Book Title: Gandhijino Jivan Dharm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ અ. [૧૩ પણ તેમાં વિહિત શસ્ત્રદ્રારા દુષ્ટ દમનમાં નહિ માને. તેઓ કુરાન તે આદર કરશે પણ કાઈ ને કાફર નહિ માને. તે બાઈબલને પ્રેમધમ સ્વીકારશે પણ ધર્માંતરને સાવ અનાવશ્યક સમજશે. તે સાંખ્ય, જૈન અને ઔદોના ત્યાગને અપનાવશે પણુ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુ:ખાગ્નિથી દાસી કે ખળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધકાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનેના મિરાજર્ષિની પેઠે મારું કશું જ ખળતું નથી' એમ કહી એ બળતી મિથિલાને છેડી એકાન્ત અરણ્યવાસમાં નહિ જાય. જૈન વલણથી જુદી અહિંસા કેટલાંકા એમ ધારે છે કે ગાંધીજીના નિરામિષ ભાજનને આગ્રહુ એ એક જૈન સાધુ પાસેથી લીધેલ પ્રતિજ્ઞાનું પરિણામ છે અને તેમના અહિંસા વિષેના પાકા વિચાર શ્રીમદ્ રાયચંદ્રની સખતનું પરિણામ છે. તેથી ગાંધીજીના જીવનપંચ મુખ્યપણે જૈન ધર્મપ્રધાન છે. હું એ પ્રતિજ્ઞા અને સસની હકીકત કબૂલ રાખું છું, પણ . તેમ છતાં એમ માનું છું કે ગાંધીજીનું અહિંસાપ્રધાન વલણ એ અહિંસાના જૈન વલણથી જુદું જ છે. માંસત્યાગની પ્રતિજ્ઞા આપનાર કે લેવડાવનાર આજે જીવિત હાય તા તે ગાંધીજીના નિરામિષ ભાજનના આગ્રહથી પ્રસન્ન જરૂર થાય પણ સાથે જ ગાંધીજીને એમ માનતા જુએ કે ગાય અને ભેંસ વગેરે પશુઓનુ દૂધ તેમનાં વાછરડાં કે પાડાંના મોઢેથી છીનવી પી જવું એ સ્પષ્ટ હિંસા જ છે, તે તે જરૂર એમ કહે કે આવી તે કાંઈ હિંસા હાય ! શ્રીમદ્ રાયચંદ જીવિત હોય અને ગાંધીજીને અશસ્ત્રપ્રતિકાર કરતા જુએ તે સાચે જ તે પ્રસન્ન થાય, પણ જો તે ગાંધીજીને એવું આચરણ કરતા, માનતા કે મનાવતા જુએ કે જ્યારે કાઈ પશુ મરવાના અસહ્ય સંકટમાં હાય, બચાવ્યું અચે તેમ ન હોય ત્યારે તેને ઇન્જેકશન વગેરેથી પ્રાણમુક્ત કરવામાં પણ પ્રેમધમ અને અહિંસા સમાયેલ છે તે તેઓ ગાંધીજીની માન્યતા અને આચરણને કદી જૈન-અહિંસા તો નહિ જ કહે. તે જ રીતે શ્રીમદ રાયચંદ હડકાયા કૂતરાને મારવાના વલણનું અગર ખેતીવાડીને નાશ કરનાર વાંદરાઓના વિનાશના વલણનું સામાજિક અહિંસાની દૃષ્ટિએ સમર્થન કરતા ગાંધીજીને ભાગ્યે જ જૈન–અહિંસાના પોષક માને. ગાંધીજીના જીવનમાં સંયમ અને તપનું હુ ઊંચું' સ્થાન છે. જે જૈન ધર્મનાં ખાસ અંગ ગણાય છે. અનેકવિધ કડક નિયમોને પચાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10