Page #1
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીને જીવનધર્મ
[૩] જેમ ગાંધીજી એક પણ હિંદીની આર્થીિક, સામાજિક કે રાજકીય બાબતમાં ગુલામી સહી શકતા નથી અને તેથી જ તેઓ જેમ સમગ્ર હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિ અર્થે જીવનમાં એક એક શ્વાસ લે છે, તેવી જ દેશની ગુલામી પ્રત્યે વૃત્તિ ધરાવનાર અને દેશની એકમાત્ર પૂર્ણ સ્વતંત્રતા માટે જ દીક્ષા લીધી હોય એવા બીજા પણ અનેક દેશનાયકે અત્યારે આ હિંદમાં
જેલની બહાર અને જેલમાં છે. હિંદ બહારના મુલકે તરફ દૃષ્ટિપાત કરીને વિચારીએ તે પણ ગાંધીજીની જેમ પિતાપિતાના રાષ્ટ્રની સ્વતંત્રતા જતી ન કરવા, તેને સાચવવા તેમ જ વિકસાવવાની આ નખશિખ લગનીવાળા
ટેલિન, હિટલર, ચર્ચિલ કે ચાંગ કાઈ ઍક જેવા અનેક રાજપુરુષો, આપણું સન્મુખ ઉપસ્થિત થાય છે. તેમ છતાં હિંદ કે હિંદ બહારના બીજા કોઈ પણ નેતાનું જીવન આપણને તેને જીવનમાં કે ધર્મ ભાગ ભજવે છે, એ વિચાર કરવા પ્રેરતું નથી; જ્યારે ગાંધીજીની બાબતમાં તેથી સાવ ઊલટું છે. ગાંધીજીની પ્રવૃત્તિ ગ્રામ્ય ઉદ્યોગને પગભર કરવાની હોય કે પશુ પાલન, ખેતીવાડી, ગ્રામ સુધરાઈ સામાજિક સુધાર, કોમી એકતા કે રાજકીય સ્વતંત્રતા વિષેની હોય; તેઓ લખતા હોય કે બોલતા હૈય, ચાલતા હોય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે તેમની બધી જ પ્રવૃત્તિમાં લૌકિક લાભાલાભની દષ્ટિએ તેલ બાંધવા ઉપરાંત એક બીજ પણ રહસ્ય વિષે વિચાર કરવા પ્રેરાઈએ છીએ. અને તે રહસ્ય એટલે ધર્મનું કે ધર્મ શકિત સીંચે છે
વિચારક પોતે ખરે ધાર્મિક હોય કે નહિ તેમ છતાં ગાંધીજીની જીવનકથા વાંચીને કે તેમનું જીવન પ્રત્યક્ષ નિહાળીને તેના મનમાં તેમના જીવનગત ધર્મ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. તે એમ વિચારે છે કે
વીસે કલાક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલ આ માણસનું જીવન ધાર્મિક હઈ શકે કે નહિ ? અને જે ધાર્મિક હેય તે એને જીવનમાં કયા ધર્મને સ્થાન છે? ભૂખંડ ઉપરના બધા જ પ્રસિદ્ધ ધર્મોમાંથી કયે ધર્મ એ પુરુષના જીવનમાં સંજીવની શક્તિ અપ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ સધાવી નિવૃત્તિમાં પ્રવૃત્તિનું રસાયન ઘળી રહ્યો છે?
Page #2
--------------------------------------------------------------------------
________________
અધ્ય.
