Book Title: Diksha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ દીક્ષા ૧૨૭ અથવા સમદષ્ટિને અભાવ અથવા ન્યૂનતા છે. આત્મદષ્ટિ ખીલવવામાં પ્રથમ ધર્મ વિખરૂપ થાય છે. જે મનુષ્ય અમુક ધર્મને જ માને છે, તે બીજા ધર્મવાળા તરફ સમભાવદષ્ટિથી જોઈ શકતો નથી, તેથી તે તેમને યોગ્ય રીતે ચાહી શકતો નથી. સ્વદેશપ્રેમ એ કુટુંબપ્રેમ કરતાં કે નગરપ્રેમ કરતાં કે પ્રાંત પ્રત્યેના પ્રેમ કરતાં મહાન છે, અને મનુષ્યજાતિને મોટે ભાગ હજી તે સ્થિતિએ પહોંચતો જાય છે, પણ સ્વદેશપ્રેમ જે બીજા દેશના લોકો પ્રત્યે દ્વેષ કે અભાવ ઉત્પન્ન કરવાનું કારણ બને તો તે સ્વદેશપ્રેમ પણ મર્યાદિત હાઈ આત્મદષ્ટિ ખીલવવામાં અંતરાયભૂત બને છે. તેવી જ રીતે મનુષ્યનું ભણતર અને તેણે મેળવેલી ડીગ્રીઓ જે તેને તેના માનવબંધુઓથી અલગ બનાવે તો તે ભણતર અને તે ડીગ્રીઓ પણ આત્મદષ્ટિ ખીલવવામાં અડચણ રૂપ બને છે. આત્મદષ્ટિવાળો અથવા સમભાવી અથવા જીવનપ્રેમી છવ તો દરેક જીવને ચાહે છે. તે ભેદો તરફ દૃષ્ટિ નહિ કરતાં દરેકની પાછળ રહેલા જીવનને જુએ છે અને ચાહે છે. પ્રાર્શ્વનાથ પ્રભુએ કમઠ અને ધરણેન્દ્ર બને ઉપર આ દૃષ્ટિથી સમભાવ રાખ્યો હતો. કમઠે તેમને ઉપસર્ગ કર્યા, અને ધરણે તેમને સહાય આપી, છતાં પાર્શ્વનાથ પ્રભુની દષ્ટિ બંને ઉપર સમાન હતી, કારણકે તે બંનેની પાછળ રહેલું જીવને જોઈ રહ્યા હતા. જ્યારે મનુષ્ય આવી આત્મદષ્ટિ ખીલવે છે, ત્યારે તે સર્વત્ર જીવનને જુએ છે, અને સર્વ તરફ પ્રેમભાવ રાખી શકે છે, અને કોઈ તેને શત્રુ કે વિરોધી નહિ હોવાથી અને સર્વ તેના મિત્ર હોવાથી તે સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. - જીવનશુદ્ધિ માટે બીજે મહાન ગુણ પાંચ ઇન્દ્રિયના વિષયોથી પરાખતા છે. શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ઈકિયાના વિષયો ક્ષણિક સુખ આપવાવાળા છે, દુઃખગતિ છે, પરાશ્રયી છે, તે મળ્યા પછી પણ બીજા સુખની આંકાંક્ષા રહે છે. આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7