Book Title: Girnar Bhakti Triveni Sangam Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti View full book textPage 9
________________ આ ઘટનાથી આઠ-આઠ ભવોની અનર્ગળ પ્રીતિથી ઓળઘોળ બનેલા રાજીમતી વિરહાકુળ બન્યા. આંખોમાંથી અનરાધાર અશ્રુધાર વહી રહી. પ્રિયતમ પ્રભુ નેમિને જાત-જાતના ઉપાલંભો આપીને પોતાની વેદનાને રાજુલે વ્યક્ત કરી. આ ક્ષણોના મનોહારી મનોભાવોને અદ્ભુત સંસ્કૃત-શ્લોકોમાં નિબદ્ધ કર્યા છે : પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી ભાવપ્રભસૂરીશ્વરજી મહારાજાએ. આવા ૪૪ શ્લોકોની રચના એટલે શ્રીનેમિ-ભક્તામર મહાકાવ્ય. આ મહાકાવ્યની વિશેષતા એ છે કે શ્રી આદિનાથ-જિનેશ્વરના ભક્તિકાવ્ય રૂપે સુપ્રસિદ્ધ શ્રી ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના અંતિમચરણને, ચતુર્થ ચરણ રૂપે યથાવત્ રાખીને, પૂર્વના ત્રણ ચરણોની નવ્ય-ભવ્ય રચના શ્લોકકાર મહર્ષિએ શ્રીનેમિપ્રભુ અને રાજુમતીના અધિકારને આશ્રયીને કરી છે. અદ્ભુત છે... આ શ્લોકોની રચના ! અનુપમ છે... એમાં રાજીમતીના પ્રભુનેમિનાથ પ્રત્યેના આંતર સ્નેહ-પરિપૂર્ણ ઉદ્ગાર ! અતિ મનોહર છે... એમાં શ્રીનેમિપ્રભુનું અનુપમ આત્મ-સૌંદર્ય અને દિવ્ય મહિમાનું અદ્ભુત ગાન. શ્રીનેમિ-ભક્તામર મહાકાવ્યના દર્શન-વાચન-મનનથી એક મહાત્માનું હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યું. મનમાં પ્રગટ્યા મનોરથ... “આ મહાકાવ્યને આશ્રયીને એક અતિ સુંદર પૂજનનું સંકલન કરાય તો કેવું સુંદર !” અને એ મનોરથને તેમણે દેવ-ગુરુની કૃપાથી શીઘ સફળ પણ કરી દીધો. એ મહાત્માનું મંગળકારી નામ એટલે પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી હેમવલ્લભવિજયજી મહારાજ ! • જેઓ... પૂજયપાદ, સુવિશુદ્ધસંયમમૂર્તિ, મહાન તપસ્વી, શ્રી ગિરનાર તીર્થના પરમ ભક્ત, નખશિખ પાવિત્રમૂર્તિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના અંતિમ ૧૩ વર્ષ સુધીના અપૂર્વ વેયાવચ્ચકર છે. ૮ .Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 208