Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 10
________________ | || | જેઓ... પૂજ્યપાદ, જિનશાસનના મહાન મશાલચી, યુવાપ્રબોધકુશળ, મહાન શાસન પ્રભાવક, સ્વ. પંન્યાસપ્રવર શ્રીમદ્ ચન્દ્રશેખરવિજયજી મહારાજાના શિષ્યરત્ન સળંગ આઠ વર્ષથી આયંબીલ-વ્રતના આરાધક, પૂ. પંન્યાસપ્રવર શ્રી ધર્મરક્ષિત વિજયજી મહારાજના શિષ્યરત્ન છે. • જેઓ સ્વયં પણ આયંબીલ-વ્રતના અનોખા આરાધક છે. વર્ધમાન તપનો પાયો નાખીને ૧૦૦ ઓળી + ૮૨ ઓળી પૂર્ણ કરીને, આજે કુલ ૧૭ વર્ષથી નિરંતર આયંબીલ-વ્રતના સાધક બન્યા છે. આયંબીલની સાથે સાથે જેઓ સતત ગિરનાર તીર્થના વિકાસ કાજે અવિરત દિવસ-રાત પુરુષાર્થ-રત છે. પૂ. પં.શ્રી હેમવલ્લભવિજયજી મહારાજે, આ ગ્રંથરત્નમાં ત્રણ ગ્રંથો સંકલિત કર્યા છે : (૧) શ્રી નેમિ-ભક્તામર મહાપૂજન, (૨) શ્રી ગિરનાર તીર્થના ૧૦૮ નામાભિષેકનું મહાપૂજન અને (૩) શ્રી ગિરનાર તીર્થના મહિમાથી ગર્ભિત નવ્વાણું પ્રકારી પૂજા. શ્રી ગિરનાર તીર્થના ૧૦૮ નામાભિષેક અંતર્ગત તે તે નામોના અર્ધને સાંકળનારા ગૂર્જરગિરામાં ગુંફિત દુહાઓની રચના તથા શ્રી ગિરનાર મહાતીર્થના મહિમાથી ગર્ભિત શ્રી ૯૯ પ્રકારી પૂજાઓની રચના પણ પૂ. પં. શ્રી હેમવલ્લભવિજયજી મહારાજે સ્વયં કરી છે, જે તેમની કવિત્વ શક્તિની અને વિશેષતઃ શ્રી ગિરનાર તીર્થ-ભક્તિની ઘોતક છે. શ્રી ગિરનારતીર્થ-મહિમા-ગર્ભિત ૯૯ પ્રકારી પૂજામાં કુલ અગિયાર પૂજાઓ રચાઈ છે. તમામ પૂજાઓમાં શ્રી ગિરનાર-ગિરિવરના કુલ ૧૦૮ નામોમાંથી ૯-૯ નામોનો સુંદર રીતે ઉલ્લેખ કરાયો છે. આ પૂજા.ઓની રચના પ્રાચીનઅર્વાચીન પૂજાઓ અને સ્તવનોના પ્રસિદ્ધ રાગોમાં એવી મનમોહક રીતે કરાઈ છે કે સમૂહમાં ગાવા-ગવડાવવાથી અપૂર્વ ભાવોલ્લાસવૃદ્ધિ થવા પામે છે. પૂજાઓમાં ગિરનાર તીર્થના મહિમાનું અને વિધવિધ નામો તથા પ્રમાણનું વર્ણન શાસ્ત્રાધારિત અને હૃદયંગમ રીતે કરવામાં આવ્યું છે. આપણા વર્તમાનકાલીન શ્રીસંઘોમાં સંગીતકારો દ્વારા અને મહિલા-મંડળો દ્વારા આ પૂજાઓનું ગાન વ્યાપક બનશે, તો શ્રી ગિરનાર તીર્થ અને પરમ તારક શ્રી નેમિનાથપ્રભુ પ્રત્યેની ભક્તિમાં ગુલતાન થવાનું સૌભાગ્ય આપણે સહુ પામી શકીશું. | ૬ ||

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 208