________________
આવશે. આ ઉપરાંત પ્રાથમિક સારવાર માટે જરૂરી ચીજો જેમ કે ઓક્સિજન, ડ્રીપ ચડાવવાની વ્યવસ્થા, પ્રાથમિક દવાઓ અને ઈન્જકશનો, વ્હીલચેર તથા સ્ટ્રેચરની પણ સુવિધાઓ હશે. સંસ્થા સાથે સંલગ્ન દાક્તરો અને વીઝીટીંગ દાક્તરોના સહકાર માટે પ્રયાસ કરવામાં આવશે.
તા. ૧૪-૨-૨૦૧૧ ના દિવસે મેડિકલ સેન્ટરનું ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) મુખ્ય દાતા આદ.શ્રી અજયભાઈ નવીનભાઈ શાહ તથા તેમના ધર્મપત્ની આદ.શ્રી મનિષાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું, આપણી સંસ્થાને સમર્પિત આદ. મુમુક્ષુવર્ય શ્રી નવીનભાઈ શાહ તરફથી મળેલો ધર્મનો વારસો તેમના સુપુત્ર શ્રી અજયભાઈએ જાળવી રાખ્યો છે. સમાજસેવાના આ કાર્યમાં સુંદર આર્થિક સહયોગ આપવા બદલ સંસ્થા તરફથી આદ શ્રી અજયભાઈ તથા આદ. શ્રી મનિષાબેનને સાભાર ધન્યવાદ પાઠવવામાં આવે છે.
અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિપૂર્વક ભૂમિપૂજન સંપન્ન થયું. વિવિધ મંત્રોચ્ચાર તથા નવગ્રહ શાંતિના અર્ધ વચ્ચે પવિત્ર વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે પૂજ્યશ્રી આત્માનંદજીએ જણાવ્યું હતું કે સંસ્થાના નામ પ્રમાણે સાધના એ મુખ્ય લક્ષ છે, સાથે સાથે સમાજસેવા એ ગૌણ લક્ષ છે. સંસ્થા દ્વારા છાશ વિતરણ, કપડા વિતરણ, મેડિકલ કેમ્પ વગેરેના આયોજન દ્વારા સમાજનો ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. જરૂરતમંદોને નિઃશુલ્ક મેડિકલ સેવાઓ મળી રહે, તેમને દૂર ન જવું પડે તે માટે આ મેડિકલ સેન્ટર શરૂ કરીએ છીએ. મહાપુરુષોની કૃપા અને આપ સૌના સહયોગથી નિર્વિને કાર્ય પૂર્ણ થાય તેવી શુભ ભાવના.
- પૂજ્ય બહેનશ્રી ડો. શર્મિષ્ઠાબહેન સોનેજીએ જણાવ્યું હતું કે આદ શ્રી અજયભાઈ અને આદ.શ્રી મનિષાબેને મેડિકલ સેન્ટર માટે સુંદર આર્થિક સહયોગ આપીને આદ શ્રી નવીનભાઈ શાહ તથા આદ શ્રી ઊર્મિલાબેનનો સુસંસ્કારોનો વારસો જાળવી રાખ્યો છે. આદ શ્રી નવીનભાઈના કુટુંબ દ્વારા સત્કાર્યો થતાં રહે અને ધર્મમાર્ગે આગળ વધતાં રહે તેવી શુભેચ્છાઓ.
આદ. વિર્ય શ્રી મણિભાઈ શાહે જણાવ્યું કે પૂજયશ્રીની જન્મકુંડળીમાં બારમા ભાવે કેતુ છે, જે મોક્ષ તરફ લઈ જાય. પૂજયશ્રી સાધના કરીને ભાવિમાં પૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરે તેવી શુભ ભાવના.
સંસ્થાની કાર્યવાહક સમિતિના પ્રમુખ આદ.શ્રી પ્રકાશભાઈ એચ. શાહે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે જરૂરતમંદોને નિઃશુલ્ક મેડિકલ સેવાઓ પૂરી પાડી શકાય તે હેતુથી મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવે છે. આ સેન્ટર માટે જેઓએ ખુબ પ્રેમભાવથી આર્થિક સહયોગ આપ્યો છે તેમનો ખુબ આભાર માનું છું.
આ કેન્દ્રના બાંધકામ, મેડિકલ ઇક્વીપમેન્ટ, દવાઓ ઉપરાંત તેના નિભાવખર્ચમાં સ્વનિર્ભર બની શકે તે માટે કોર્પસનું આયોજન કરવાની ભાવના છે. આ માટે રૂા. ૧૦૦૦ ની એક એવી પાંતી નક્કી કરવામાં આવી છે. વિશેષ માહિતી મેળવવા માટેના સંપર્ક સૂત્રો :
(૧) શ્રી નીતિનભાઈ પારેખ (મો) ૯૮૨૦૩૨૯૨૭૭૦ (૨) શ્રી પ્રકાશભાઈ એચ. શાહ (મો) ૯૮૨૪૦૩૪૬૮૦૦ (૩) ડો. શ્રી અજયભાઈ શાહ (મો) ૯૮૨૪૦૫૪૩૨૧ ૦ (૪) ડો. શ્રી રાજેશભાઈ સોનેજી (મો) ૯૮૨૪૦૪૭૬૨૧.
| દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
.