Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 2
________________ પ્રથમવૃત્તિનું નિવેદનો આ નાની પુસ્તિકામાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભાવનાબોઘમાં આવેલી બાર ભાવનાઓનો સંપૂર્ણ સંગ્રહ છે. આ બાર ભાવનાઓ વૈરાગ્યની માતા છે. ભવ, તન અને ભોગોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવનાર હોવાથી આત્માને અત્યંત ઉપયોગી છે. - સૌથી પ્રથમ જીવને ઉપદેશબોઘની અર્થાત વૈરાગ્ય ઉપશમની ઘણી જરૂર છે. તે આવ્યા વિના જીવમાં સાચો અંતરત્યાગ આવી શકે નહીં. અને અંતરથી સાંસારિક પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટે નહીં તો આત્મજ્ઞાન પણ થાય નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે કે | ‘ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન”. આત્મજ્ઞાન વિના સર્વ ક્લેશ અને દુઃખથી મુક્ત થવાય નહીં. માટે આ બાર ભાવનાઓનું વારંવાર અનુપ્રેક્ષણ કરવાની મહાપુરુષોની આજ્ઞા છે. તેથી આ બાર ભાવનાઓની દ્રષ્ટાંતકથાઓનો ભાવ સરળતાથી સમજાય તે માટે તે તે ભાવોને દર્શાવનાર રંગીન ચિત્રો અત્રે મૂકવામાં આવેલ છે. - તે પ્રમાણે “મોક્ષમાળા' ગ્રંથમાં આવતી દ્રષ્ટાંતકથાઓ પણ રંગીન ચિત્રો સાથે અત્રે મૂકવામાં આવી છે. જેથી તેનો ભાવ પણ સ્પષ્ટતાથી સમજાઈ હૃદયમાં તેનું ચિત્ર દોરાઈ જાય. સર્વ મુમુક્ષુઓને આ વૈરાગ્યપ્રેરક પુસ્તિકા સંસાર પ્રત્યે વિરક્તભાવ લાવવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. – આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન, અગાસ આશ્રમ અનુક્રમણિકા ............. ભાવનાબોઘમાંથી– પૃષ્ઠ મોક્ષમાળામાંથી– અનિત્યભાવના (ભિખારીનો ખેદ)...૧ બાહુબળ... અશરણભાવના (અનાથી મુનિ).......૪ કામદેવ શ્રાવક........... એકત્વભાવના (નમિરાજર્ષિ)...........૮ સત્ય (વસુરાજા)............................ અન્યત્વભાવના (ચક્રવર્તી ભરતેશ્વર)૧૪ પરિગ્રહને સંકોચવો (સુભમ ચક્રવર્તી).....૪૨ અશુચિભાવના (સનકુમાર).........૧૯ સર્વ જીવની રક્ષા ભાગ-૧ .............૪૪ નિવૃત્તિબોધ (મૃગાપુત્ર)................૨૨ સર્વ જીવની રક્ષા ભાગ-૨.... ...........૪૬ આસ્રવભાવના (કુંડરિક)............૨૯ (અભયકુમાર) સંવરભાવના (પુંડરિક, વજસ્વામી) ૩૦ વિનયવડે તત્ત્વની સિદ્ધિ છે (શ્રેણિક રાજા) ૪૮ નિર્જરાભાવના (દ્રઢ પ્રહારી)..........૩૩ સુદર્શન શેઠ.... લોકસ્વરૂપભાવના .... ..............૩૪ અનુપમ ક્ષમા (ગજસુકુમાર)............... બોઘદુર્લભભાવના ... ........૩૬ કપિલમુનિ ભાગ-૧-૨-૩........................૫૪ ઘર્મદુર્લભભાવના ..... ...........૩૬ મોક્ષસુખ (એક ભદ્રિક ભીલ).............૫૮ પ૨.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 67