Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 42
________________ સંસ્કાર શિશુ જૈન શાળા શરૂ કરવામાં તેમનો મુખ્ય અને અમૂલ્ય ફાળો હતો. વિ.સં. ૨૦૫૭ થી તેઓ અમદાવાદ સ્થાયી થયા અને પોતાના જીવનને સત્સંગ અને સ્વાધ્યાયમાં જોડી દીધું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના તેઓ અનન્ય ભક્ત હતા. તેઓના ધર્મપત્ની વસંતબેને ધર્મકાર્યમાં તેમને પૂરો સાથ અને સહકાર આપ્યો હતો. તેઓ મોટા પાયે ગુપ્તદાન કરતા હતા. કોલકાતા તથા ગુજરાત-સૌરાષ્ટ્રની સ્વૈચ્છિક સંસ્થાઓને તેઓશ્રીએ સારા પ્રમાણમાં આર્થિક સહાય કરી હતી. સમાજ તથા ધર્મ માટે કંઈ કરી છૂટવા તેઓ તત્પર રહેતા. સાધુ-સંતો સાથે નિયમિતપણે તેઓ ધાર્મિક ચર્ચા-વિચારણા કરતા હતા. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી પૂજયશ્રી આત્માનંદજીના પરિચયમાં હતા. કોલકાતામાં કામાણી ભુવનમાં પૂજ્યશ્રીના સ્વાધ્યાયના આયોજનમાં તેઓશ્રીનો મુખ્ય સહયોગ રહેતો. પૂજ્યશ્રી રચિત “અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' પુસ્તકના વિમોચન વખતે તેઓ ખાસ મુંબઈ આવ્યા હતા. અમદાવાદ સ્થિર થયા પછી તેઓ સત્સંગ અર્થે અનુકૂળતાએ કોબા પધારતા તેમજ શ્રી સદ્દગુરુપ્રસાદ, અમદાવાદ મુકામે પણ સત્સંગ માટે આવતા હતા. તેઓશ્રી ધર્મપરાયણ, વહીવટદક્ષ, સદ્ગુણસંપન્ન બહુઆયામી વ્યક્તિત્વધારક સાધક હતા. પૂજ્યશ્રી આત્માનંદજી પ્રત્યે તેઓને અત્યંત આદરભાવ હતો. તેઓશ્રીએ શાંતિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેઓના આત્મશ્રેયાર્થે તેઓના પરિવારજનો તરફથી સંસ્થાને રૂ. ૨૧,૦૦૦/- નું જ્ઞાનદાન મળ્યું છે; જેનો સંસ્થા સાભાર સ્વીકાર કરે છે. સ્વર્ગસ્થના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેમજ જલદીથી તેઓ પરમપદને પ્રાપ્ત કરે તેવી સમસ્ત કોના પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. | [૩] ભાવનગર : પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ઉપાસક, રાજકોટ નિવાસી (હાલ ભાવનગર) શ્રી વીરચંદભાઈ વીરપાળભાઈ દોમડિયા ૯૮ વર્ષની વયે તા. ૧૦-૧-૨૦૧૧ ના રોજ અમદાવાદ મુકામે અરિહંતશરણ પામ્યા છે. સદ્દગતશ્રીએ વર્ષો પહેલાં રાજકોટમાં દીવાનપરામાં શ્રી જયંતીભાઈ ભીમાણી સાથે શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુમંડળની સ્થાપના કરેલી અને શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર ટ્રસ્ટ (રાજકોટ) ના આઘટ્રસ્ટીઓમાંના એક હતા. રાજકોટના નવનિર્મિત શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિરનાં નવનિર્માણમાં તેમણે નિષ્ઠા અને ભક્તિભાવપૂર્વક સહયોગ આપેલો, અને તેનું ભૂમિપૂજન પણ તેમના જ હસ્તે થયેલું. તેમનું સમગ્ર જીવન ધર્મધ્યાન અને દાનપુણ્યમાં વીત્યું. તેઓ ‘દિવ્યધ્વનિ' ના આજીવન સભ્ય હતા. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પે અને મોક્ષપંથની તેઓની યાત્રા નિર્વિને પૂર્ણ થાય તેવી સમસ્ત કોના પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ૪] નવા કોબા આપણી સંસ્થાના સન્નિષ્ઠ કર્મચારી શ્રી દશરથભાઈ પટેલના પિતાશ્રી અંબાલાલ રણછોડદાસ પટેલનું તા. ૧૬-૨-૨૦૧૧, બુધવારના દિવસે ૭૫ વર્ષની વયે દેહાવસાન થયું છે. તેઓ સંસ્થાના ભોજનાલયમાં અવારનવાર લાડુ-ફૂલવડી બનાવવા આવતા તેમજ ડિસેમ્બરની શિબિરનો લાભ લેતા. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પે તેવી કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ૪૦ uિu uuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧]

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44