Book Title: Girnar Chett Pariwadi
Author(s): M A Dhaky, Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૩૪ શ્રી ગિરનાર ચત્ત પરિવાડી ચામર ઢાળતાં પંચ શબ્દ વાદિત્ર વગાડતાં સંઘવી પ્રવેશે છે અને ભંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢોલ-દરના હડહડાટ, ને ત્યાં વાગતા નિરાણ” અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમંગળને કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે: (૧૬). સૌ પહેલાં “મેલાસાહ”ની દેરીમાં જિનધર્મનાથને નમી, (પશ્ચિમ બાજુના) મૂળદ્વારની સામા રહેલ “સવાલાખી ચુકીધાર' – જેમાં “વસ્તિગે” (“વસ્તુપાળ') સ્થાપેલ –“નેમીસરના બિંબને વાંધી પાશ્વનાથની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે): (૧૭). “નેમિનાથને નિહાળ્યા બાદ તેરણ' વધાવી, દાન દઈ, “પાઉમંડપ (પાદુકા મંડ૫) આવી, (ત્યાંથી) નેમિનાથને શિરસહ નમી, ત્રણ બાર ધરાવતા (“ગૂઢમંડપવાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીને) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (ફરીને) “જિન'ને ભેટવાની વાત કરે છે: (૧૮). તે પછી અધુકળે પગે (નેમિનાથ') દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી “ગજપદકુંડમાં સ્નાન કરી દેઈ કરી (ફરીને નેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણ-મહત્સવ કરી, કેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે: (૧૯). તે પછી “અગર'ની પૂજા રચી “રતન” (“રત્ન શ્રાવક') દ્વારા સ્થાપિત “નેમીસર'ની સેવા કરી, “ભમતી”માં “ચત્ય પરિપાટી” કરી, “રંગમંડપ” (ગૂઢમંડ૫)માં રહેલ જિણવરને પૂછ, ધરમશાળાના મંદિરમાં વંદના દઈ, પછી “અપાપામઢ' જઈએ તેમ યાત્રીકવિ ઉમેરે છે: (૨૦). (આ “અપાપામઢ'માં) ગઈ ચોવિસી, (બીજા) સાત તીર્થકરને પૂછ પાપક્ષય કરી, આઠમું (નેમિનાથનું) બિબ બપ્પભટ્ટસૂરિએ ત્રંબાવતી (ખંભાત)માં (મન્ટ બળે આકષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વંદાવેલ (તે અહીં ગિરનાર પર લાવેલ બિંબને નમી), (૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂછ, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭૨ દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણ દેવળની રચનાવાળા લાખો રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી-જમણી બાજુએ રહેલ ગજરૂઢ વસ્તુપાલતેજપાલ તથા (વસ્તુપાલ પિતામડ) સેમ (મન્વી) અને પિતા (મંત્રી) આસરાજ છે. મનમોહક પુતળીઓ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેતશિખરમાં ૨૦ જિન જઈશું (૨૪). તે પછી ગેવિન્દ શ્રેષ્ઠિએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂછ કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સંચરતાં (ખંભાતના) શ્રેઝી શાણ અને ભૂભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને સ્તવી તેને રળિયામણે મુખમંડપ જોઈશું (૨૫). (આ મંદિરમાં) પિત્તળમય સરસ બિંબ છે અને મંદિર કંચન – બલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિંહે ઉદારાવેલ કલ્યાણયના મંદિરમાં ત્રણ સ્વરૂપે વિરાજમાન નેમિકુમાર છે ને સ્તંયુક્ત મેઘનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની બાવન દેહરીએ જઈ હરડે હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફને) સુંદર ભદ્ર પ્રસાદ માલદેવે કરાવેલ ને રત્નદેવે પિત્તળનું મોટું બિંબ કરાવેલું. પશ્ચિમને નામી ભદ્ર-પ્રાસાદ હાજા શ્રેષ્ઠીએ કરાવેલ અને ઉત્તર બાજુને (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વાસ (રાજે) કરાવેલ. હવે ખરતર વસહી તરફ આવીએ. આ લવસહી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તારણયુક્ત પિત્તળનું બિંબ છે. ને આજુબાજુ શાંતિજિન તેમ જ પાશ્વનાથના પિતળના વખાણવાલાયક કાઉસગ્ગીયા છે (૨૮): અહીં રંગમંડપ(ની છતોમાં) નાગબંધ અને પંચાંગવીર જતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ “માલા ખાડ' ૫ર કરેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8