Page #1
--------------------------------------------------------------------------
________________
દીક્ષા આજે દીક્ષાનો વિષય હાથ ધરવામાં આવ્યો છે. પંડિત સુખલાલે કહ્યું કે દીક્ષાનો મુખ્ય હેતુ જીવનશુદ્ધિ છે. અને આજે હું તે જીવનશુદ્ધિ ઉપર બોલવા માગું છું.
સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ ચારિત્રએ મોક્ષમાર્ગ છે. પ્રથમ મનુષ્યને અમુક બાબતનું જ્ઞાન થાય છે, પછી તેનું દર્શન થાય છે એટલે કે તેના પર પૂર્ણ શ્રદ્ધા જામે છે–તે એમજ છે, એ દઢ વિશ્વાસ થાય છે, અને પછી તે પ્રમાણે ચારિત્ર-વર્તન થાય છે. સર્પ ડસે છે, એવી આપણને દઢ શ્રદ્ધા છે, તેથી સર્પથી દૂર ભાગીએ છીએ. પણ એવી દઢ શ્રદ્ધા ધર્મના સિદ્ધાંતમાં નથી, અસત્યથી આપણું આત્માપર મલીન પડદે પડે છે, અને તેથી આત્માને સાક્ષાત્કાર થતા નથી, એવું આપણે શાસ્ત્રથી જાણીએ છીએ, પણ તેવો દઢ વિશ્વાસ નથી, તેથી આપણે ઘણીવાર અસત્ય બોલવાને દોરાઈએ છીએ. માટે જ્ઞાને ચારિત્રરૂપે પરિણમે તે વાસ્તે જ્ઞાન અને ચારિત્ર વચ્ચે શ્રદ્ધાના અંકોડાની જરૂર છે. જ્ઞાનને મોટે ભાગે મગજ સાથે સંબંધ છે. દર્શન–શ્રદ્ધાને, હૃદય સાથે સંબંધ છે, જે વસ્તુ આપણને મગજથી ખરી લાગી અને આપણું હદયે પણ સ્વીકારી તે બાબત જરુર આપણે કરવાના. જ્ઞાની આમ કરવાથી આ ફાયદો થાય છે, એમ જ્ઞાનવડે વિચાર્યા કરે, પણ જો તેના હૃદયમાં સ્ટીમ-વરાળ ન ભરાય તે જ્ઞાન એકલું શું કરે? પ્રાચીન સમયમાં ગુરુઓ શિષ્યોને એકેક સૂત્રપર વિચાર કરવાને એકાંતમાં મોકલી દેતા. તેઓ જ્યાં
Page #2
--------------------------------------------------------------------------
________________
દીક્ષા
સુધી તે સૂત્ર પૂર્ણ રીતે ન સમજે ત્યાં સુધી સૂત્રનું સત્ય જ્યારે સમજાય ત્યારે તે પાંચ મહાવ્રતા, હિંદુઓના પાંચ યમ, સંબંધમાં લખતાં શ્રી પતજલિ ઋષિ લખે છે કે—
૧૨૫
ધ્યાન કરતા હતા. તે પાછા ફરતા હતા, જેનેાના બૌદ્ધોના પંચશીલના
અને
અહિંસા સિદ્ધ થઈ ત્યારે કહેવાય કે જ્યારે તે અહિંસક પુરુષની હાજરીમાં સામા મનુષ્યના વેર વિરાધ જતા રહે. તેવીજ રીતે સત્યની સિદ્ધિ થઈ ત્યારે કહેવાય કે જ્યારે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. અર્થાત્ તે મનુષ્ય જે ખેલે તે પ્રમાણે થાય. મદ્રાસની હાઈકાના એક જજે ૪૦ વર્ષ સુધી સત્ય વિચારવાને, સત્ય ખાલવાના અને સત્ય આચરવાના પ્રયત્ન કર્યાં હતા, જેના પરિણામે તેનામાં અમુક ક્રેસમાં સત્ય શું છે, તે પારખવાની આંતર શક્તિ ખીલી હતી, અને તેના ન્યાય બંને પક્ષ સ્વીકારતા હતા. તેવી જ રીતે અસ્તેય વ્રતની સિદ્ધિ થતાં અનેક રત્નાની તેને પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્યની સિદ્ધિ થતાં તેનામાં અપૂર્વ અળક્તિ પ્રકટે. અને અપરિગ્રહ વ્રત સિદ્ધ થતાં તેનામાં પૂર્વજન્મસ્મૃતિ થાય.
