________________
[3]અમદાવાદઃ અમદાવાદ-વડવા-ઈડરના શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટના માનનીય પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ માણેકલાલ શાહનું તા. ૧૮-૧૨-૧૦ના રોજ ૮૪ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નાસિક મુકામે દેહાવસાન થયેલ છે. “મનુકાકા'ના હુલામણા નામથી જાણીતા મહેન્દ્રભાઈ સ્વભાવે અત્યંત સરળ, પ્રેમાળ અને પરોપકારી હતા. સરળ વાણી, સ્પષ્ટ રજૂઆત, પ્રસન્ન વદન, શબ્દોમાં છલકાતી નિખાલસતા, ઉદાર ચરિત્ર, દઢ મનોબળ એ એમના વ્યક્તિત્વના પાસાઓ હતા. જૈફ ઉંમરે પણ યુવાનને શરમાવે એવી એમની છટા અને ધગશ હતા.
તેઓશ્રીને ધાર્મિક સંસ્કારો ગળથૂથીમાં મળ્યા હતા. તેઓના પિતાશ્રી માણેકલાલ પ્રેમચંદ શાહ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ ધરાવતા હતા. પરમકૃપાળુદેવની
મૃતિને ચિરંજીવ બનાવનાર સૌ પ્રથમ નિવૃત્તિ-સ્થાન, વડવા-નિજાભ્યાસ મંડપની સ્થાપનામાં તેઓનું અમૂલ્ય યોગદાન હતું. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટના છેલ્લા ૪૫ વર્ષથી ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. છેલ્લા ૩ વર્ષથી પ્રમુખ તરીકે અને તે અગાઉ સતત ૨૨ વર્ષ સેક્રેટરી તરીકે તેઓએ ખૂબ ચીવટ અને નિષ્ઠાપૂર્વક કાર્યવાહી સંભાળી હતી. અત્યંત બાહોશ, દીર્ઘદૃષ્ટા અને કોઠાસૂઝ ધરાવનાર મનુકાકાએ નખશીખ પ્રામાણિકતા, ખંત અને તન-મન-ધનથી સંસ્થાની સેવા કરીને સૌનો આદર તથા પ્રેમ પ્રાપ્ત કરેલ છે. શ્રીમદ્જીની અન્ય સંસ્થાઓના હોદેદારો તથા કાર્યકરો સાથે તેમનો સતત સંપર્ક અને પ્રેમભર્યા સંબંધો રહ્યા છે.
દીન-દુઃખી પ્રત્યે અનુકંપા, સાધર્મિક વાત્સલ્ય તથા જીવદયા તેમના જીવનમાં વણાયેલા હતા. આઝાદી બાદ તેઓએ કોંગ્રેસ સેવાદળમાં આગળ પડતો ભાગ લીધો હતો. શિવણશાળા, સસ્તા અનાજની દુકાન વિ. અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા. વેપારી સમાજમાં અતિસન્માનીય સંસ્થા એવી મસ્કતી માર્કેટ મહાજન તથા ન્યુ ક્લોથ માર્કેટ મહાજનમાં હોદેદાર રહી ઘણા વર્ષો સેવા આપી હતી.
આવા ધર્મપ્રેમી, સેવાભાવી અને સંસ્થાની જીવનપર્યત તન-મન-ધનથી સેવા કરનાર મનુકાકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, પાલડી ખાતે તા. ૨૩-૧૨-૧૦ના રોજ ગુણાનુવાદ સભા યોજાઈ હતી, જેમાં મહાનુભાવો તથા હોદ્દેદારોએ ભવ્ય સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સદૂગત આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી સમસ્ત કોના પરિવારની પ્રભુને ભાવપૂર્વકની પ્રાર્થના છે.
[૪] લક્ષ્મીપુરા (તા. ખેડબ્રહ્મા) : લક્ષ્મીપુરા નિવાસી પટેલ માધુભાઈ બેચરભાઈનું તા. ૩૦-૧૨-૨૦૧૦ના દિવસે ૮૫ વર્ષની વયે દેહાવસાન થયું છે. શરૂઆતના ૪૦ વર્ષ તેઓએ ખેડૂત તરીકે સાદુ જીવન વીતાવ્યું. ત્યારબાદ પૂજય જીતા બાપજીના સંપર્કમાં આવતા તેઓ આધ્યાત્મિક જીવન જીવવા લાગ્યા. જીવદયાની અનહદ ભાવના હોવાથી તેઓ નિયમિત પંખીઓને ચણ તથા કૂતરાઓને રોટલા નાખતા. પૂજ્ય જીતા બાપજી સાથે તેઓ અવારનવાર કોબા પધારી પૂજ્યશ્રી આત્માનંદજીના સત્સંગનો લાભ લેતા હતા. સદ્ગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.
દિવ્યધ્વનિ , જીન્યુઆરી - ૨૦૧૧
૪૦