દરેક ધાર્મિક સમાજના અનુયાયીઓના સામાન્ય રીતે ત્રણ વર્ગ છે. પહેલે વર્ગ કટ્ટરપંથીઓને, બીજો દુરાગ્રહ ન હોય એવાઓને અને ત્રીજો તત્ત્વચિંતકેને. જૈન સમાજમાં પણ વત્તેઓછે અંશે આવા ત્રણ વર્ગો છે જ. જેમ કઈ કદર સનાતની, કટ્ટર મુસલમાન કે કદર ક્રિશ્ચિયન ધર્મ તરીકે પિતે માનતે હોય તેવા પિતાપિતાના ધર્મના આચાર, વ્યવહાર કે માન્યતાના ખોખાને અક્ષરસઃ ગાંધીજીના જીવનમાં ન જોઈ નિશ્ચિતપણે એમ માની જ લે છે કે ગાંધીજી નથી ખરા સનાતની, ખરા મુસલમાન કે ખરા ક્રિશ્ચિયન. તેવી જ રીતે કટ્ટર જૈન ગાંધીજીના જીવનમાં જૈન આચાર કે જૈન રહેણીકરણનું ખોખું અક્ષરસઃ ન જોઈ પ્રામાણિકપણે એમ માને છે કે ગાંધીજી ભલે ધાર્મિક હેય પણ તેમના જીવનમાં જૈન ધર્મનું સ્થાન તે નથી જ, કેમકે તેઓ ગીતા, રામાયણ આદિ દ્વારા બ્રાહ્મણ ધર્મને જે મહત્ત્વ આપે છે તેવું જૈન ધર્મને નથી જ આપતા. બીજે વર્ગ ઉપરનાં ખાં માત્રમાં ધર્મની ઈતિશ્રી ભાન ન હોઈ તેમ જ કાંઈક અંતર્મુખ ગુણ-દર્શી અને વિચારક હેઈ ગાંધીજીના જીવનમાં પિતા પોતાના ધર્મનું સુનિશ્ચિત અસ્તિત્વ જુએ છે. આ પ્રકૃતિને વિચારક જે સનાતની હશે તે ગાંધીજીના જીવનમાં સનાતન ધર્મનું સંસ્કરણ જોશે, જે મુસલમાન કે ક્રિશ્ચિયન હશે તે તે પણ તેમના જીવનમાં પિતાના જ ધર્મની નાડ ધબકતી જોશે. એવી જ રીતે આવું વલણ ધરાવનાર જૈન વર્ગ ગાંધીજીના જીવનમાં જૈન ધર્મના પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપની નવેસર પ્રતિષ્ઠા જોઈ તેમના જીવનને જૈન ધર્મમય લેખશે. ત્રીજો વર્ગ જે અંતર્મુખ અને ગુણદર્શી હવા ઉપરાંત સ્વ કે પરના વિશેષણ વિના જ ધર્મના તત્વને વિચાર કરે છે તેવા તત્ત્વચિંતક વર્ગની દૃષ્ટિએ ગાંધીજીના જીવનમાં ધર્મનું અસ્તિત્વ તે છે જ પણ તે ધર્મ કોને-આ સંપ્રદાયને કે તે સંપ્રદાયને, એમ નહિ પણ તે સર્વ સંપ્રદાયના પ્રાણરૂપ, તેમ છતાં સર્વ સંપ્રદાયથી પર એ પ્રયત્નસિદ્ધ સ્વતંત્ર ધર્મ છે. ભલે ગણ્યાગાંઠ્યા પણ આવા તત્વચિંતકે જૈન સમાજમાં છે, જેઓ ગાંધીજીના જીવનમત ધર્મને એક અસાંપ્રદાયિક તેમ જ અસંકીર્ણ એ ધર્મ માનશે, પણ તેને સાંપ્રદાયિક પરિભાષામાં જૈન ધર્મ માનવાની ભૂલ તે નહિ જ કરે. સંપ્રદાયને ધર્મ નથી
કહ્યા વિના પણ વાચક એ સમજી શકશે કે આ સ્થળે ગાંધીજીના જીવન સાથે જૈન ધર્મના સંબંધને પ્રશ્ન પ્રસ્તુત હોવાથી હું એ મર્યાદા
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન
બહાર અન્ય ધર્મોને અવલંબી ખાસ ચર્ચા કરી ન શકું. હું પિતે સ્વતંત્ર દૃષ્ટિથી એમ મક્કમપણે માનું છું કે ગાંધીજીના જીવનમાં ઊગેલે, વિકસેલ. અને પેલે ધર્મ એ કેઈ આ કે તે સંપ્રદાયને ધર્મ નથી. પણ તે બધા સંપ્રદાયોથી પર અને છતાં બધા જ તાવિક ધર્મોના સારરૂપ છે કે જે તેમના પિતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે.
