Book Title: Girnarastha Kumar Viharni Samasya Author(s): M A Dhaky Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 6
________________ મધુસૂદન ઢાંકી ૨૧૭ શિલ્પીઓ પણ અચંબો પામી ઊભા રહી જાય! ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલ શિપીઓને મુકાબલે એમના જમાનામાં અન્ય કોઈ સ્થળોના ગજધરો નહી કરી શક્યા હેય. પંદરમા શતકમાં આવા સર્વાંગસુન્દર વિતાની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે ! પંદરમી શતાબ્દીના સમકાલિન અને સમીપકાલિન જૈન યાત્રી કવિઓ–લેખકોએ આ ખરતરવસહી વિષે જે નેધ લીધી છે તે હવે જોઈએ. એમણે વર્ણવેલ મંદિર ગિરનાર પરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીસેક જિનાલયોમાં કેવળ આ કહેવાતી “મેલક વસહી” ને જ લાગુ પડે છે. મૂલ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ: (૧) તપાગચછીય હેમહંસ ગણિની પંદરમા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનારત્યપરિપાટીમાં યાત્રી ઓસવાલ સમરસિંહ માલદે દ્વારા સં. ૧૪૯૪ ઈ.સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ કલ્યાણત્રયને (હાલમાં સગરામ સોનીના કહેવાતા મંદિરમાં) વાંદ્યા પછી, અને હાથી પગલાં તરફ વળતાં પહેલાં, નીચે મુજબ નેંધ કરે છે: ૮ હવા જઈઇ નરપાલસાહ કારિઅ પ્રાસાદ | સંપ્રતિ નિવ કરાવિ વીર પિત્તલમય વાંદિ ! નંદીસર અઠ્ઠાવહ સેતું જય અવતાર ! વિહું દિસિ થજી (થકી ?) જિણ નમીં નિરમાલડિએ ચંદ્રગુફા મઝારિ રણા અહીં મંદિર નરપાલ સાહે કરાવ્યાને, તેમાં સંપ્રતિ રાજાએ કરાવેલ પિત્તળની (મૂલનાયક) મહાવીરની મૂર્તિને, તેમ જ ત્રણ દિશામાં (ભદ્રપ્રાસાદમાં રહેલ) નંદીશ્વર, અષ્ટાપદ, અને શત્રુજયાવતારને ઉલેખ છે, મંદિરનું જે સ્થાન બતાવ્યું છે તે જોતાં, અને ભદ્રપ્રસાદની વિગત જોતાં તે વર્તમાને કહેવાતી “મેરકવશી” જ છે. (૨) ઉજજ્યન્તશિખર પર (ગિરનાર પર) “લમીતિલક” નામને મેટા વિહાર (જિનાલય) નરપાલ સંધવીએ (ખરતરગચ્છીય) જિનરાજસૂરિના પટ્ટાલંકાર જિનભદ્રસૂરિના ઉપદેશથી સં.૧૫૧૧ કરાવ્યાને ઉલ્લેખ ઇસ્વીસનના ૧૬માં શતકના અન્તભાગે રચાયેલ પંડિત જયસોમની જયસાગરોપાધ્યાય પ્રશસ્તિમાં આ રીતે મળે છે. संवत १५११ वर्षे श्री जिनराजसूरि पट्टालंकारे श्रीजिनभद्रसूरि पट्टाल कार राज्ये श्रीउज्जयन्वशिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमा रेभे ॥ (૩) બંડતતપાગચ્છીચ રત્નસિંહસૂરિશિષ્ય (કદાચ ઉદયવલભસૂરિ કે પછી જ્ઞાનસાગર સૂરિ) સ્વરચિત ગિરનારતીર્થમાળામાં (ઈ.સ. ૧૪૫૩ બાદ)માં કલ્યાણત્રયના દર્શન પછી જે પ્રાસાદમાં જાય છે તે આ “મેરકવશી” જ છે; ત્યાં તેને નરપાલ સાહે સ્થાપેવ “શ્રીતિલકપ્રાસાદ” કહ્યું છે, અને તેમાં (મૂલનાયક સોવનમય વિર હે વાની વાત કરી છે; અને તેમાં ડાબી જમણી બાજુએ અષ્ટાપદ અને સમેતશિખરની રચના હેવાની વાત કહી છેઃ યથાઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27