આટલી પ્રસ્તાવના પછી જીવનશુદ્ધિને વાસ્તે શું આવશ્યક છે, તેના વિચાર કરીએ. દશવૈકાલિક સૂત્ર લખે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, અને તેનાં સાધને અહિંસા સંયમ અને તપ છે.’અહિંસા એટલે કાઇની હિંસા ન કરવી એ તેના નિષેધાત્મક અર્થ છે, પણુ અહિંસાના નિશ્ચયાત્મક અર્થમાં વિશ્વ તરફ્ના પ્રેમ આવી જાય છે. અહિંસા એટલે સમાં રહેલા જીવનને જોવું, તેને માન આપવું, અને તે જીવન કા રૂપમાં પ્રકટ થયું છે, તે રૂપ તરફ નજર ન કરતાં તે જીવનને ચ્હાવું એ જ વિશ્વપ્રેમ છે. આ વિશ્વપ્રેમ ખીલવવાને ચાર ભાવનાએ સહાયક તરીકે સ્વીકારવામાં આવી છે. તે પ્રમેાદ, મૈત્રી, કારુણ્ય અને ઉપેક્ષા-માધ્યસ્થ્ય છે. ગુણાનુરાગ કુલક જણાવે છે કે, જેના હૃદયમાં ગુણાનુરાગ–પ્રમાદભાવ છે તે તીર્થંકર પદવી
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સુધીની એક પણ એવી ઉચ્ચ સ્થિતિ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકે. અમુક મનુષ્યમાં અમુક ગુણ ખીલેલે જોઈને આપણું હૃદયમાં આનંદ ઉત્પન્ન થતો હોય તો તે સૂચવે છે કે તેનામાં પ્રકટ થયેલી મહત્તા જોઈ આપણુમાં અપ્રકટ રહેલી મહત્તા બહાર આવવા ઈચછે છે; માટે જ્યાં ગુણ, જ્ઞાન, શક્તિ વગેરેમાં આપણને ઉત્કર્ષ લાગે, ત્યાં આપણે અંતરાત્મા પ્રસન્ન થવો જોઈએ. આપણું સમાન કક્ષાના જીવો પ્રત્યે આપણે મિત્રીભાવ રાખવો જોઈએ, અને આપણાથી જ્ઞાનમાં, ગુણમાં, શક્તિમાં ઉતરતી સ્થિતિના જીવો પ્રત્યે આપણું હૃદયમાં કારુણ્ય અથવા દયા પ્રકટવી જોઈએ. જેઓ દુરાગ્રહને લઇને સત્યના વિરોધી બન્યા હોય તેવા પ્રત્યે આપણે મધ્યસ્થ ભાવ રાખવો. તેમની પ્રશંસા કરવાથી અસત્યને પિષણ મળે, અને તેમની નિંદા કરવી એ આપણું ઉચ્ચ સ્વભાવને શોભે નહિ, માટે તેવી સ્થિતિના જીવોના સંબંધમાં મધ્યસ્થભાવ રાખવો એ જ ઉચિત છે.
વળી જીવનશુદ્ધિ વાતે ચાર દૃષ્ટિઓને સમજવાની જરૂર છે. તેમનાં નામ દેશદષ્ટિ, ગુણદોષદષ્ટિ, ગુણદષ્ટિ અને આત્મદષ્ટિ અથવા સમદષ્ટિ છે. દોષદષ્ટિવાળાને તો જ્યાં ત્યાં અવગુણુ જ જણાય છે. ગુણદોષ દૃષ્ટિવાળો જીવ કેઈના ગુણ જુએ, તેની પ્રશંસા કરે, પણ છેવટે એવો એક દેષ બતાવે કે તે મનુષ્યના ગુણ ઢંકાઈ જાય અને સાંભળનારના હૃદય ઉપર તેના દોષની છેવટની છાપ પડે. ત્રીજી દષ્ટિ જે ગુણદષ્ટિ છે, તેવી દષ્ટિવાળો મનુષ્ય દરેક મનુષ્યમાં, બનાવમાં કે વિચારમાં સારું શું છે, તે તરફ નજર રાખે, અને સારું શું છે તેની પ્રશંસા કરે. દોષ સમજે પણ તેને જ કરે, તે સંબંધમાં માન ધારણ કરે.