ગાંધીજીનો ધર્મ કેઈ એક સંપ્રદાયમાં સમાતું નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાયે સમાઈ જાય છે, આ વિધાનને મધુકર દષ્ટાંતથી વધારે સારી રીતે સમજાવી શકાય. આંબલી અને આંબા, બાવળ અને લીંબડ, ગુલાબ અને ચંપ જેવા એક બીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળાં પુષ્પ અને પત્ર ઉત્પન્ન કરનાર ક્ષે જ્યાં હોય ત્યાં ભ્રમર એ બધાંમાંથી જુદો જુદો રસ ખેંચી એક મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતા મધુરસમાં તે દરેક જાતનાં વૃક્ષના રસનો ભાગ છે પણ તે મધ નથી હોતું. આંબલીની પેઠે ખાટું કે આંબાની પેઠે ખાટું તૂરું. તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અગર તે ચંપાના રંગ કે સ્વાદવાળું. મધ એ ત્યાં રહેલી વૃક્ષ-વનસ્પતિની સામગ્રીમાંથી નિષ્પન્ન ભલે થયું હોય પણ તેમાં મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિને ખાસ હાથ હોય છે. મધુકર ન હોય અને બીજા કોઈ યંત્રથી કે બીજી રીતે તેમાંથી રસ ખેંચે તે તે બીજું ગમે તે હશે, છતાં તે મધુર તે નહિ જ હેય. જો કે એ મધ વિવિધ વૃક્ષ-વનસ્પતિઓના રસમાંથી તૈયાર થયેલું છે છતાં મધની મીઠાશ કે તેનું પથ્યપષક તત્ત્વ એ એકે વનસ્પતિમાં નથી. વિવિધ વનસ્પતિ-રસ ઉપર મધુકરની પાચક-શક્તિઓ અને ક્રિયાશીલતાએ જે અસર ઉપજાવી તે જ મધુરૂપે એક અખંડ સ્વતંત્ર વસ્તુ બની છે. તે જ રીતે ગાંધીજીના જીવન વહેણમાં જુદા જુદા ધર્મોતે ભલે આવીને મળ્યા હોય, પણ તે બધા સ્ત્રોતો પિતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મ સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણ કે ગાંધીજીએ તે તે ધર્મનાં તો પિતાના જીવનમાં ઉધાર લીધેલાં નથી કે આગંતુક તરીકે ગોઠવ્યાં નથી. પણ એમણે એ તને પિતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. ગાંધીજી વેદને માનશે પણ વેદાનુસારી ય નહિ કરે. તેઓ ગીતાને સાથ નહિ છોડે
Page #4
--------------------------------------------------------------------------
________________
અ.
[૧૩
પણ તેમાં વિહિત શસ્ત્રદ્રારા દુષ્ટ દમનમાં નહિ માને. તેઓ કુરાન તે આદર કરશે પણ કાઈ ને કાફર નહિ માને. તે બાઈબલને પ્રેમધમ સ્વીકારશે પણ ધર્માંતરને સાવ અનાવશ્યક સમજશે. તે સાંખ્ય, જૈન અને ઔદોના ત્યાગને અપનાવશે પણુ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુ:ખાગ્નિથી દાસી કે ખળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધકાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનેના મિરાજર્ષિની પેઠે મારું કશું જ ખળતું નથી' એમ કહી એ બળતી મિથિલાને છેડી એકાન્ત અરણ્યવાસમાં નહિ જાય.
જૈન વલણથી જુદી અહિંસા
કેટલાંકા એમ ધારે છે કે ગાંધીજીના નિરામિષ ભાજનને આગ્રહુ એ એક જૈન સાધુ પાસેથી લીધેલ પ્રતિજ્ઞાનું પરિણામ છે અને તેમના અહિંસા વિષેના પાકા વિચાર શ્રીમદ્ રાયચંદ્રની સખતનું પરિણામ છે. તેથી ગાંધીજીના જીવનપંચ મુખ્યપણે જૈન ધર્મપ્રધાન છે. હું એ પ્રતિજ્ઞા અને સસની હકીકત કબૂલ રાખું છું, પણ . તેમ છતાં એમ માનું છું કે ગાંધીજીનું અહિંસાપ્રધાન વલણ એ અહિંસાના જૈન વલણથી જુદું જ છે. માંસત્યાગની પ્રતિજ્ઞા આપનાર કે લેવડાવનાર આજે જીવિત હાય તા તે ગાંધીજીના નિરામિષ ભાજનના આગ્રહથી પ્રસન્ન જરૂર થાય પણ સાથે જ ગાંધીજીને એમ માનતા જુએ કે ગાય અને ભેંસ વગેરે પશુઓનુ દૂધ તેમનાં વાછરડાં કે પાડાંના મોઢેથી છીનવી પી જવું એ સ્પષ્ટ હિંસા જ છે, તે તે જરૂર એમ કહે કે આવી તે કાંઈ હિંસા હાય ! શ્રીમદ્ રાયચંદ જીવિત હોય અને ગાંધીજીને અશસ્ત્રપ્રતિકાર કરતા જુએ તે સાચે જ તે પ્રસન્ન થાય, પણ જો તે ગાંધીજીને એવું આચરણ કરતા, માનતા કે મનાવતા જુએ કે જ્યારે કાઈ પશુ મરવાના અસહ્ય સંકટમાં હાય, બચાવ્યું અચે તેમ ન હોય ત્યારે તેને ઇન્જેકશન વગેરેથી પ્રાણમુક્ત કરવામાં પણ પ્રેમધમ અને અહિંસા સમાયેલ છે તે તેઓ ગાંધીજીની માન્યતા અને આચરણને કદી જૈન-અહિંસા તો નહિ જ કહે. તે જ રીતે શ્રીમદ રાયચંદ હડકાયા કૂતરાને મારવાના વલણનું અગર ખેતીવાડીને નાશ કરનાર વાંદરાઓના વિનાશના વલણનું સામાજિક અહિંસાની દૃષ્ટિએ સમર્થન કરતા ગાંધીજીને ભાગ્યે જ જૈન–અહિંસાના પોષક માને. ગાંધીજીના જીવનમાં સંયમ અને તપનું હુ ઊંચું' સ્થાન છે. જે જૈન ધર્મનાં ખાસ અંગ ગણાય છે. અનેકવિધ કડક નિયમોને પચાવી
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪].
