Book Title: Diksha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૨૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સુધીની એક પણ એવી ઉચ્ચ સ્થિતિ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકે. અમુક મનુષ્યમાં અમુક ગુણ ખીલેલે જોઈને આપણું હૃદયમાં આનંદ ઉત્પન્ન થતો હોય તો તે સૂચવે છે કે તેનામાં પ્રકટ થયેલી મહત્તા જોઈ આપણુમાં અપ્રકટ રહેલી મહત્તા બહાર આવવા ઈચછે છે; માટે જ્યાં ગુણ, જ્ઞાન, શક્તિ વગેરેમાં આપણને ઉત્કર્ષ લાગે, ત્યાં આપણે અંતરાત્મા પ્રસન્ન થવો જોઈએ. આપણું સમાન કક્ષાના જીવો પ્રત્યે આપણે મિત્રીભાવ રાખવો જોઈએ, અને આપણાથી જ્ઞાનમાં, ગુણમાં, શક્તિમાં ઉતરતી સ્થિતિના જીવો પ્રત્યે આપણું હૃદયમાં કારુણ્ય અથવા દયા પ્રકટવી જોઈએ. જેઓ દુરાગ્રહને લઇને સત્યના વિરોધી બન્યા હોય તેવા પ્રત્યે આપણે મધ્યસ્થ ભાવ રાખવો. તેમની પ્રશંસા કરવાથી અસત્યને પિષણ મળે, અને તેમની નિંદા કરવી એ આપણું ઉચ્ચ સ્વભાવને શોભે નહિ, માટે તેવી સ્થિતિના જીવોના સંબંધમાં મધ્યસ્થભાવ રાખવો એ જ ઉચિત છે. વળી જીવનશુદ્ધિ વાતે ચાર દૃષ્ટિઓને સમજવાની જરૂર છે. તેમનાં નામ દેશદષ્ટિ, ગુણદોષદષ્ટિ, ગુણદષ્ટિ અને આત્મદષ્ટિ અથવા સમદષ્ટિ છે. દોષદષ્ટિવાળાને તો જ્યાં ત્યાં અવગુણુ જ જણાય છે. ગુણદોષ દૃષ્ટિવાળો જીવ કેઈના ગુણ જુએ, તેની પ્રશંસા કરે, પણ છેવટે એવો એક દેષ બતાવે કે તે મનુષ્યના ગુણ ઢંકાઈ જાય અને સાંભળનારના હૃદય ઉપર તેના દોષની છેવટની છાપ પડે. ત્રીજી દષ્ટિ જે ગુણદષ્ટિ છે, તેવી દષ્ટિવાળો મનુષ્ય દરેક મનુષ્યમાં, બનાવમાં કે વિચારમાં સારું શું છે, તે તરફ નજર રાખે, અને સારું શું છે તેની પ્રશંસા કરે. દોષ સમજે પણ તેને જ કરે, તે સંબંધમાં માન ધારણ કરે. હવે ગુણદષ્ટિ કરતાં પણ એક આગળનું પગથિયું આવે છે કે જ્યાં મનુષ્ય આત્મદષ્ટિવાળે અથવા સમદષ્ટિવાળો બને છે. આપણે સર્વ જીવોને કેમ ચાહી શકતા નથી? તેનું કારણ આત્મદષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7