Book Title: Gandhijino Jivan Dharm Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૧૪]. દર્શન અને ચિંતન ગયેલ અને લાંબા ઉપવાસની હારમાળામાં નામ કાઢનાર ગાંધીજીના સંયમ અને તપને જૈન સંયમ કે તારૂપે ભાગ્યે જ કોઈ માનશે. કોઈ પણ જૈનત્યાગી સાધુ કરતાં બ્રહ્મચર્યનું સર્વદેશીય મૂલ્યાંકન વધારે કરવા ક્તાં જ્યારે ગાંધીજી કોઈનાં લગ્ન જાતે જ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા હશે, અગર તે કોઈ વિધવાને સૌભાગ્યનું તિલક કરાવતા હશે કે કેઈના છૂટાછેડામાં સંમતિ આપતા હશે, ત્યારે હું ધારું છું કે ભાગ્યે જ કોઈ એ જૈન હશે જે ગાંધીજીના બ્રહ્મચર્યને પૂર્ણ બ્રહ્મચર્ય માનવા તૈયાર હેય. ગાંધીજી ગમે તેટલા લાંબા ઉપવાસ કરે પણ તેઓ લીંબુનું પાણું લે અગર તે તે ઉપવાસો આત્મશુદ્ધિ ઉપરાંત સામાજિક શુદ્ધિ અને રાજકીય પ્રગતિનું પણ અંગ છે એમ સાચા દિલથી માને-મનાવે ત્યારે એમના એ કિંમતી ઉપવાસને પણ જૈને ભાગ્યે જ જૈનતપ કહેશે. અહિંસા અને સંયમ ત પરંપરાગત જૈન ધર્મને ઉદાર દ્રષ્ટિએ અભ્યાસ કરનાર પણ કઈ વિચારક જ્યારે ગાંધીજીના જીવનધર્મ વિષે મુક્ત મને વિચાર કરે છે ત્યારે તે એટલું સત્ય સ્વીકારી લે છે કે ગાંધીજીનો જીવનવ્યવહાર અહિંસા અને સંયમનાં તો ઉપર પ્રતિષિત છે અને પ્રામાણિકપણે જૈન ધર્મને આથરરનાર ભૂતકાલીન કે વર્તમાનકાલીન પુને આચાર-વ્યવહાર પણ અહિંસા સંયમમૂલક છે. આ રીતે તે તે વિચારક એમ માની જ લે છે કે જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપ ગાંધીજીના જીવનમાં કામ કરી રહ્યાં છે. પણ આથી આગળ વધી જયારે તે વિચારક વિગત વિચાર કરે છે ત્યારે તેને ખરેખરી મૂંઝવણ ઊભી થાય છે. ગાંધીજીની અનેકમુખી પ્રવૃત્તિઓમાં તે જે રીતે અહિંસાને અમલ થતે જુએ છે, અને ઘણીવાર પરસ્પર વિરુદ્ધ દેખાય એવાં વિધાને તેમ જ આચરણે અહિંસાને નામે થતાં તે ગાંધીજીના જીવનમાં નિહાળી જૈન પરંપરામાં પ્રથમ માન્ય થયેલી અને અત્યારે પણ મનાતી આચરણાઓ સાથે સરખાવે છે ત્યારે તેનું ઉદાર ચિત્ત પણ પ્રામાણિકપણે એવી શંકા કર્યા વિના રહી શકતું નથી કે જે સિદ્ધાંતરૂપે અહિંસા અને સંયમનું તત્ત્વ એક જ હોય તે તે યથાર્થ ત્યાગી હોય એવા જૈનના જીવનમાં અને ગાંધીજીના જીવનમાં તદ્દન વિધીપણે કામ કેવી રીતે કરી શકે? વિચારકને આ પ્રશ્ન નિરાધાર નથી. પણ જે એને સાચે ઉતર મેળવે હેય તો આપણે કાંઈક વિશેષ ઊંડાણમાં ઊતરવું પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10