દર્શન અને ચિંતન ગયેલ અને લાંબા ઉપવાસની હારમાળામાં નામ કાઢનાર ગાંધીજીના સંયમ અને તપને જૈન સંયમ કે તારૂપે ભાગ્યે જ કોઈ માનશે. કોઈ પણ જૈનત્યાગી સાધુ કરતાં બ્રહ્મચર્યનું સર્વદેશીય મૂલ્યાંકન વધારે કરવા ક્તાં જ્યારે ગાંધીજી કોઈનાં લગ્ન જાતે જ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા હશે, અગર તે કોઈ વિધવાને સૌભાગ્યનું તિલક કરાવતા હશે કે કેઈના છૂટાછેડામાં સંમતિ આપતા હશે, ત્યારે હું ધારું છું કે ભાગ્યે જ કોઈ એ જૈન હશે જે ગાંધીજીના બ્રહ્મચર્યને પૂર્ણ બ્રહ્મચર્ય માનવા તૈયાર હેય. ગાંધીજી ગમે તેટલા લાંબા ઉપવાસ કરે પણ તેઓ લીંબુનું પાણું લે અગર તે તે ઉપવાસો આત્મશુદ્ધિ ઉપરાંત સામાજિક શુદ્ધિ અને રાજકીય પ્રગતિનું પણ અંગ છે એમ સાચા દિલથી માને-મનાવે ત્યારે એમના એ કિંમતી ઉપવાસને પણ જૈને ભાગ્યે જ જૈનતપ કહેશે. અહિંસા અને સંયમ ત
પરંપરાગત જૈન ધર્મને ઉદાર દ્રષ્ટિએ અભ્યાસ કરનાર પણ કઈ વિચારક જ્યારે ગાંધીજીના જીવનધર્મ વિષે મુક્ત મને વિચાર કરે છે ત્યારે તે એટલું સત્ય સ્વીકારી લે છે કે ગાંધીજીનો જીવનવ્યવહાર અહિંસા અને સંયમનાં તો ઉપર પ્રતિષિત છે અને પ્રામાણિકપણે જૈન ધર્મને આથરરનાર ભૂતકાલીન કે વર્તમાનકાલીન પુને આચાર-વ્યવહાર પણ
અહિંસા સંયમમૂલક છે. આ રીતે તે તે વિચારક એમ માની જ લે છે કે જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપ ગાંધીજીના જીવનમાં કામ કરી રહ્યાં છે. પણ આથી આગળ વધી જયારે તે વિચારક વિગત વિચાર કરે છે ત્યારે તેને ખરેખરી મૂંઝવણ ઊભી થાય છે. ગાંધીજીની અનેકમુખી પ્રવૃત્તિઓમાં તે જે રીતે અહિંસાને અમલ થતે જુએ છે, અને ઘણીવાર પરસ્પર વિરુદ્ધ દેખાય એવાં વિધાને તેમ જ આચરણે અહિંસાને નામે થતાં તે ગાંધીજીના જીવનમાં નિહાળી જૈન પરંપરામાં પ્રથમ માન્ય થયેલી અને અત્યારે પણ મનાતી આચરણાઓ સાથે સરખાવે છે ત્યારે તેનું ઉદાર ચિત્ત પણ પ્રામાણિકપણે એવી શંકા કર્યા વિના રહી શકતું નથી કે જે સિદ્ધાંતરૂપે અહિંસા અને સંયમનું તત્ત્વ એક જ હોય તે તે યથાર્થ ત્યાગી હોય એવા જૈનના જીવનમાં અને ગાંધીજીના જીવનમાં તદ્દન વિધીપણે કામ કેવી રીતે કરી શકે? વિચારકને આ પ્રશ્ન નિરાધાર નથી. પણ જે એને સાચે ઉતર મેળવે હેય તો આપણે કાંઈક વિશેષ ઊંડાણમાં ઊતરવું પડશે.
