Book Title: Girnar Bhakti Triveni Sangam Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti View full book textPage 5
________________ | II પ્રકાશકીય જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. આજે લગભગ સમગ્ર જૈન શ્વેતામ્બર સમાજ શત્રુંજય ગિરિરાજના મહિમાથી સુપરિચિત છે, જ્યારે બાવીસમાં તીર્થંકર બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન ઉપરાંત અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણકથી પાવન મહામહિમાવંત શ્રી ગિરનારજી મહાતીર્થના માહોલ્યથી બહુધા જૈન સમાજ અજ્ઞાત છે. યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ.પં. ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યની આ ગિરનારજી મહાતીર્થના ઉત્કર્ષની ભાવના અને આજ્ઞાનુસાર તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પ.પૂ. મુનિરાજ ધર્મરક્ષિત વિજયજી તથા પ.પૂ. મુનિરાજ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાએ સિદ્ધાંત દિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિશ્રી પ.પૂ.આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિષ ગ્રહણ કરી આ મહાતીર્થના ઉત્કર્ષાર્થે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. છેલ્લા પાંચ-પાંચ વર્ષથી આ તીર્થભૂમિની ગોદમાં સ્થિરતા દરમ્યાન અથાગ પુરુષાર્થના ફળસ્વરૂપે આજે સમસ્ત જૈનબંધુઓના ઘર-ઘર અને ઘટ-ઘટ સુધી આ ગિરનારજી મહાતીર્થના મહિમાની અનેકવિધ વાતો પ્રસરવા લાગી છે. આ ગિરનાર-નેમિનાથની વિવિધ વાતો સમગ્ર જૈન શ્વેતામ્બર સમાજના જનસમુદાયના કર્ણ અને હૃદયપર્યત ગુંજતી રહે તેવા શુભાશયથી પ.પૂ.પં. હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબે મહાપૂજન અને પૂજાની રચના દ્વારા આ ત્રણેય પરમાત્માભક્તિના અનુષ્ઠાનોનું સંકલન કરેલ છે. પંડિતવર્ય ધનંજયભાઈ જૈન તથા શતાધિક સિદ્ધચક્ર મહાપૂજન ભણાવનાર જૂનાગઢના સુશ્રાવક દીનેશભાઈ શેઠના સલાહ-સૂચન મુજબના સુધારાવધારા સાથે તૈયાર થયેલ આ પ્રતનું પ્રકાશન થઈ રહ્યું છે તે અવસરે જગપ્રસિદ્ધ,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 208