Book Title: Gandhijino Jivan Dharm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ દર્શન અને ચિંતન પ્રેરે છે, જે કે વસ્તુતઃ તે અવિરોધી જ ગણી શકાય. ગાંધીજીએ જૈન પરંપરાને માન્ય એવી નિવૃત્તિ પક્ષી દેખાતી અહિંસા અપનાવી છે ખરી, પણ તેમણે પિતાના સર્વ કલ્યાણકારી સામાજિક ધ્યેયની સિદ્ધિ અર્થે તે અહિંસાના અર્થને એટલે બધે વિસ્તાર કર્યો છે કે આજની સ્થિતિમાં ગાંધીજીને અહિંસા ધર્મ એ એક પિતાનો જ અહિંસા ધર્મ બની ગયો છે. એ જ રીતે આ દેશ અને પરદેશની અનેક અહિંસાવિષયક માન્યતાઓને તેમણે પિતાના લક્ષની સિદ્ધિને અનુકૂળ થાય એવી રીતે જીવનમાં વણી છે અને તે જ તેમને સ્વતંત્ર ધર્મ બની તેમની અનેકમુખી પ્રવૃત્તિઓનાં દ્વાર ખુલેલાં કરે છે. આ દષ્ટિએ વિચારતાં એમ કહેવું જ પડે કે ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ એના મૂળ અર્થ કે પારિભાષિક અર્થમાં નથી જ. એ રીતે એમ પણ કહી શકાય કે તેમના જીવનમાં બૌદ્ધ કે બીજા કોઈ ધર્મો તેના સાંપ્રદાયિક અર્થમાં નથી જ અને છતાં તેમના જીવનમાં જે જાતનો ધર્મ સક્રિયપણે કામ કરી રહ્યા છે તેમાં બધા જ સાંપ્રદાયિક ધર્મોને યોગ્ય રીતે સમન્વય છે. મહાન આમા ગાંધીજી આપણું જેવા જ એક માણસ છે. પણ તેમને આત્મા મહાન કહેવાય છે અને વસ્તુત: મહાન સિદ્ધ થયે છે; અહિંસા ધર્મના લેકાબુથકારી વિકાસને લીધે જ. ગાંધીજીને એક વાટકી ઉટવાના કામથી માંડી મોટામાં મોટી સલ્તનત સામે ઝુંબેશ ઉઠાવવાની પ્રવૃત્તિ કરવી પડી ન હેત અથવા તે એ પ્રકૃતિમાં અહિંસા, સંયમ અને તપને વિનિયોગ કરવાની સૂઝ પ્રકટી ન હોત તે તેમને અહિંસાધર્મ કદાચ પેલી નિર્માસ ભજનની પ્રતિજ્ઞા જેવી મર્યાદાઓના અક્ષરસઃ પાલનની બહાર ભાગ્યે જ આવ્યો હોત. એ જ રીતે ધારે કે કઈ સમર્થતમ જૈન ત્યાગી હોય અને તેના હાથમાં સમાજની સુવ્યવસ્થા સાચવવા અને વધારવાનાં સૂત્રો સોંપાય, તેથી આગળ વધીને કહીએ તે તેને ધર્મપ્રધાન રાજતંત્ર ચલાવવાની સત્તાના સૂત્રો સોંપવામાં આવે તે તે પ્રામાણિક જૈન ત્યાગી શું કરે? જે ખરેખર એ વારસામાં મળેલ જૈન અહિંસાને વિકાસ કર્યા સિવાય કાંઈ જવાબદારીઓ લેવા ઈચ્છે છે તે નિષ્ફળ જ નીવડે. કાં તે તેણે એમ કહેવું રહ્યું કે મારાથી સમાજ અને રાજ્યની તંત્ર સુધારણામાં ભાગ લઈ ન શકાય; અને જે તે પ્રતિભાશાળી તેમ જ ક્રિયાશીલ હોય છે તે બધાં સંપાયેલાં સૂત્રે હાથમાં લઈ તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. આ પ્રયત્નનું પરિણામ એક જ આવી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10