Page #6
--------------------------------------------------------------------------
________________
[૧૫
અધ્ય, દષ્ટિબિંદુનું સામ્ય
જૈનધર્મનું દષ્ટિબિંદુ આધ્યાત્મિક છે, અને ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પણ આધ્યાત્મિક છે. આધ્યાત્મિકતા એટલે પિતામાં રહેલ વાસનાઓની મલીનતા દૂર કરવી તે. બહુ પ્રાચીનકાળના તપસ્વી સતિએ જોયું કે કામ, ક્રોધ, ભય આદિ વૃત્તિઓ જ મલીનતાનું મૂળ છે અને તે જ આત્માની શુદ્ધતાને હણે છે, તેમ જ શુદ્ધતા મેળવવામાં વિો નાખે છે. તેથી તેમણે એ વૃત્તિઓના ઉમૂલનને માર્ગ લીધે. એવી વૃત્તિઓનું ઉમૂલન કરવું એટલે કે પિતામાં રહેલ દોષને દૂર કરવા. એવા દો તે હિંસા અને તેને પિતામાં સ્થાન લેતા રોકવા તે અહિંસા. એ જ રીતે એવા દેશમાંથી ઉદ્ભવનારી પ્રવૃત્તિઓ તે હિંસા અને એવી પ્રવૃત્તિઓનો ત્યાગ તે અહિંસા. આમ અહિંસાને મૂળમાં દેત્યાગરૂપ અર્થ હોવા છતાં તેની સાથે તમૂલક પ્રવૃત્તિઓને ત્યાગ એ બીજો અર્થ પણ સંકળાઈ ગયે, જેઓ પિતાની વાસનાઓ નિર્મૂળ કરવા ઈચ્છતા હોય તેઓ એવી વાસનાઓને જેમાં જેમાં સંભવ હોય એવી પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરતા. આ સાધના કંઈ સહેલી ન હતી. તેવી લાંબી સાધના માટે અમુક દુન્યવી પ્રપંચથી મુક્ત થવું અનિવાર્ય હતું; એટલે દુન્યવી પ્રવૃત્તિઓથી અલગ થઈ આધ્યાત્મિક સાધના કરવાની પ્રથા પડી. દેખીતી રીતે જ આ સાધનાને હેતુ મૂળમાં દોષોથી નિવૃત્ત થવાનો અને ગમે તે પ્રસંગે પણ દોષોથી અલિપ્ત રહી શકાય એટલું બળ કેળવવાનો હતો. અહિંસાની પ્રાથમિક અને મુખ્ય નિવૃત્તિ સિદ્ધ કરવા જે જે સંયમના અને તપના બીજા અનેક પ્રકારે અસ્તિત્વમાં આવ્યા તે બધા માટે ભાગે નિવૃતિલક્ષી જ જાયા અને તેથી અહિંસા, સંયમ કે તપની બધી વ્યાખ્યાઓ માટે ભાગે નિવૃત્તિલક્ષી ઘડાઈ. બીજી બાજુ આધ્યાત્મિક શુદ્ધિની સાધના માત્ર વ્યક્તિગત ન રહેતાં તેણે સંધ અને સમાજમાં પણ સ્થાન લેવા માંડયું. જેમ જેમ તે સંધ અને સમાજના જીવનમાં પ્રવેશતી ગઈ તેમ તેમ તે વિસ્તરતી ગઈ, પણ ઊંડાણ ઓછું થતું ગયું. સંધ અને સમાજમાં એ સાધનાને પ્રવેશ કરવા અને ટકાવવા માટે અહિંસા, સંયમ અને તપના અર્થો નવેસર વિચારાયા અને તેમાં જે મૂળગત શક્યતા હતી તે પ્રમાણે વિકાસ પણ થશે. • જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ
દીર્ધ તપસ્વી મહાવીરનું જીવન જેટલું વધારે નિવૃત્તિલક્ષી હતું તેટલું જ તેમના સમકાલીન તથાગત બુદનું ન હતું. જો કે બન્ને પિતાની અહિંસાને
Page #7
--------------------------------------------------------------------------
________________
$]
દર્શન અને ચિત્તન
