Book Title: Girnar Chett Pariwadi
Author(s): M A Dhaky, Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ મધુસૂદન ઢાંકી-વિધાત્રી વશ ૧૩૫ છે. ત્યાં જમણી બાજુ ભણશાળી જેને કરાવેલ અષ્ટાપદ (ભદ્રપ્રસાદમાં) (૨૯) અને ડાબી બાજુ ધરણશાહે કરાવેલ (ભદ્રપ્રસાદમાં) સુપ્રસિદ્ધ સમેતશિખર (ની રચના) છે. (અહીંથી નીકળી આગળ જતાં) અદ્ભૂત મૂર્તિ, ચન્દ્રગુફા, પૂર્ણસિંહવસતી, સુમતિજિન, વ્રજ શ્રેષ્ઠિએ સ્થાપેલ સુંદર હમસર (૩૦), સેમસિંહે – વરદે મૂકાવેલ સારંગ-જિનવર, તે પછી ખરતરગચ્છીય શ્રેષ્ઠી જેઠા કારિત મનહર વસતી, અને ચન્દ્રપ્રભજિન પૂજી, નાગઝર-મોરઝરના બે કુંડ જોઈ, પૂર્ણસિંહ કેકારીએ સ્થાપિલ ૭૨ જિનાલયયુક્ત શાંતિનાથ પ્રાસાદમાં નમી (૩૧), ઇન્દ્રમંડપે ઇન્દ્રમહત્સવ કરી, ત્યાં નિમ દેરીમાં દર્શન કરી (૩૨), ગજપદકુંડ (પરના આઠબિંબ ), સાંકળીયાળી પાજ, છત્રશિલા થઈ (૩૩) પ્રાતઃકાળે અબિકા(ના શિખર) તરફ જવા રવાના થાય છે. રસ્તામાં ચંદ્રપ્રભ જિનવરની સ્તુતિ કરી, સિદ્ધરાજ (શ્રેષ્ઠીએ) ઉદ્ધારાવેલ (વસ્તુપાલ મન્ત્રકારિત) કપદ યક્ષ તરફ જઈ, ત્યાંથી ચક્રી ભરતે કરાવેલ(ને મંદિરે) આરાધી, રામડુંગરની બે દેહરીએ થઈ, રાજમતી તરફ વળે છે (૩૪); રામતીની ગુફામાં નેમિ-વિરહમાં કંકણ ભાંગી (સાવી થયેલી રામતીની પ્રતિમાના દર્શન કરી, ત્યાંથી નીચે દેખાતા શિવાદેવી પુત્ર (નેમિનાથ)ના ઉદયશેખર કલશયુક્ત મંદિરની વાત કરી (૩૫), હવે દિગમ્બર સમ્પ્રદાયના કોટડી – વિહાર તરફ જાય છે. ત્યાં શ્રેષ્ઠી પાતાએ કરાવેલ પિત્તળના આદિનાથને નમી, ભાવસાર ડાહાવિહાર (શ્વેતામ્બર)માં અજિત જિનેશ્વરને નમી, શ્રેષ્ઠી લખપતિએ કરાવેલ ચતુર્મુખ પ્રાસાદમાં જિનવરની પૂજા કરી (૩૬), ગંગાડે ગંગાના દેવળમાં ઇન્દ્ર સ્થાપેલ જિનવરનું ધ્યાન ધરી, તે પછી ગણપતિ અને રથનેમિની દેરીમાં નમી, ચિત્તર સાહે કરાવેલ અંબિકાની પાજ પર ચઢી (૩૭), ચીત્તડા પૂનાએ કરાવેલ અને સામલ શાહે ઉદ્ધારાવેલ અંબિકાના પ્રાસાદમાં નમી, ત્યાં સંધવિદનવિનાશના ભગવતી અંબિકા (સમેનની) પંચમૂતિ સમક્ષ શ્રીફળ ધરાવી (૩૮) હવે અવલોકના શિખર પર ચડી ત્યાંથી સહસ્ત્રા»વનનું નિરીક્ષણ કરી, અને ત્યાંથી નીચે દેખાતા લાખારામ તથા સામે શામ્બ અને પ્રદ્યુમ્ન શિખરને દૂરથી નમી તેમજ પ્રદ્યુમ્ન શિખર પર રહેલ સિદ્ધિ – વિનાયક તેમ જ અદષ્ટ રહેલ કંચન – બલાનકને નિર્દેશ કરી (૩૯), નેમિનાથના મંદિર પર યાત્રી આવે છે. ત્યાં ઈન્દ્રમાલ પહેરી ઇન્દ્ર મહેત્સવ કરી દાન દઈ, સુવર્ણના ઝળહળતા કલશવાળા એ સજજનવિહારના (વાસ્તુશાસ્ત્રોક્ત) પૃથ્વીજય પ્રાસાદ પર વજ ચઢાવી (૪૦) યાત્રી-કવિ કહે છે કે જયસિંહ સિદ્ધરાજે ગરવા ગિરનારના તળ પરના પ્રાસાદ બનાવવા પાછળ ૫,૭૨,૦૦૦૦૦ વીસલપુરી (દ્રમ્મ) ખચીને પિતાની ‘ કીર્તિને સંચય કર્યો. પ્રસિદ્ધ એવા સંધવી શવરાજે (નેમિનાથના) ભવને કનકકળશ અને દેવજ સ્થાપી યશ લીધો. જે એકચિત્તથી જિનવરની (માલ?) નિત્ય સાંભળે છે તેને તીર્થયાત્રાનું ઘણું ફળ મળે છે (૪૧). આ ચૈત્ય પરિપાટીમાં પંદરમા શતકમાં થયેલ બાંધકામ સંબંધમાં અન્ય ગિરનાર સંબદ્ધ પરિપાટીએમાં નહીં દેખાતી ઘણું ઘણું નવી હકીકત નેંધાયેલી જોવા મળે છે. જેમકે અંચલીયા પ્રાસાદ, (તારંગાતીર્થના ઉદ્ધારક) ગોવિંદ શ્રેષિએ કરાવેલ છરાપલિ – પાર્શ્વનાથ, લખપતિ શ્રેણીને ચતુર્મુખ પ્રાસાદ, દિગમ્બર પાતાવહી, અને તેની બાજુની શ્વેતામ્બર ડાહાવસહી, ચિત્તર સાહની કરાવેલી અંબાજીની પાજ, ઇત્યાદિ. તો બીજી બાજુ અહીં કરાવેલ બેએક વાતો જૂની હકીકતો સામે રાખતાં તશ્યપૂર્ણ જણાતી નથી. જેમકે નેમિનાથના મંદિરને ફરતી દેવકુલિકાએ વસ્તુપાલ મન્વીની બનાવેલ નહતી. મૂળ મંદિર ઈ. સ. ૧૧૨૯માં પૂર્ણ થયા બાદ આ દેવકુલિકાઓના છાદ્ય તથા સંવરણ ઈ. સ. ૧૧૫૯માં પૂર્ણ થયાને શિલાલેખ ત્યાં છે; અને નેમિનાથના મંદિરના બાંધકામને લગતે ખર્ચ આત્યંતિક અતિશયોક્તિપૂર્ણ હવા ઉપરાન્ત “વીસલપુરીય કેરીનું સિદ્ધ રાજના સમયમાં ચલણ હોવાનું કહેવું એ તો કાલાતિક્રમ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8