SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન બહાર અન્ય ધર્મોને અવલંબી ખાસ ચર્ચા કરી ન શકું. હું પિતે સ્વતંત્ર દૃષ્ટિથી એમ મક્કમપણે માનું છું કે ગાંધીજીના જીવનમાં ઊગેલે, વિકસેલ. અને પેલે ધર્મ એ કેઈ આ કે તે સંપ્રદાયને ધર્મ નથી. પણ તે બધા સંપ્રદાયોથી પર અને છતાં બધા જ તાવિક ધર્મોના સારરૂપ છે કે જે તેમના પિતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે. ગાંધીજીનો ધર્મ કેઈ એક સંપ્રદાયમાં સમાતું નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાયે સમાઈ જાય છે, આ વિધાનને મધુકર દષ્ટાંતથી વધારે સારી રીતે સમજાવી શકાય. આંબલી અને આંબા, બાવળ અને લીંબડ, ગુલાબ અને ચંપ જેવા એક બીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળાં પુષ્પ અને પત્ર ઉત્પન્ન કરનાર ક્ષે જ્યાં હોય ત્યાં ભ્રમર એ બધાંમાંથી જુદો જુદો રસ ખેંચી એક મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતા મધુરસમાં તે દરેક જાતનાં વૃક્ષના રસનો ભાગ છે પણ તે મધ નથી હોતું. આંબલીની પેઠે ખાટું કે આંબાની પેઠે ખાટું તૂરું. તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અગર તે ચંપાના રંગ કે સ્વાદવાળું. મધ એ ત્યાં રહેલી વૃક્ષ-વનસ્પતિની સામગ્રીમાંથી નિષ્પન્ન ભલે થયું હોય પણ તેમાં મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિને ખાસ હાથ હોય છે. મધુકર ન હોય અને બીજા કોઈ યંત્રથી કે બીજી રીતે તેમાંથી રસ ખેંચે તે તે બીજું ગમે તે હશે, છતાં તે મધુર તે નહિ જ હેય. જો કે એ મધ વિવિધ વૃક્ષ-વનસ્પતિઓના રસમાંથી તૈયાર થયેલું છે છતાં મધની મીઠાશ કે તેનું પથ્યપષક તત્ત્વ એ એકે વનસ્પતિમાં નથી. વિવિધ વનસ્પતિ-રસ ઉપર મધુકરની પાચક-શક્તિઓ અને ક્રિયાશીલતાએ જે અસર ઉપજાવી તે જ મધુરૂપે એક અખંડ સ્વતંત્ર વસ્તુ બની છે. તે જ રીતે ગાંધીજીના જીવન વહેણમાં જુદા જુદા ધર્મોતે ભલે આવીને મળ્યા હોય, પણ તે બધા સ્ત્રોતો પિતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મ સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણ કે ગાંધીજીએ તે તે ધર્મનાં તો પિતાના જીવનમાં ઉધાર લીધેલાં નથી કે આગંતુક તરીકે ગોઠવ્યાં નથી. પણ એમણે એ તને પિતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. ગાંધીજી વેદને માનશે પણ વેદાનુસારી ય નહિ કરે. તેઓ ગીતાને સાથ નહિ છોડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249275
Book TitleGandhijino Jivan Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size177 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy