________________
શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... શ્રી સિદ્ધાચલ ગિરિરાજની પાંચમી સુવર્ણ-ટૂંક ! શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... જ્યાં અનંતા તીર્થંકરદેવોના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણકો થયા છે, તેવી ચાર્જ ફિલ્ડ ભૂમિ ! શ્રી ગિરનાર મહાતીર્થ એટલે...
ભાવિ ચોવીસીના સર્વ તીર્થંકરદેવોની શિવસુંદરી-વિવાહોત્સવની પુણ્યભૂમિ બનવાનું સૌભાગ્ય જેના લલાટે લખાયું છે, તેવી ધન્ય ધરા !
શ્રી ગિરનાર મહાતીર્થ એટલે...
નિજગૃહમાં બેસીને પણ તીર્થનું ધ્યાન ધરનારા પુણ્યાત્માને, પ્રબળ શુભ ભાવના પ્રતાપે ચોથે ભવે શિવરમણીના સ્વામીનાથ બનવાનું સૌભાગ્ય બક્ષનાર મહાન તીર્થ !
આવા જન-મન-પાવન મહાતીર્થના અધિનાયક તરીકે વિરાજમાન છે. વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા (હા... પરમ તારક શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરતાં પણ વધુ પ્રાચીન) સ્વરૂપે બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન !
| દિવ્યાતિદિવ્ય આત્મસૌદર્યથી છલકતાં-મલકતાં શ્રીનેમિજિનેશ્વર અવર્ણ બાહ્યાભ્યન્તર સૌંદર્યના સમંદર-સમા શ્રીરાજીમતીને છોડી-છાંડીને, તોરણ સુધી આવીને રથને પાછો વાળી ગયા. સંસાર પ્રત્યે સર્વથા અનાસક્ત નેમિનિરંજનનાથ, હવે માત્ર-ને-માત્ર મુક્તિસુંદરીને વરવાની શેષ-ઝંખનાના સ્વામી બન્યા હતા. પ્રભુએ જ્ઞાન-બળથી જાણી લીધું હતું કે,
હવે મારા ભોગાવલિ કર્મ ક્ષીણ થયા છે. પશુઓના વાડા સુધી આવવા જેટલા જ, તે કર્મો હતા.” અને માટે જ, પશુપોકારને નિમિત્ત બનાવીને પ્રભુ લગ્ન-મંડપના દ્વાર પાસે આવીને પાછા ફર્યા...
// ૭ ||