Book Title: Gandhijino Jivan Dharm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગાંધીજીને જીવનધર્મ [૩] જેમ ગાંધીજી એક પણ હિંદીની આર્થીિક, સામાજિક કે રાજકીય બાબતમાં ગુલામી સહી શકતા નથી અને તેથી જ તેઓ જેમ સમગ્ર હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિ અર્થે જીવનમાં એક એક શ્વાસ લે છે, તેવી જ દેશની ગુલામી પ્રત્યે વૃત્તિ ધરાવનાર અને દેશની એકમાત્ર પૂર્ણ સ્વતંત્રતા માટે જ દીક્ષા લીધી હોય એવા બીજા પણ અનેક દેશનાયકે અત્યારે આ હિંદમાં જેલની બહાર અને જેલમાં છે. હિંદ બહારના મુલકે તરફ દૃષ્ટિપાત કરીને વિચારીએ તે પણ ગાંધીજીની જેમ પિતાપિતાના રાષ્ટ્રની સ્વતંત્રતા જતી ન કરવા, તેને સાચવવા તેમ જ વિકસાવવાની આ નખશિખ લગનીવાળા ટેલિન, હિટલર, ચર્ચિલ કે ચાંગ કાઈ ઍક જેવા અનેક રાજપુરુષો, આપણું સન્મુખ ઉપસ્થિત થાય છે. તેમ છતાં હિંદ કે હિંદ બહારના બીજા કોઈ પણ નેતાનું જીવન આપણને તેને જીવનમાં કે ધર્મ ભાગ ભજવે છે, એ વિચાર કરવા પ્રેરતું નથી; જ્યારે ગાંધીજીની બાબતમાં તેથી સાવ ઊલટું છે. ગાંધીજીની પ્રવૃત્તિ ગ્રામ્ય ઉદ્યોગને પગભર કરવાની હોય કે પશુ પાલન, ખેતીવાડી, ગ્રામ સુધરાઈ સામાજિક સુધાર, કોમી એકતા કે રાજકીય સ્વતંત્રતા વિષેની હોય; તેઓ લખતા હોય કે બોલતા હૈય, ચાલતા હોય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે તેમની બધી જ પ્રવૃત્તિમાં લૌકિક લાભાલાભની દષ્ટિએ તેલ બાંધવા ઉપરાંત એક બીજ પણ રહસ્ય વિષે વિચાર કરવા પ્રેરાઈએ છીએ. અને તે રહસ્ય એટલે ધર્મનું કે ધર્મ શકિત સીંચે છે વિચારક પોતે ખરે ધાર્મિક હોય કે નહિ તેમ છતાં ગાંધીજીની જીવનકથા વાંચીને કે તેમનું જીવન પ્રત્યક્ષ નિહાળીને તેના મનમાં તેમના જીવનગત ધર્મ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. તે એમ વિચારે છે કે વીસે કલાક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલ આ માણસનું જીવન ધાર્મિક હઈ શકે કે નહિ ? અને જે ધાર્મિક હેય તે એને જીવનમાં કયા ધર્મને સ્થાન છે? ભૂખંડ ઉપરના બધા જ પ્રસિદ્ધ ધર્મોમાંથી કયે ધર્મ એ પુરુષના જીવનમાં સંજીવની શક્તિ અપ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ સધાવી નિવૃત્તિમાં પ્રવૃત્તિનું રસાયન ઘળી રહ્યો છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10