સમાજગત કરવા યત્નશીલ હતા. મુદ્દે પાતાના જીવનમાં અહિં સા અને સંયમ પૂરેપૂરાં વણ્યાં હતાં અને છતાંય તેમણે અહિંસા અને સંયમના અર્થ લખાવી પ્રવૃત્તિ દ્વારા વ્યાવહારિક લેકસેવાનાં ખીજ પણ નાખ્યાં. આ બાબતમાં જૈન પરંપરા બૌદ્ધ પરંપરા કરતાં કાંઈક પછાત રહી, અને તેમાં સોગબળે પ્રવૃત્તિનું પરિમિત તત્ત્વ દાખલ થયા છતાં નિવૃત્તિનું જ રાજ્ય મુખ્યપણે રહ્યું. મુદ્દે પેાતાના ધ્વન અને ઉપદેશ દ્વારા જે લોકસ’ગ્રહનાં ખીજો નાખ્યાં હતાં તે આગળ જતાં મહાયાનરૂપે વિકાસ પામ્યાં. મહાયાન એટલે ાના લૌકિક અને લત્તર કલ્યાણ માટે પોતાની જાતને ગાળી નાખવાની વૃત્તિ—ખીજી આજી આ મહાયાની ભાવનાનાં પ્રબળ મેાજાને લીધે કે સ્વતંત્રપણે પણ કાઈ સાંખ્યાનુયાયી દીદી વિચારકે વાસુદેવ ધર્મ, જે તે વખતે રીક ઠીક પ્રતિા પામ્યા હતા અને વિસ્તરતા જતા હતા તેને કેન્દ્રસ્થ બનાવી અત્યાર લગી ચાલ્યા આવતા પ્રત્તિ અને નિવૃત્તિના સધ પરંતું સમાધાન કરી એમ સ્થાપ્યું કે કાઈ પણ સમાજગામી ધર્મદુન્યવી નિવૃત્તિ ખાનિષ્ક્રિયતા ઉપર ટકી ન શકે. ધર્મ-વન વાસ્તે પણ પ્રવ્રુત્તિ અનિવાર્ય છે અને સાથે સાથે એણે એમ પણ સ્થાપ્યું કે કાઈ પણ પ્રવૃત્તિ સમાજને ત્યારે જ હિતાવહુ નીવડે જો તે વૈયક્તિક વાસનામૂલક ન હાઈ સ્વાર્થથી પર હાય.
નિવૃત્તિલક્ષી આચાર
અહિંસા અને બીજા તમ્મૂલક બધા આચારોની પહેલી ભૂમિકા નિવૃત્તિલક્ષી હોવાથી તેની વ્યાખ્યા પણ નિવૃત્તિલક્ષી જ હતી. જે કાળક્રમે બૌદ્ધ પરંપરા અને વાસુદેવ પર પરાને પ્રભાવે પ્રવૃત્તિલક્ષી તેમ જ લાકસંગ્રહપરાયણ અની. અહિંસાને અર્થે માત્ર અભાવાત્મક ન રહેતાં તેમાં વિધાયક પ્રવૃત્તિ બાજુ પણ ઉમેરાઈ. ચિત્તમાંથી રાગદ્રૂષ દૂર કર્યો પછી પણ જો તેમાં પ્રેમ જેવા ભાવાત્મક તત્ત્વને સ્થાન ન મળે તે તે ખાલી પડેલું ચિત્ત પાછું રાગદ્વેષનાં વાળાથી ઘેરાઈ જવાનું, એમ સિદ્ધ થયું. તે જ રીતે માત્ર મૈથુનવિરમણમાં બ્રહ્મચર્ય પૂર્ણ અર્થ ન મનાતાં તેને અર્થ વિસ્તર્યો અને એમ સિદ્ધ થયું કે બ્રહ્મમાં એટલે કે સર્વ ભૂતોમાં પાતાને અને પેતામાં સર્વ ભૂતોને માની આત્મૌપશ્નમૂલક પ્રવૃત્તિ કરવામાં રચ્યાપચ્યા રહેવું તે જ ખરું બ્રહ્મચર્ય. આ અર્થમાંથી મૈત્રી, કરુણા વગેરે ભાવનાઓના અર્થ પણ શ્રી. 'પૂર્ણાનંદજી તેમના છેલ્લા પુસ્તક ચિ૬િલાસમાં કરે છે તેમ વિસ્તર્યો અને તે બ્રહ્મવિહાર ગણાઈ. એ તે આવા ભાવાત્મક બ્રહ્મચર્યનું અંગ બની રહ્યું
r
મૈથુનવિરમણ્
Page #8
--------------------------------------------------------------------------
________________
અધ્ય,
[૧૭ જ્યારે નિવૃત્તિગામી વ્યાખ્યાઓ પ્રવૃત્તિ પર પણ થવા લાગી ત્યારે એ પ્રભાવથી જેન પરંપરા છેક જ અલિપ્ત તે રહી શકી નહિ, પણ તેમાં સાધુ સંસ્થાના બંધારણે અને બીજાં અનેક બળેએ એ ભાગ ભજવ્યું કે જૈન પરંપરાને વ્યવહાર મુખ્યપણે નિવૃત્તિગામી જ રહ્યો, અને શાસ્ત્રની વ્યાખ્યાઓ પણ લગભગ નિવૃત્તિ પિષક જ રહી. જો કે ઈતિહાસ સમાજને જુદી રીતે ઘડી રહ્યો હતો અને તે જૈન પરંપરાના વ્યવહારમાં તેમ જ શાસ્ત્રીય વ્યાખ્યાઓમાં ફેરફાર માગતા હતા, છતાં એ કામ આજલગી અધૂરું જ રહ્યું છે. સંસ્કારની અસર
- જ્યારે કોઈ વિચારક જનપરંપરાના આચાર-વિચારનું અનુસરણ કરે છે અને જૈન શાસ્ત્રોને અભ્યાસ કરે છે ત્યારે તેના મન ઉપર હજારે વર્ષ પહેલાં ઘડાયેલ એ નિવૃત્તિ પ્રેરક ધોરણ અને વ્યાખ્યાઓના સંસ્કાર
એટલા બધા સટ પડે છે કે તે તેને ભેદી ભાગ્યે જ વિચાર કરી શકે છે. સિદ્ધાંત એક જ હોય પણ તે સંજોગે પ્રમાણે કેવી રીતે અનેક મુખે કામ કરે છે એ તત્ત્વ સમજવું તે સ્થિતિમાં અધરું થઈ પડે છે.