હવે ગુણદષ્ટિ કરતાં પણ એક આગળનું પગથિયું આવે છે કે જ્યાં મનુષ્ય આત્મદષ્ટિવાળે અથવા સમદષ્ટિવાળો બને છે. આપણે સર્વ જીવોને કેમ ચાહી શકતા નથી? તેનું કારણ આત્મદષ્ટિ
Page #4
--------------------------------------------------------------------------
________________
દીક્ષા
૧૨૭
અથવા સમદષ્ટિને અભાવ અથવા ન્યૂનતા છે. આત્મદષ્ટિ ખીલવવામાં પ્રથમ ધર્મ વિખરૂપ થાય છે. જે મનુષ્ય અમુક ધર્મને જ માને છે, તે બીજા ધર્મવાળા તરફ સમભાવદષ્ટિથી જોઈ શકતો નથી, તેથી તે તેમને યોગ્ય રીતે ચાહી શકતો નથી. સ્વદેશપ્રેમ એ કુટુંબપ્રેમ કરતાં કે નગરપ્રેમ કરતાં કે પ્રાંત પ્રત્યેના પ્રેમ કરતાં મહાન છે, અને મનુષ્યજાતિને મોટે ભાગ હજી તે સ્થિતિએ પહોંચતો જાય છે, પણ સ્વદેશપ્રેમ જે બીજા દેશના લોકો પ્રત્યે દ્વેષ કે અભાવ ઉત્પન્ન કરવાનું કારણ બને તો તે સ્વદેશપ્રેમ પણ મર્યાદિત હાઈ આત્મદષ્ટિ ખીલવવામાં અંતરાયભૂત બને છે. તેવી જ રીતે મનુષ્યનું ભણતર અને તેણે મેળવેલી ડીગ્રીઓ જે તેને તેના માનવબંધુઓથી અલગ બનાવે તો તે ભણતર અને તે ડીગ્રીઓ પણ આત્મદષ્ટિ ખીલવવામાં અડચણ રૂપ બને છે. આત્મદષ્ટિવાળો અથવા સમભાવી અથવા જીવનપ્રેમી છવ તો દરેક જીવને ચાહે છે. તે ભેદો તરફ દૃષ્ટિ નહિ કરતાં દરેકની પાછળ રહેલા જીવનને જુએ છે અને ચાહે છે. પ્રાર્શ્વનાથ પ્રભુએ કમઠ અને ધરણેન્દ્ર બને ઉપર આ દૃષ્ટિથી સમભાવ રાખ્યો હતો. કમઠે તેમને ઉપસર્ગ કર્યા, અને ધરણે તેમને સહાય આપી, છતાં પાર્શ્વનાથ પ્રભુની દષ્ટિ બંને ઉપર સમાન હતી, કારણકે તે બંનેની પાછળ રહેલું જીવને જોઈ રહ્યા હતા. જ્યારે મનુષ્ય આવી આત્મદષ્ટિ ખીલવે છે, ત્યારે તે સર્વત્ર જીવનને જુએ છે, અને સર્વ તરફ પ્રેમભાવ રાખી શકે છે, અને કોઈ તેને શત્રુ કે વિરોધી નહિ હોવાથી અને સર્વ તેના મિત્ર હોવાથી તે સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. - જીવનશુદ્ધિ માટે બીજે મહાન ગુણ પાંચ ઇન્દ્રિયના વિષયોથી પરાખતા છે. શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ઈકિયાના વિષયો ક્ષણિક સુખ આપવાવાળા છે, દુઃખગતિ છે, પરાશ્રયી છે, તે મળ્યા પછી પણ બીજા સુખની આંકાંક્ષા રહે છે. આપણે
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન અનુભવ પણ તે જ બાબત જણાવે છે ત્યારે કરવું શું? ભગવદ્દગીતા
જે મનુષ્ય ઈદ્રિયોના વિષયોને આહાર આપતો નથી, તેનાથી તે વિષ દૂર ભાગે છે, પણ તેમાં રસ રહી જાય છે. ઇદ્રિાના વિષાથી દૂર ભાગવાથી વાસનાને ઉપશમ થાય છે, પણ તેને ક્ષય થતો નથી. સંસારી મનુષ્ય વિષયમાં રચ્યોપચ્યો રહે છે અને યતિ સંસારથી ભય પામી વિષયોથી દૂર ભાગે છે. બંનેમાંથી એકેને ખરી શાંતિ મળતી નથી. ધારો કે તમે ભોજન કરવા બેઠા છે, થાળી સારી રસવતીથી ભરેલી છે. આજે જમવા માટે શીખંડ પુરી છે. શીખંડ તમને અતિપ્રિય છે. તમે જમવા બેઠા છો, તમારો હાથ શીખંડ તરફ લંબાવવાની છેલ્લી પળમાં છે. તે વખતે તમે તે શીખંડને વાડકો ભાણામાંથી બહાર મૂકી દે. તમારી છ ઈદ્રિયને ઘણું દુઃખ થશે. તે વખતે તે ઇન્દ્રિયને જણું કે તારે સ્વામી છું અને તને આજ્ઞા કરું છું કે આજે તું તે ખાઈશ નહિ. આ પ્રમાણે પ્રયોગ કરવાથી વસ્તુ પ્રત્યેની ઇન્દ્રિયની આસક્તિ ઓછી થતી જશે. જ્યારે તમે કઈ કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાને બેઠા હે, ઉત્તમ ભજન લલકારાતું હોય તે વખતે ઉભા થઈને ચાલવા માંડે. આ રીતે તમે શ્રવણવૃત્તિ ઉપર ધીરે ધીરે જય મેળવતા જશો. આવી રીતે પાંચે ઈન્દ્રિયેના સંબંધમાં સમજપૂર્વક પ્રયોગ કરે, અને તમે તેમના પર જય મેળવી શકશે. અને આ પ્રયોગ કરતાં કરતાં એવી સ્થિતિ આવશે કે જ્યાં વસ્તુના સદ્દભાવે તેમજ અભાવે તમે એક સરખી મનવૃત્તિ રાખી શકશે.
આપણને આપણું પોતાના બળની-આત્મબળની ખાત્રી નથી તેથી આપણે શત્રુને મેટું સ્થાન આપીએ છીએ અને તેના આગળ નમી જઈએ છીએ. જે વાસના ઉપર તમે જય મેળવવા માગતા હો, તે વાસનાને ક્ષુદ્ર ગણો. એક મહાપુરુષે સેતાનને મોહ રાજાને કહ્યું
Page #6
--------------------------------------------------------------------------
________________
દીક્ષા
૧૨૯ કે “જા ! મારી પાછળ ચાલ્યો જા. તું લડવા જે શત્રુ નથી.” આપણે તો કર્મની આઠ પ્રકૃતિ અને તેના ૧૫૮ ભેદ અને તેના નાના નાના અનેક ભેદની ગણત્રી કરી આપણી આત્મશક્તિનું ભાન ભૂલી ગયા છીએ. અંધકાર ગમે તેવું મોટું હોય અને ગમે તેટલા વર્ષથી ચાલ્યું આવ્યું હોય, પણ એક દીવાસળી પ્રકટતાં તે સમગ્ર અંધકાર નાશ પામે છે, તેવી રીતે સાચી સમજ પ્રકટ થતાં અનંતી કર્મવર્ગનું તરત જ નાશ પામવા માંડે છે.
આત્માની શક્તિનો ખ્યાલ લાવો. अहो ! अनंत वीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥
આ અનંત શક્તિવાળો આત્મા વિશ્વને પ્રકાશ આપવા સમર્થ છે, અને પિતાની ધ્યાનશક્તિના પ્રભાવથી ત્રણે જગતને હલાવવા સમર્થ છે. આ આત્મબળનો ખ્યાલ લાવી મનુષ્ય પાંચ ઇન્દ્રિયો તથા મન ઉપર જય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આપણે કહીએ છીએ કે સંતોષ સમાન સુખ નહિ. આ વિચારનો ઘણો દુરુપયોગ થયો છે. બાહ્ય વસ્તુઓ, અથવા સાધનના સંબંધમાં મનુષ્ય અમુક પરિગ્રહની મર્યાદા કરે, અને સંતોષ માને તો તે વાજબી ગણાય, અને તે ખાસ ઈરછવાયોગ્ય છે, પણ આત્મિક વિકાસના સંબંધમાં તો જ્યાંસુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી અસંતોષ રહેવાને-રહેવો જ જોઈએ. જેને ઉચ્ચ સાધ્ય નથી, તે ગમે તે પગથિયે સંતુષ્ટ થઈ બેસી જાય છે. પણ જેનું સાધ્ય ખરેખર ઉચ્ચ છે, તે તો પ્રગતિ કર્યા જ કરે છે, એક પછી એક વૃત્તિ અને કષાય ઉપર જય મેળવતો જાય છે, અને છેવટે આત્મસાક્ષાત્કાર કરે છે.
આજના દિવસને વિષય દીક્ષાને હતા. તે સંબંધમાં હું એક જ બાબત કહેવા માગું છું. સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહેલું કે
Page #7
--------------------------------------------------------------------------
________________ 130 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને जगदहिताय आत्मनो मोक्षाय आत्मानं जुहोमि स्वाहा / જગતના હિતને ખાતર અને આત્માના મેલને ખાતર હું મારી જાત અર્પણ કરું છું. દીક્ષામાં પણ આ બે હેતુ રહેલા છે. જેઓ દીક્ષા લે છે, તેઓને હેતુ પણ–પિતાને મેક્ષ અને જગતનું હિતજોઈએ. ઘણું અનુભવીઓનું એવું માનવું છે કે મનુષ્ય જેટલે અંશે મુક્ત થયો હોય, તેટલે અંશે બીજાની સારી સેવા કરી શકે. માટે પરેપકાર કરવા વાસ્તે પણ જીવનશુદ્ધિની આવશ્યકતા છે. વ્યક્તિ સુધરી એટલે સમષ્ટિ સુધરી, કારણ કે સમષ્ટિ એ પણ વ્યક્તિઓના સમુદાય સિવાય બીજી કોઈ અલગ વસ્તુ નથી. માટે તે જીવનને શુદ્ધ બનાવો બને તે દ્વારા બીજાની સેવા કરે. તા. 27-8-30 મણિલાલ નથુભાઈ દોશી