________________ અર્થ", [19 અને તે એ કે જૈનપરંપરાના એક માત્ર નિવૃત્તિ પ્રધાન સંસ્કારોને બદલી તે અહિંસાની એવી વ્યાખ્યા કરે, સર્વ વિકસાવે કે જેથી તેમાં ગમે તેટલું સમાજલક્ષી અને વ્યાવહારિક પરિવર્તન છતાં અહિંસાનો મૂળ આત્મા જે વાસનાઓનો ત્યાગ અને સદ્ગણોનો વિકાસ તે સુરક્ષિત રહી શકે. ગાંધીજીને ધર્મ નવીન છે. જે કોઈ પણ સાધક માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્યનવા ઊભા થતા કોયડાઓને ઉકેલ ધાર્મિક દૃષ્ટિથી કરવા ઇચ્છે છે તે સહેલાઈથી ગાંધીજીના જીવનધર્મની દિશા જાણી શકે. તેથી જ હું માનું છું, કે ગાંધીજીને જીવનધર્મ જીવંત અને નવીન છે. નવીન એટલે તે જૂના ઉપર અભૂતપૂર્વ મહેલ છે. એ જ કાગળ, એ જ પીંછી અને એ જ રંગ છતાં તે અદષ્ટપૂર્વ ચિત્ર છે. સારેગમનાં એ જ સ્વરોનું અભૂતપૂર્વ સંગીત છે. અંગે કે અવયવ એ જ છતાં એ અપૂર્વ તાંડવ અને અલૌકિક નૃત્ય છે; કારણ કે ગાંધીજીની દૃષ્ટિમાં આ લોક અને પરલોક વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. તેમને મનુષ્ય જીવનરૂપ કે બળતી મિથિલાની અંદર જ રહી તેની આગ શિમાવવાના પ્રયત્નમાં જ પારલૌકિક નરયંત્રણ નિવારવાને સંતોષ છે, અને માનવજીવનમાં જ સ્વર્ગ કે મેક્ષની શક્યતા સિદ્ધ કરવાની તાલાવેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org