Book Title: Dravya Kshetra Kal Anubhagadithi thati Atma par Asar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ = પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૦૩ બંધમાં એક જ કારણ હોય તો બાંધનારા સર્વે એકસરખી જ રીતે અનુભવે, પરંતુ તેમ નથી. એક જ સ્થિતિસ્થાન જૂદા જુદા જ દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જે અનુભવે છે, તે જૂદા જૂદા કષાદયરૂપ ભિન્ન ભિન્ન કારણેને જ આભારી છે અને તે કષાયોદયરૂપ પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણેની અપેક્ષા રાખે છે. આ ઉપરથી એમ બબર કહી શકાય કે-જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંગસામગ્રી-નિમિત્ત પ્રાપ્ત હોય, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી દ્રવ્યાદિ સામગ્રી અનુસાર તીવ્ર કે મંદ રસવર્ડ સ્થિતિબંધ અનુભવે છે. કાર્ય તેમજ કારણે બન્નેય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે, કારણ કે-કમને ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવઆ પાંચની અપેક્ષાએ છે. સુખ-દુઃખના કારણભૂત પુન્ય – પાપાત્મક કર્મ પણ દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. સંસારના સર્વ કાર્યોમાં અનુભાગરસરૂપ કષાય એક કે બીજી રીતે જોડાયેલા જ રહે છે. રાગદ્વેષ વગર સંસારનાં કાર્યો બનતાં નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. આ જ બાબત ત્યાગી જીવનમાં પણ લાગુ પડી શકે. અત્ર કષાય શબ્દની વ્યાખ્યા બંનેય (સ્થૂલ અને સૂક્ષ્મ) રીતે સમજવાની છે. સૂમની ગણત્રી સંજ્વલન કષાયમાં અને તેથી પૂર્વ પૂર્વમાં અનુક્રમે સ્કૂલ, સ્થૂલતર અને સ્કૂલતમ માની શકાય. સૂમ દષ્ટિએ-તાત્વિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4