Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ પરીક્ષા વગેરે ગ્રન્થો ૩૧. મુક્તિ : ઉપર મુજબ ૩૨. સજ્જનસ્તુતિઃ મૌલિક. વિવિધ વિષયોનો વિસ્તાર ધરાવતા આ વિશાલ ગ્રન્થની પ્રથમ આઠ બત્રીશીઓનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ આઠ બત્રીશીઓના ભાવાનુવાદનું લખાણ મેં વર્ષો પૂર્વે કરેલું. પણ આટલે સુધી પહોંચવામાં ચાર પાંચ સ્થાનો એવા આવ્યાં કે જેની પંક્તિ સંતોષપ્રદ રીતે બેસતી નહોતી. ને આ જ કારણસર આગળ લખવાનો ઉત્સાહ મોળો પડી ગયો, કામ ખોરંભે પડ્યું. પણ આ જે લખાણ તૈયાર થયેલું એને વાંચનારા અનેક મહાત્માઓનું વારંવાર સૂચન આવ્યું કે આટલું તો પ્રકાશિત કરાવી જ ઘો. એટલે ફરીથી કામ હાથ પર લીધું. પેલા દુર્ગમસ્થાનો પર પુનઃ અનેકશઃ વિચાર કર્યો. બીજા પણ અનેક વિદ્વાનોને એ સ્થાનો પૂછાવ્યા. એ અનેક વિદ્વાનોના અભિપ્રાયો, ને મારી વિચારણા... બધું અનુસંધાન કરી જે અર્થ મને જેવો ઉચિત લાગ્યો છે એ પ્રમાણે આ પુસ્તકમાં લીધો છે. સંભવ છે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના અર્થગંભીર અભિપ્રાયને હું ન પણ પકડી શક્યો હોઉં કે ઓછો વત્તો પકડી શક્યો હોઉં કે ક્યાંક તો ભિન્ન અભિપ્રાય જ પકડડ્યો હોય. આમાંનું જે કાંઇ અનુચિત થયું હોય તેના હાર્દિક મિચ્છામિ દુક્કડમ્ પૂર્વક સહકાર આપનાર એ વિદ્વાનોનો હાર્દિક આભાર.. પૂર્વે જે લખાણ કરેલું તે સંપૂર્ણ લખાણને સંયમલક્ષી નિત્યએકાસણ તપોયુક્ત પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજય જગચ્ચન્દ્રસૂ. મ. સાહેબે સાદ્યન્ત તપાસી આપ્યું છે ને અનેક બહુમૂલ્ય સૂચનો જણાવ્યા છે જે ક્યારેય નહીં વિસરાય. પાછળથી જે થોડું લખાણ ઉમેર્યું છે તેને પૂજ્યપાદ ગચ્છાધિપતિ સિદ્ધાન્ત દિવાકર આ. ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂ. મ. સાહેબે જોઇ આપવા કૃપા કરી છે. તેઓ શ્રીમદ્ભા તો અનેક ઉપકારો સદેવ સ્મરણીય સિદ્ધાન્ત મહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત, બ્રહ્મચર્યમૂર્તિ સ્વ. પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજા; વર્ધમાનતપોનિધિ, હજારો યુવાનોને જ્ઞાન-ક્રિયામય ધર્મમાર્ગે જોડનાર અભિનવ પ્રયોગ-શિબિરના આદ્ય પ્રેરણા-વાચના દાતા, મને જ્ઞાન-સંયમાદિ દાતા સ્વ. પુજ્યપાદ ભવનભાનુરીશ્વરજી મહારાજા: સહજાનંદી, અધ્યાત્મરસિક, કર્યસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂજ્યપાદ ધર્મજિતસૂરીશ્વરજી મહારાજા; શ્રી સૂરિમ7 પંચ પ્રસ્થાનની પાંચવાર આરાધના કરનાર પ્રભુ ભક્તિરસિક પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજા... અનેક ગુણગણ સમૃદ્ધ આ સુવિદિત ગીતાર્થ ગુરુઓની પરંપરા મને પ્રાપ્ત થઇ છે એ મારું પરમ સૌભાગ્ય છે. આ પૂજ્યોની સતત વરસી રહેલી કૃપાદૃષ્ટિ જ મારી શક્તિ અને કલ્પના બહારનું પણ આવું સાહિત્ય સર્જન કરાવે છે. સહવર્તી મહાત્માઓનો અનેકવિધ સહકાર તો ક્યારેય ભૂલાય એવો નથી. આ ભાવાનુવાદમાં છબસ્થતા, અનાભોગ, પ્રમાદ વગેરેના કારણે, પરમ પવિત્ર શ્રીજિનાજ્ઞાને પ્રતિકૂળ જે કાંઇ પ્રસ્તુત થયું હોય એ બદલ મિચ્છામિ દુક્કડમ્ દેવા પૂર્વક મધ્યસ્થ બહુશ્રુત વિદ્વાનોને એનું સંશોધન કરવા અને મને જણાવવા વિનમ્રભાવે વિનંતી કરું છું. તથા ઉપાધ્યાયજી મહારાજની આ અદ્ભુત કૃતિનાં રહસ્યો પામવા માટે જિજ્ઞાસુઓ આ ભાવાનુવાદનો સહારો લઇ મારા પ્રયાસને સાર્થક કરો એવી પ્રાર્થના સાથે વિરમું છું. અનંત સિદ્ધઆત્માઓની સાધનાભૂમિ, ૧ અભયશેખર વિજય ગણી પાલીતાણા. વિ. સં. ૨૦૫૦

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252