Book Title: Girnar Bhakti Triveni Sangam Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti View full book textPage 7
________________ ॥ ૬ ॥ ચ G F & DJ 4 ર ર || ૐ હ્રીં શ્રીં અહં નમઃ ॥ ॥ ૐ હ્રીં અહં શ્રી ધરણેન્દ્ર-પદ્માવતીપરિપૂજિતાય શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથાય નમઃ । ॥ ૐ હ્રીં અર્હ શ્રી ગોમેધયક્ષ-અંબિકાપરિપૂજિતાય શ્રી નેમિનાથ-જિનેન્દ્રાય નમઃ | પ્રસ્તાવના महातीर्थमिदं तेन, सर्वपापहरं स्मृतम् I शत्रुञ्जयगिरेरस्य वन्दने सदृशं फलम् 11 विधिनास्य सुतीर्थस्य, सिद्धान्तोक्त-भावतः । एकशोऽपि कृता यात्रा, दत्ते मुक्तिं भवान्तरात् ॥ (શ્રીવસ્તુપાળચરિત્ર – પ્રસ્તાવ-૫, શ્લોક ૮૦૮૧) શ્રીવસ્તુપાળચરિત્રમાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે ગિરનાર ગિરિવરનો મહિમા અપરંપાર છે. માટે જ આ મહાતીર્થને ‘સર્વપાપહર’ જેવું સાર્થક વિશેષણ સંપ્રાપ્ત થયું છે. શ્રી શત્રુંજય ગિરિરાજ અને શ્રી ગિરનાર ગિરિવરને વંદન કરવામાં બંનેનું એકસરખું ફળ કહેવામાં આવ્યું છે. આ શ્રી ગિરનાર મહાતીર્થની સિદ્ધાન્ત (શાસ્ત્ર)માં જણાવ્યા અનુસાર ભાવપૂર્વક એક પણ યાત્રા કરવામાં આવે તો તે પુણ્યાત્મા ભવાંતરમાં મુક્તિપદને પામનારો બને છે. શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... ત્રિભુવનપતિ, પરમ તારક, બાળ બ્રહ્મચારી, આજન્મ-વૈરાગ્ય રસોદધિનિમગ્ન, બાવીસમા તીર્થાધિપતિ શ્રી નેમિનાથ પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ – ત્રણ ત્રણ કલ્યાણકોની પરમ પાવનભૂમિ ! ના થ ข ॥ ૬ ॥Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 208