Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 40
________________ વિશ્વવ્યાપી ઓનલાઈન માહિતી-સંદર્ભ આપતી જેનપીડિયાનો લંડનમાં પ્રારંભ. ઈન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી દ્વારા તૈયાર થયેલા જૈનપીડિયા એક્ઝીબીશન અને જૈનપીડિયા ઓનલાઈન ડીજીટલ રિસોર્સને નિહાળીને ઈંગ્લેન્ડના હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ઓફ ચાર્લ્સ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ ૧૮મી નવેમ્બરે લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં યોજવામાં આવ્યો હતો. આ અગાઉ ૧૯૮૩ માં જૈનદર્શનના પ્રસાર માટે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા ઈ.સ. ૧૯૯૦ માં થૂક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને બકિંગહામ પેલેસમાં જૈન ડેક્લેરેશન ઓન નેચર” અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સમયે વિશ્વના ધર્મોની સૂચિમાં જૈન ધર્મને આઠમા ધર્મ તરીકે સ્થાન મળ્યું હતું તેમજ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (w .w F)માં જૈન ધર્મ મહત્ત્વનો ધર્મ બન્યો હતો. તાજેતરમાં ઈન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજીએ તૈયાર કરેલો જૈનપીડિયાનો પ્રોજેક્ટ એ જૈન હેરિટેજ દર્શાવતો ઓનલાઈન સર્વોપયોગી માહિતી અને સંદર્ભો આપતો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જે ઈંગ્લેન્ડ અને અન્ય દેશોના હસ્તપ્રત સંગ્રહો પરથી તૈયાર કરવામાં આવ્યો છે. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ અને વેલકમ ટ્રસ્ટમાં એ છેલ્લાં ત્રણ વર્ષથી પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે પછી એ ઓક્સફર્ડની બોડેલિયન લાયબ્રેરીમાં પણ દર્શાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની વિશેષ માહિતી w w w .jaiia.ng. પરથી અથવા જૈનપીડિયા ટીમનો સંપર્ક : Bansri.mehtadjaipedia.org, ૦૨૦ ૮૨૩૬૧૦૦ પરથી કરવાથી મળી રહેશે. ન સંથારો (સલ્લેખના) . ભાવનગર મુકામે શ્રીમતી તારાબેન બળવંતરાય કામદારે પૂજ્યશ્રી રાજેશમુનિ અને ચતુર્વિધ સંઘની હાજરીમાં આજીવન સંથારાના પચ્ચખાણ લીધા હતા. તા. ૨૭-૧૧-૧૦ ના શનિવારે સવારે ૬-૦૦ કલાકે સંથારો સીજી ગયો. ગુણાનુવાદ સભામાં પૂ. રાજેશ મુનિ આદિ ઠાણા-૪, પૂ. સાધનાબાઈ મ.સા. આદિ ઠાણા-૫, પ્રમુખશ્રી કાંતિભાઈ ગોસલિયા તથા ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વૈરાગ્ય સમાચાર [૧] પૂજ્ય જનકમુનિનો સંથારો સીઝયો : ગોંડલ સંપ્રદાયના મુનિ, આગમ દિવાકર તથા રાષ્ટ્રીય સંતના બિરુદથી વિભૂષિત પૂજ્ય જનકમુનિ મહારાજ ઘાટકોપર (મુંબઈ) મુકામે હિંગવાલા લેન ઉપાશ્રયમાં તા. ૩૦-૧૨-૨૦૧૦ના દિવસે સવારે ૯-૦૯ વાગ્યે ૭૯ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. તે પહેલા તેઓને સંથારાના પચ્ચખાણ અપાયા હતા. તેઓશ્રીએ ૩૨ આગમોનો ગહન અભ્યાસ કર્યો હતો તેમજ દસ પુસ્તકો લખ્યા હતા. તેઓએ હજારો લોકોને ધર્માનુરાગી બનાવી એમની જીવનદિશા બદલી નાખી હતી. હજારો ભાવિકો તેઓના અંતિમ દર્શન માટે આવ્યા હતા. સમગ્ર કોબા પરિવાર પૂ. જનકમુનિના ગુણાનુવાદ કરી તેઓ પૂર્ણ મોક્ષપદને પ્રાપ્ત કરે તેવી પરમાત્માને પ્રાર્થના કરે છે. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૦.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45