Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૦૧
દ્રવ્ય-ક્ષેત્ર–કાળ–અનુભાગાદિથી થતી
આત્મા પર અસર આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–અનુભાગાદિ અનેક કારની અસર થાય છે, જેને લઈ અધ્યવસાયની ભિન્નતા થાય છે. કમને એક સ્થિતિબંધ થવામાં અસંખ્ય અધ્યવસાયના સ્થાને હોય છે. તે દરેક અધ્યવસાયે કઈ પણ
જીવે તે સમયે તે જ સ્થિતિ બાંધી શકે છે. એ રીતે ઘણા જીએ એકસરખી સ્થિતિ બાંધવા છતાં, તે સઘળાં જેવો એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં તથા એક જ પ્રકારના સર સયોગેમાં અનુભવતાં નથી, પરંતુ ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંગેમાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિવડે (રસવડે) થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. એ રીતે ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણે ભિન્ન ભિન્ન અધ્યવસાય થવામાં કારણ છે. ક્ષેત્રાદિ તથા મેહનીયના સ્થાનકે અસંખ્ય હેવાથી અધ્યવસાય પણ અસંખ્ય હોય છે.
આ અસંખ્ય અધ્યવસાવડે એકસરખી જ સ્થિતિ બંધાયા છતાં એકસરખા સંગમાં અનુભવાતી નથી. કોઈ પણ એક સ્થિતિબંધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હોય, તે તે સ્થિતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે, તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા જીવોએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. કમની એક સ્થિતિ બાંધનાર અનેક જીવમાંથી એક જીવ જે
Page #2
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૦૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલય સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે છે, તેમ બીજે જીવ તે જ સ્થિતિને બીજા ક્ષેત્ર કે બીજા કાળમાં અનુભવે છે. આ કારણથી એક જ સ્થિતિબંધ થવામાં અનેક અધ્યવસારૂપ અનેક કારણે છે. તે અનેક કારણવડે સ્થિતિબંધ એક જીવને એક સમયે એકસરખો જ થાય છે. માત્ર તેમાં ભિન્ન ભિન્ન સંગેમાં અનુભવવારૂપ તેમજ અનેક કારણેવડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે. તાત્પર્ય એ કે-ઘણું જીવેએ સમાન સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામની તરતમતાથી અનુભવકાળ જુદે જુદે દેખાય છે અને તે પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણની અપેક્ષા રાખે છે. વિશેષ સમજ ખાતર ફરી વિચારીએ કે-એકએક સ્થિતિસ્થાનકના બંધમાં હેતુભૂત નાના જવાની અપેક્ષાએ અસંખ્યાત કાકાશ પ્રદેશપ્રમાણ કષાયોદયના સ્થાને હોય છે, એટલે કે-સ્થિતિ સરખી જ બાંધે છે, છતાં કષાદ ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન કષાયદયરૂપ કારણેવડે એક જ સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય થાય છે. કારણે અનેક છતાં સામાન્યતઃ એક સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય જે કે એક જ થાય છે, છતાં જે સ્થિતિસ્થાન બંધાય છે તે એકસરખી જ રીતે ભગવાય-અનુભવાય તેવું બંધાતું નથી; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિ અનેક જાતિની વિચિત્રતાયુક્ત બંધાય છે. ભિન્ન ભિન્ન દ્રારૂપ નિમિત્તવડે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન કાળમાં અને જૂદા જૂદા ભમાં જે એક જ સ્થિતિસ્થાન અનુભવાય છે. તે જે તેના બંધમાં અનેક કષાયદયરૂપ કારણે ન હોય તે ન અનુભવાય.
www.
Page #3
--------------------------------------------------------------------------
________________
=
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૦૩ બંધમાં એક જ કારણ હોય તો બાંધનારા સર્વે એકસરખી જ રીતે અનુભવે, પરંતુ તેમ નથી. એક જ સ્થિતિસ્થાન જૂદા જુદા જ દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જે અનુભવે છે, તે જૂદા જૂદા કષાદયરૂપ ભિન્ન ભિન્ન કારણેને જ આભારી છે અને તે કષાયોદયરૂપ પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણેની અપેક્ષા રાખે છે.
આ ઉપરથી એમ બબર કહી શકાય કે-જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંગસામગ્રી-નિમિત્ત પ્રાપ્ત હોય, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી દ્રવ્યાદિ સામગ્રી અનુસાર તીવ્ર કે મંદ રસવર્ડ સ્થિતિબંધ અનુભવે છે. કાર્ય તેમજ કારણે બન્નેય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે, કારણ કે-કમને ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવઆ પાંચની અપેક્ષાએ છે. સુખ-દુઃખના કારણભૂત પુન્ય – પાપાત્મક કર્મ પણ દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. સંસારના સર્વ કાર્યોમાં અનુભાગરસરૂપ કષાય એક કે બીજી રીતે જોડાયેલા જ રહે છે. રાગદ્વેષ વગર સંસારનાં કાર્યો બનતાં નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. આ જ બાબત ત્યાગી જીવનમાં પણ લાગુ પડી શકે.
અત્ર કષાય શબ્દની વ્યાખ્યા બંનેય (સ્થૂલ અને સૂક્ષ્મ) રીતે સમજવાની છે. સૂમની ગણત્રી સંજ્વલન કષાયમાં અને તેથી પૂર્વ પૂર્વમાં અનુક્રમે સ્કૂલ, સ્થૂલતર અને સ્કૂલતમ માની શકાય. સૂમ દષ્ટિએ-તાત્વિક
Page #4
--------------------------------------------------------------------------
________________ S 104] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા દષ્ટિએ વિચારવામાં આવે તે જીવને ક્ષણે ક્ષણે કષાય જાગૃત છે. આત્મા પિતાના કર્માનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રીને પામવા છતાં તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિને અમુક અંશે સ્વાત્માનુકૂળ કરે કે પ્રતિકૂળ કરે તે પિતાના હાથમાં છે. વિચારક આત્મા ધારે તે તેને (દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીને) સ્વાત્માનું હિત થાય તે કરી શકે છે અને એ કારણે પિતાને જે રીતે આત્મવિકાસ થાય, આત્મસ્થિરતા થાય, તથા પ્રકારને માર્ગ શેાધવા લલચાય એ સહજ છે, કે જેથી આત્મવિકાસનું જે મુખ્ય કારણ અધ્યવસાયની શુદ્ધતા રહેવાને હેતુ બન્યા રહે અને તેથી કર્મને અનુભાગ-રસ થવામાં ચિકાશ ન થાય. ધ્યાનમાં રાખવું કે–સ્થિતિબંધ એકસરખી જ રીતે ભેગવાય તે થાય, છતાં રસબંધ એકસરખી જ રીતે ભેગવાય તે થતું નથી. વેશ્યાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્તવડે જૂદી જૂદી રીતે ભેગવાય તે પણ રસબંધ થાય, તેથી સ્થિતિ એકસરખી બાંધવા છતાં રસ છેવો બંધાય છે અને તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી પ્રમાણે અનુભવાય છે. સ્થિતિ પણ રસાધીન હોવાથી રસના નાશથી સ્થિતિને નાશ અવશ્ય થાય છે. કર્મબંધના કારણભૂત અધ્યવસાય સ્થાનકે દ્રવ્યાદિ પાંચમાના કેઈ પણ કારણથી ઉત્પન્ન થતાં, ક્ષયપશમની માફક વિચિત્ર હોવાથી સ્થિતિરસને ઉપક્રમ (ઘટાડો) કરી શકે છે અને તેમ છતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામવા લાયક બની શકે છે. (પંચસંગ્રહની સંકલન)