ગાંધીજીને આધ્યાત્મિકતા સિદ્ધ કરવી છે. તેની ભૂમિકારૂપે તેમણે પિતાના જીવનમાં અહિંસા વગેરે તત્ત્વોને સ્થાન આપ્યું છે. પણ તેમનું દૃષ્ટિબિંદુ મહાયાનમાગ હોઈ તેઓ બીજાને સુખી જોયા સિવાય પિતાને સુખી માની શકતા નથી. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ મહાયાની અને તેમાં અહિં સાનું તત્વ ઉમેરાયું એટલે સ્વાભાવિક રીતે જ તેમનું જીવન જોકકલ્યાણ તરફ વળ્યું અને તેમની આધ્યાત્મિક શુદ્ધિની દષ્ટિએ તેમને અનાસક્ત કર્મંગ સૂઝાડ્યો. તેમનામાં મૂળથી જ અહિંસાના સંસ્કાર ઓતપ્રોત હતા એટલે તેમણે પિતાની અહિંસાને પ્રવૃત્તિનાં બધાં જ ક્ષેત્રોમાં વહેતી મૂકી. ગીતાના અનાસક્ત કમંગ પ્રમાણે જીવન ધડવા મંથન શરૂ કર્યું અને છતાંય તેમણે ગીતાના સશસ્ત્ર પ્રતિકારને ટાળવા ભગીરથ પ્રયત્ન પણ કર્યો.
ઉપરની ચર્ચા એટલું જાણવા માટે બસ થશે કે જૈન પરંપરા સામાજિક બની છતાં તેના ધમનું વલણ અહિંસાની પ્રાથમિક ભૂમિકારૂપ નિવૃત્તિલક્ષી જ રહ્યું છે. જ્યારે ગાંધીજીને અહિંસાધર્મ આત્મલક્ષી અને સમાજલક્ષી હેઈ તેમાં દુન્યવી નિવૃતિને આપ્રહ સંભવી જ શકતો નથી. સમાજના પ્રિય અને શ્રેય અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવી–એ વિશાળ ભાવના જ તેમને અનેક પ્રકારને પરસ્પર વિરોધી તેવાં વિધાને કરવા
Page #9
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન પ્રેરે છે, જે કે વસ્તુતઃ તે અવિરોધી જ ગણી શકાય. ગાંધીજીએ જૈન પરંપરાને માન્ય એવી નિવૃત્તિ પક્ષી દેખાતી અહિંસા અપનાવી છે ખરી, પણ તેમણે પિતાના સર્વ કલ્યાણકારી સામાજિક ધ્યેયની સિદ્ધિ અર્થે તે અહિંસાના અર્થને એટલે બધે વિસ્તાર કર્યો છે કે આજની સ્થિતિમાં ગાંધીજીને અહિંસા ધર્મ એ એક પિતાનો જ અહિંસા ધર્મ બની ગયો છે. એ જ રીતે આ દેશ અને પરદેશની અનેક અહિંસાવિષયક માન્યતાઓને તેમણે પિતાના લક્ષની સિદ્ધિને અનુકૂળ થાય એવી રીતે જીવનમાં વણી છે અને તે જ તેમને સ્વતંત્ર ધર્મ બની તેમની અનેકમુખી પ્રવૃત્તિઓનાં દ્વાર ખુલેલાં કરે છે. આ દષ્ટિએ વિચારતાં એમ કહેવું જ પડે કે ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ એના મૂળ અર્થ કે પારિભાષિક અર્થમાં નથી જ. એ રીતે એમ પણ કહી શકાય કે તેમના જીવનમાં બૌદ્ધ કે બીજા કોઈ ધર્મો તેના સાંપ્રદાયિક અર્થમાં નથી જ અને છતાં તેમના જીવનમાં જે જાતનો ધર્મ સક્રિયપણે કામ કરી રહ્યા છે તેમાં બધા જ સાંપ્રદાયિક ધર્મોને યોગ્ય રીતે સમન્વય છે. મહાન આમા
ગાંધીજી આપણું જેવા જ એક માણસ છે. પણ તેમને આત્મા મહાન કહેવાય છે અને વસ્તુત: મહાન સિદ્ધ થયે છે; અહિંસા ધર્મના લેકાબુથકારી વિકાસને લીધે જ.
