Book Title: Diksha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ દીક્ષા ૧૨૯ કે “જા ! મારી પાછળ ચાલ્યો જા. તું લડવા જે શત્રુ નથી.” આપણે તો કર્મની આઠ પ્રકૃતિ અને તેના ૧૫૮ ભેદ અને તેના નાના નાના અનેક ભેદની ગણત્રી કરી આપણી આત્મશક્તિનું ભાન ભૂલી ગયા છીએ. અંધકાર ગમે તેવું મોટું હોય અને ગમે તેટલા વર્ષથી ચાલ્યું આવ્યું હોય, પણ એક દીવાસળી પ્રકટતાં તે સમગ્ર અંધકાર નાશ પામે છે, તેવી રીતે સાચી સમજ પ્રકટ થતાં અનંતી કર્મવર્ગનું તરત જ નાશ પામવા માંડે છે. આત્માની શક્તિનો ખ્યાલ લાવો. अहो ! अनंत वीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥ આ અનંત શક્તિવાળો આત્મા વિશ્વને પ્રકાશ આપવા સમર્થ છે, અને પિતાની ધ્યાનશક્તિના પ્રભાવથી ત્રણે જગતને હલાવવા સમર્થ છે. આ આત્મબળનો ખ્યાલ લાવી મનુષ્ય પાંચ ઇન્દ્રિયો તથા મન ઉપર જય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કહીએ છીએ કે સંતોષ સમાન સુખ નહિ. આ વિચારનો ઘણો દુરુપયોગ થયો છે. બાહ્ય વસ્તુઓ, અથવા સાધનના સંબંધમાં મનુષ્ય અમુક પરિગ્રહની મર્યાદા કરે, અને સંતોષ માને તો તે વાજબી ગણાય, અને તે ખાસ ઈરછવાયોગ્ય છે, પણ આત્મિક વિકાસના સંબંધમાં તો જ્યાંસુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી અસંતોષ રહેવાને-રહેવો જ જોઈએ. જેને ઉચ્ચ સાધ્ય નથી, તે ગમે તે પગથિયે સંતુષ્ટ થઈ બેસી જાય છે. પણ જેનું સાધ્ય ખરેખર ઉચ્ચ છે, તે તો પ્રગતિ કર્યા જ કરે છે, એક પછી એક વૃત્તિ અને કષાય ઉપર જય મેળવતો જાય છે, અને છેવટે આત્મસાક્ષાત્કાર કરે છે. આજના દિવસને વિષય દીક્ષાને હતા. તે સંબંધમાં હું એક જ બાબત કહેવા માગું છું. સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહેલું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7