________________
મનનો વિસામો અને અંતરનો આશરો હતા. તેઓનું તન તત્ત્વમય અને મન મહાવીરમય હતું. નાની વયથી જ પરિશ્રમ સાથે તેઓએ પ્રીત કરી. ૧૮ વર્ષની વયે તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈને કર્મભૂમિ બનાવી. નામ અનુસાર ગુણવાળા મીઠીબાઈ તેઓના ધર્મપત્ની હતા.
નાની વયથી જ તેઓમાં સાહસિકવૃત્તિ, નીડરતા અને નિર્ણયમાં અડગતા જેવા ગુણો દૃષ્ટિગોચર થયા હતા. તેઓએ ડિફેન્સ અને ઓટોલોમાઈલ પાર્ટસ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. પોતાની જન્મભૂમિ ડુમરા ગામમાં ડેમ બનાવ્યો તેમજ અતિથિગૃહ, ભોજનશાળા, હાઈસ્કુલ, કન્યાશાળા અને બોર્ડિંગ બનાવવામાં પણ અગ્રેસર રહી જન્મભૂમિનું ઋણ અદા કર્યું. દુકાળના સમયે તેઓ મજૂરોને સુખડીનું વિતરણ કરતા. છેલ્લા ૧૮ વર્ષથી તેઓ માત્ર ફળ, કાચા શાકભાજી અને દૂધ વાપરતા હતા. તેઓશ્રીએ પોતાના જીવનમાં કદી પણ સન્માન સ્વીકાર્યું નહોતું.
છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કોબા આશ્રમમાં રહેતા હતા અને સંતશ્રી આત્માનંદજીને ગુરુ માની તેઓના સાન્નિધ્યમાં આત્મસાધનાનો ઉગ્ર પુરુષાર્થ કરતાં હતા. કોબામાં રહ્યા ત્યાં સુધી તેઓ માત્ર દૂધ અને કેળા જ આહારમાં લેતા. તેઓ શ્રાવક તરીકે બાર વ્રતોનું પાલન કરતા અને કોબામાં નિયમિત દેરાસરમાં સેવાઓ આપતા. તેઓનો પરિગ્રહ ઘણો ઓછો હતો.
તેઓનું મન તો કોબામાં જ રહેવાનું હતું પણ સારવાર કરાવવા માટે તેમના કુટુંબીજનો સાથે મુંબઈ જવા માટે તેમણે સંમતિ આપી હતી.
મુંબઈથી તેઓ પૂજ્યશ્રીને વંદન કરવા નિયમિત ફોન કરતા. સંલેખના (સંથારા) નો તેઓએ અભિગ્રહ કર્યો ત્યારે આજ્ઞા અને આશીર્વાદ લેવા તેઓએ પૂજ્યશ્રીને ફોન કર્યો હતો. તેઓની સંખના પંદર દિવસ ચાલી. તે દરમ્યાન તેઓ પ્રભુ-ગુરુ અને આત્મસ્મરણમાં જ રહેતા હતા. ખૂબ શાંતિપૂર્વક, સમતાભાવે તેઓશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેઓનું ધર્મમય જીવન સૌને પ્રેરણાદાયી છે. સુંદર ધર્મમય જીવન જીવનાર અને મૃત્યુને મંગલમય બનાવનાર પૂજ્ય લખમશીદાદાને સમગ્ર કોબા પરિવાર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે અને તેઓની મોક્ષયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને ભાવપૂર્વકની પ્રાર્થના કરે છે. પૂ. લખમશીદાદાના આત્મશ્રેયાર્થે તેઓના કુટુંબીજનો તરફથી સંસ્થાને ૪૬,૭૦૦/- રૂપિયાનું દાન મળેલ છે, જેનો સંસ્થા સાભાર સ્વીકાર કરે છે. આ ઉપરાંત સંસ્થાના કર્મચારીઓ માટે પણ રૂા. ૧૦,૦OO/- નું દાન આપેલ છે.
[૨] અમદાવાદ : મૂળી ગામના વતની શ્રી મનહરલાલ કરસનદાસ દોશી મહાસુદ ત્રીજ સંવત ૨૦૬૭ ના રોજ ૮૩ વર્ષની ઉંમરે અરિહંત શરણ પામેલ છે. પોતાની સૂઝ અને આવડતથી તેઓ વ્યાપારના ઉચ્ચ શિખર પર પહોંચી ગયા હતા. તેઓશ્રીએ ૭ વર્ષ સુધી કામાણી જૈન ભવન, કોલકાતામાં મંત્રી તરીકે અને ઝાલાવાડી જૈન મિત્ર મંડળ, કોલકાતામાં ૩ વર્ષ પ્રમુખ તરીકે સેવાઓ બજાવી હતી. કોલકાતામાં
દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧
u
nusuuuuuuuu ૩૯