Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 37
________________ • સ્વાધ્યાય : બા.બ્ર. પૂજ્યશ્રી ગોકુળભાઈ શાહે વચનામૃત પત્રાંક - પ૬૯ ના આધારે સ્વાધ્યાય આપતા જણાવ્યું કે સિદ્ધાંતબોધને યથાર્થ રીતે આત્મજ્ઞાની કહી શકે. આ કાળમાં અસત્સંગથી બચવું એ સત્સંગ સમાન છે ! દુનિયામાં ક્યાંય ન ગમે તો આત્મામાં ગમે. ન્યાયનીતિ સંપન્ન દ્રવ્ય એ માર્ગાનુસારીનો પ્રથમ ગુણ છે. જે પ્રસંગમાં રહેવાથી આત્મવિસ્મરણ થાય તે અસત પ્રસંગ. જ્ઞાનીના ખીલે વળગ્યા તે બચ્યા, બાકીના રાગ-દ્વેષની ચક્કીમાં પીસાઈ જાય છે. આરંભ-પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. પરિગ્રહના પથરાઓ ભરી જીવ નિજાનંદનો નાશ કરે છે. આરંભ-પરિગ્રહને કારણે જીવ સાધનાથી દૂર થતો જાય છે. માનવભવ મોહનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. વિષય – કષાયના ભાવો ધ્યાનમાં બાધક છે. થોડા સમયનો સત્સંગ જાગૃત અને સત્પાત્ર જીવને આત્મજ્ઞાન કરાવી દે છે. નિશ્ચય સત્સંગ તે આત્મામાં ઉપયોગ જોડવો તે છે. માન-પ્રતિષ્ઠા-પૂજાની આગ સાધનાના જંગલને બાળી નાખે છે. ઉપયોગને અંતર્મુખ રાખવા પ્રયત્ન કરવો. જીવને અનુકૂળતામાં રાગનો કલેશ અને પ્રતિકૂળતામાં દ્વેષનો કલેશ હોય છે. મન-વચન-કાયામાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં જોડવો તેનું નામ ગુપ્તિ. જ્ઞાનીઓ મોહનિંદ્રામાંથી આપણને જગાડે છે. પરમાં એકત્વબુદ્ધિ અને સુખબુદ્ધિને છોડો. દુનિયાના કાર્યોમાં જીવને પ્રમાદ થતો નથી ને ધર્મના કામમાં પ્રમાદ થાય છે ! આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધા જ્ઞાનનું નિષ્ફળપણું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપશમ-વૈરાગ્ય અનિવાર્ય છે. મનુષ્યભવ એ અમૃત અને લાભના ચોઘડિયા સમાન છે. સંસાર એ પાપ-પુણ્યના આધારે ચાલે છે, જ્યારે આત્માની સાધના સપુરુષાર્થના આધારે ચાલે છે. આત્મસમાધિમાં પ્રચૂર સ્વસંવેદન હોય છે. ધ્યાન જ્યારે વિશેષપણે જામી જાય તેનું નામ સમાધિ. ચારિત્રદશા વધે તેમ ધ્યાન અને સમાધિ વધતાં જાય છે. જેટલો ઉપયોગ બહિર્મુખ તેટલો આગ્નવ-બંધ વધારે થશે. અંતર્ભેદજાગૃતિ એટલે નિશ્ચય સમ્યગદર્શન. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો માનવભવનું મૂલ્ય કોઈ રીતે આંકી ન શકાય. જે સમયનો સદુપયોગ કરતાં શીખે છે તે માનવભવને સફળ કરે છે. મોક્ષનો માર્ગ શૂરવીરતાનો છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો માનવભવની સફળતા છે. માટે આ ભવમાં જ આત્મજ્ઞાનપ્રાપ્તિનો દૃઢ નિર્ણય કરવો. બહિરાત્મા એ આત્મા કરતાં દેહને વધારે સાચવે છે. ઉપશમ અને વૈરાગ્ય ન હોવાથી ઉપયોગ આત્મા પ્રત્યે વળતો નથી. વિકલ્પોને કારણે નિર્વિકલ્પ ધ્યાનને ધક્કો લાગે છે. વારંવાર એવા નિમિત્તોમાં રહો કે જેથી આત્માની નિર્મળતા વધે. આપણે અનિત્ય પદાર્થો પાછળ અમૂલ્ય માનવભવ વેડફી નાખીએ છીએ. વૈરાગ્ય એ આત્મજ્ઞાનની માતા છે અને આત્મજ્ઞાન એ કેવળજ્ઞાનની માતા છે. પરમાં એકત્વબુદ્ધિ ન થાય તેનું નામ ત્યાગ. આત્માર્થી આદ. શ્રી પ્રકાશભાઈ ડી. શાહે સ્વાધ્યાય આપતાં જણાવ્યું કે વૈરાગ્ય-ઉપશમ સહિત જ્ઞાનીના બોધને ગ્રહણ કરીએ તો આત્મજ્ઞાન થાય. હૃદયપૂર્વક એક ભવ સરુષાર્થ કરે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. જો અંતરની રુચિ અને જિજ્ઞાસા હોય તો રાત-દિવસ ધર્મ સાંભરે. આ કાળમાં ભક્તિ અને સત્સંગ એ આત્મપ્રાપ્તિના શ્રેષ્ઠ સાધનો છે. જ્ઞાનીનો બોધ આપણને સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે, પણ આપણે સ્વરૂપનો લક્ષ અને નિશ્ચય કરી સન્દુરુષાર્થ કરવો જોઈએ. ‘જાણનાર, દેખનાર, સુખ-દુ:ખનો દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ u nus u uuuuu ૩૫.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44