________________
આશરે ૪૦ જેટલા વર્ષો તેઓએ ઈડર આશ્રમમાં રહીને આત્મસાધના કરી હતી. સાથે સાથે ઈડર આશ્રમમાં આવતા સાધકોની પણ ખૂબ સેવાભક્તિ કરી હતી.
વડીલોનો આદર, વિનય, વિવેક, ફરજનિષ્ઠા, અતિથિસત્કાર, વગેરે સદ્ગુણોથી તેઓનું જીવન વિભૂષિત હતું. માનવસેવા, અબોલ જીવોની સેવા અને છકાયના જીવોની રક્ષામાં તેઓ સદા તત્પર રહેતા. તેઓ વિનય-વિવેકથી પૂજ્ય સસરાજી ને વડીલો પાસેથી માર્ગદર્શન લેતા અને ધર્મમય જીવનમાં આગળ વધતા. સત્સંગ અને સ્વાધ્યાયના તેઓ તીવ્ર ચાહક હતા. આત્મિક ઉન્નતિ સાથે વ્યવહારશુદ્ધિ અને ફરજશુદ્ધિની પણ ચીવટ રાખતા. અંધશાળામાં બ્રેઈલ લિપિ શીખી પ્રજ્ઞાચક્ષુને તેઓ ભણાવતા. તેઓ સ્વાશ્રયી હતા. સામાયિક, પ્રતિક્રમણ, ક્ષમા અને શ્રીઆત્મસિદ્ધિના રટણમાં તેઓની ચિત્તવૃત્તિ પરોવાતી. આત્મા છું, શરીર તે હું નહીં. હે જીવ! દેહનો મોહ ના કર અને આત્મામાં રમણતા કર” તેવો અંતરનાદ જ્યોતિબા ગુંજતો મૂકી ગયા.
પૂજ્ય જ્યોતિબાનો પૂજ્યશ્રી આત્માનંદજી સાથે લગભગ ૪૦ વર્ષથી ધર્મ-વાત્સલ્યથી આત્મીય સંબંધ રહ્યો હતો. સને ૧૯૭૦ થી ૧૯૮૦ની સાલ દરમ્યાન પૂજ્યશ્રી શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, પંચભાઈની પોળ (અમદાવાદ)માં દર્શન-સ્વાધ્યાય કરી પાછા વળતા ઘણીવાર ઘાંચીની પોળ જતા અને પૂજ્ય
જ્યોતિબા સાથે સત્સંગ કરતા, તથા વિશેષ સાધના અંગે ચર્ચા-વિચારણા કરતા અને માર્ગદર્શન પણ મેળવતા. ઈડરમાં તો તેમની સાથે ઘણું રહેવાનું થતું ત્યારે તેઓની સેવા-સાધના-પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા જોઈ ખૂબ આનંદ થતો અને પ્રેરણા મળતી.
છેલ્લાં થોડા વર્ષો જ્યારે તેઓ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબામાં રહ્યા ત્યારે તેમના સાદાસાત્ત્વિક, શુદ્ધ આચરણવાળા જીવનથી સૌને અને વિશેષ કરીને મહિલાભવનમાં સાધક બહેનોને ખૂબ પ્રેરણા મળતી. મહિલાભવન જાગૃત રહેતું. તેઓના દેહવિલયથી કોબાની જ્યોતિ જતી રહી છે, એવું પૂજ્યશ્રીથી બોલી જવાયું. તેમના પરિવારે તથા ડૉ. માલવભાઈએ તેમની જે સેવા કરી છે તે માટે તેઓને પૂજ્યશ્રી તથા સમગ્ર કોબા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ.
જ્ઞાનમંદિર, પાલડી મુકામે બા.બ્ર. શ્રી ગોકુળભાઈના ‘સમયસાર' પરના સ્વાધ્યાયનું શ્રવણ કરતાં કરતાં, ‘સમયસાર’ ના બોધને આત્મસાત્ કરી જાગૃતિપૂર્વક પૂજય જ્યોતિબાએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. સમગ્ર કોબા પરિવારે બે મિનિટ મૌન પાળી પૂજય જ્યોતિબાને શ્રદ્ધાંજલી અર્પી હતી. તેઓની અંતિમયાત્રામાં તેમજ પાલડી મુકામે યોજાયેલ ગુણાનુવાદ સભામાં પૂજ્ય બહેનશ્રી સહિત સંસ્થાના કેટલાક મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર કોબા પરિવારને જ નહીં, સમગ્ર રાજપરિવારને આવા સાચા સાધકની ખોટ પડી છે. આપણે તેમનામાં રહેલા ઉત્તમ ગુણોને યાદ કરી તેવા ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તો તેમને સાચી સ્મરણાંજલિ આપી ગણાશે.
જ્યોતિબાનો આત્મા જલ્દી જલ્દી પરમપદને પ્રાપ્ત કરે એવી સમગ્ર કોબા પરિવારની પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના.
દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૯.