથા ખેતી માટેનું રાચરચીલું બનાવવાનું, લુહાર માટે લોઢામાંથી ઉપયોગી ખીલા, સળિયા, સાણસી વગેરે બનાવવાનું તથા કોશ, કોદાળી, પાવડા, કોદાળા, હળની કોશ વગેરે બનાવવાનું આમ પણ અનેક ગ્રામોદ્યોગો છે. આ ઉપરાંત સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, જુદા જુદા રંગની શાહીઓ બનાવવાનો વગેરે અનેક વેપારી ઉદ્યોગો પણ છે. આ બધા ઉદ્યોગો માટે માત્ર તાલીમની જરૂર હોય છે. કોઈ ઉદ્યોગોમાં હાથથી ચલાવી શકાય એવાં યંત્રરૂપ સાધનો પણ જરૂરી હોય છે. આ બધા ગૃહઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પ્રજાને તેમની લાયકાત પ્રમાણે શીખવી દેવામાં આવે અને શીખવી દીધા પછી શીખનારની પૂરી નિપુણતાની ખાતરી ક્ય પછી તે ગૃહઉદ્યોગો ઘરના જ માણસો પાસે કરાવવામાં આવે અને કેટલાક ગ્રામોદ્યોગો અમુક અમુક વર્ગના લોકોને સારી રીતે શીખવી દેવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4