________________
આ ઘટનાથી આઠ-આઠ ભવોની અનર્ગળ પ્રીતિથી ઓળઘોળ બનેલા રાજીમતી વિરહાકુળ બન્યા. આંખોમાંથી અનરાધાર અશ્રુધાર વહી રહી. પ્રિયતમ પ્રભુ નેમિને જાત-જાતના ઉપાલંભો આપીને પોતાની વેદનાને રાજુલે વ્યક્ત કરી.
આ ક્ષણોના મનોહારી મનોભાવોને અદ્ભુત સંસ્કૃત-શ્લોકોમાં નિબદ્ધ કર્યા છે : પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી ભાવપ્રભસૂરીશ્વરજી મહારાજાએ. આવા ૪૪ શ્લોકોની રચના એટલે શ્રીનેમિ-ભક્તામર મહાકાવ્ય.
આ મહાકાવ્યની વિશેષતા એ છે કે શ્રી આદિનાથ-જિનેશ્વરના ભક્તિકાવ્ય રૂપે સુપ્રસિદ્ધ શ્રી ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના અંતિમચરણને, ચતુર્થ ચરણ રૂપે યથાવત્ રાખીને, પૂર્વના ત્રણ ચરણોની નવ્ય-ભવ્ય રચના શ્લોકકાર મહર્ષિએ શ્રીનેમિપ્રભુ અને રાજુમતીના અધિકારને આશ્રયીને કરી છે.
અદ્ભુત છે... આ શ્લોકોની રચના ! અનુપમ છે... એમાં રાજીમતીના પ્રભુનેમિનાથ પ્રત્યેના આંતર સ્નેહ-પરિપૂર્ણ ઉદ્ગાર ! અતિ મનોહર છે... એમાં શ્રીનેમિપ્રભુનું અનુપમ આત્મ-સૌંદર્ય અને દિવ્ય મહિમાનું અદ્ભુત ગાન.
શ્રીનેમિ-ભક્તામર મહાકાવ્યના દર્શન-વાચન-મનનથી એક મહાત્માનું હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યું.
મનમાં પ્રગટ્યા મનોરથ... “આ મહાકાવ્યને આશ્રયીને એક અતિ સુંદર પૂજનનું સંકલન કરાય તો કેવું સુંદર !” અને એ મનોરથને તેમણે દેવ-ગુરુની કૃપાથી શીઘ સફળ પણ કરી દીધો.
એ મહાત્માનું મંગળકારી નામ એટલે પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી હેમવલ્લભવિજયજી મહારાજ ! • જેઓ... પૂજયપાદ, સુવિશુદ્ધસંયમમૂર્તિ, મહાન તપસ્વી, શ્રી ગિરનાર તીર્થના પરમ ભક્ત, નખશિખ
પાવિત્રમૂર્તિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના અંતિમ ૧૩ વર્ષ સુધીના અપૂર્વ વેયાવચ્ચકર છે.
૮
.