ગાંધીજીને એક વાટકી ઉટવાના કામથી માંડી મોટામાં મોટી સલ્તનત સામે ઝુંબેશ ઉઠાવવાની પ્રવૃત્તિ કરવી પડી ન હેત અથવા તે એ પ્રકૃતિમાં અહિંસા, સંયમ અને તપને વિનિયોગ કરવાની સૂઝ પ્રકટી ન હોત તે તેમને અહિંસાધર્મ કદાચ પેલી નિર્માસ ભજનની પ્રતિજ્ઞા જેવી મર્યાદાઓના અક્ષરસઃ પાલનની બહાર ભાગ્યે જ આવ્યો હોત. એ જ રીતે ધારે કે કઈ સમર્થતમ જૈન ત્યાગી હોય અને તેના હાથમાં સમાજની સુવ્યવસ્થા સાચવવા અને વધારવાનાં સૂત્રો સોંપાય, તેથી આગળ વધીને કહીએ તે તેને ધર્મપ્રધાન રાજતંત્ર ચલાવવાની સત્તાના સૂત્રો સોંપવામાં આવે તે તે પ્રામાણિક જૈન ત્યાગી શું કરે? જે ખરેખર એ વારસામાં મળેલ જૈન અહિંસાને વિકાસ કર્યા સિવાય કાંઈ જવાબદારીઓ લેવા ઈચ્છે છે તે નિષ્ફળ જ નીવડે. કાં તે તેણે એમ કહેવું રહ્યું કે મારાથી સમાજ અને રાજ્યની તંત્ર સુધારણામાં ભાગ લઈ ન શકાય; અને જે તે પ્રતિભાશાળી તેમ જ ક્રિયાશીલ હોય છે તે બધાં સંપાયેલાં સૂત્રે હાથમાં લઈ તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. આ પ્રયત્નનું પરિણામ એક જ આવી શકે
Page #10
--------------------------------------------------------------------------
________________ અર્થ", [19 અને તે એ કે જૈનપરંપરાના એક માત્ર નિવૃત્તિ પ્રધાન સંસ્કારોને બદલી તે અહિંસાની એવી વ્યાખ્યા કરે, સર્વ વિકસાવે કે જેથી તેમાં ગમે તેટલું સમાજલક્ષી અને વ્યાવહારિક પરિવર્તન છતાં અહિંસાનો મૂળ આત્મા જે વાસનાઓનો ત્યાગ અને સદ્ગણોનો વિકાસ તે સુરક્ષિત રહી શકે. ગાંધીજીને ધર્મ નવીન છે. જે કોઈ પણ સાધક માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્યનવા ઊભા થતા કોયડાઓને ઉકેલ ધાર્મિક દૃષ્ટિથી કરવા ઇચ્છે છે તે સહેલાઈથી ગાંધીજીના જીવનધર્મની દિશા જાણી શકે. તેથી જ હું માનું છું, કે ગાંધીજીને જીવનધર્મ જીવંત અને નવીન છે. નવીન એટલે તે જૂના ઉપર અભૂતપૂર્વ મહેલ છે. એ જ કાગળ, એ જ પીંછી અને એ જ રંગ છતાં તે અદષ્ટપૂર્વ ચિત્ર છે. સારેગમનાં એ જ સ્વરોનું અભૂતપૂર્વ સંગીત છે. અંગે કે અવયવ એ જ છતાં એ અપૂર્વ તાંડવ અને અલૌકિક નૃત્ય છે; કારણ કે ગાંધીજીની દૃષ્ટિમાં આ લોક અને પરલોક વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. તેમને મનુષ્ય જીવનરૂપ કે બળતી મિથિલાની અંદર જ રહી તેની આગ શિમાવવાના પ્રયત્નમાં જ પારલૌકિક નરયંત્રણ નિવારવાને સંતોષ છે, અને માનવજીવનમાં જ સ્વર્ગ કે મેક્ષની શક્યતા સિદ્ધ કરવાની તાલાવેલી છે.