SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય, [૧૭ જ્યારે નિવૃત્તિગામી વ્યાખ્યાઓ પ્રવૃત્તિ પર પણ થવા લાગી ત્યારે એ પ્રભાવથી જેન પરંપરા છેક જ અલિપ્ત તે રહી શકી નહિ, પણ તેમાં સાધુ સંસ્થાના બંધારણે અને બીજાં અનેક બળેએ એ ભાગ ભજવ્યું કે જૈન પરંપરાને વ્યવહાર મુખ્યપણે નિવૃત્તિગામી જ રહ્યો, અને શાસ્ત્રની વ્યાખ્યાઓ પણ લગભગ નિવૃત્તિ પિષક જ રહી. જો કે ઈતિહાસ સમાજને જુદી રીતે ઘડી રહ્યો હતો અને તે જૈન પરંપરાના વ્યવહારમાં તેમ જ શાસ્ત્રીય વ્યાખ્યાઓમાં ફેરફાર માગતા હતા, છતાં એ કામ આજલગી અધૂરું જ રહ્યું છે. સંસ્કારની અસર - જ્યારે કોઈ વિચારક જનપરંપરાના આચાર-વિચારનું અનુસરણ કરે છે અને જૈન શાસ્ત્રોને અભ્યાસ કરે છે ત્યારે તેના મન ઉપર હજારે વર્ષ પહેલાં ઘડાયેલ એ નિવૃત્તિ પ્રેરક ધોરણ અને વ્યાખ્યાઓના સંસ્કાર એટલા બધા સટ પડે છે કે તે તેને ભેદી ભાગ્યે જ વિચાર કરી શકે છે. સિદ્ધાંત એક જ હોય પણ તે સંજોગે પ્રમાણે કેવી રીતે અનેક મુખે કામ કરે છે એ તત્ત્વ સમજવું તે સ્થિતિમાં અધરું થઈ પડે છે. ગાંધીજીને આધ્યાત્મિકતા સિદ્ધ કરવી છે. તેની ભૂમિકારૂપે તેમણે પિતાના જીવનમાં અહિંસા વગેરે તત્ત્વોને સ્થાન આપ્યું છે. પણ તેમનું દૃષ્ટિબિંદુ મહાયાનમાગ હોઈ તેઓ બીજાને સુખી જોયા સિવાય પિતાને સુખી માની શકતા નથી. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ મહાયાની અને તેમાં અહિં સાનું તત્વ ઉમેરાયું એટલે સ્વાભાવિક રીતે જ તેમનું જીવન જોકકલ્યાણ તરફ વળ્યું અને તેમની આધ્યાત્મિક શુદ્ધિની દષ્ટિએ તેમને અનાસક્ત કર્મંગ સૂઝાડ્યો. તેમનામાં મૂળથી જ અહિંસાના સંસ્કાર ઓતપ્રોત હતા એટલે તેમણે પિતાની અહિંસાને પ્રવૃત્તિનાં બધાં જ ક્ષેત્રોમાં વહેતી મૂકી. ગીતાના અનાસક્ત કમંગ પ્રમાણે જીવન ધડવા મંથન શરૂ કર્યું અને છતાંય તેમણે ગીતાના સશસ્ત્ર પ્રતિકારને ટાળવા ભગીરથ પ્રયત્ન પણ કર્યો. ઉપરની ચર્ચા એટલું જાણવા માટે બસ થશે કે જૈન પરંપરા સામાજિક બની છતાં તેના ધમનું વલણ અહિંસાની પ્રાથમિક ભૂમિકારૂપ નિવૃત્તિલક્ષી જ રહ્યું છે. જ્યારે ગાંધીજીને અહિંસાધર્મ આત્મલક્ષી અને સમાજલક્ષી હેઈ તેમાં દુન્યવી નિવૃતિને આપ્રહ સંભવી જ શકતો નથી. સમાજના પ્રિય અને શ્રેય અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવી–એ વિશાળ ભાવના જ તેમને અનેક પ્રકારને પરસ્પર વિરોધી તેવાં વિધાને કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249275
Book TitleGandhijino Jivan Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size177 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy