________________
૧૨૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન અનુભવ પણ તે જ બાબત જણાવે છે ત્યારે કરવું શું? ભગવદ્દગીતા
જે મનુષ્ય ઈદ્રિયોના વિષયોને આહાર આપતો નથી, તેનાથી તે વિષ દૂર ભાગે છે, પણ તેમાં રસ રહી જાય છે. ઇદ્રિાના વિષાથી દૂર ભાગવાથી વાસનાને ઉપશમ થાય છે, પણ તેને ક્ષય થતો નથી. સંસારી મનુષ્ય વિષયમાં રચ્યોપચ્યો રહે છે અને યતિ સંસારથી ભય પામી વિષયોથી દૂર ભાગે છે. બંનેમાંથી એકેને ખરી શાંતિ મળતી નથી. ધારો કે તમે ભોજન કરવા બેઠા છે, થાળી સારી રસવતીથી ભરેલી છે. આજે જમવા માટે શીખંડ પુરી છે. શીખંડ તમને અતિપ્રિય છે. તમે જમવા બેઠા છો, તમારો હાથ શીખંડ તરફ લંબાવવાની છેલ્લી પળમાં છે. તે વખતે તમે તે શીખંડને વાડકો ભાણામાંથી બહાર મૂકી દે. તમારી છ ઈદ્રિયને ઘણું દુઃખ થશે. તે વખતે તે ઇન્દ્રિયને જણું કે તારે સ્વામી છું અને તને આજ્ઞા કરું છું કે આજે તું તે ખાઈશ નહિ. આ પ્રમાણે પ્રયોગ કરવાથી વસ્તુ પ્રત્યેની ઇન્દ્રિયની આસક્તિ ઓછી થતી જશે. જ્યારે તમે કઈ કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાને બેઠા હે, ઉત્તમ ભજન લલકારાતું હોય તે વખતે ઉભા થઈને ચાલવા માંડે. આ રીતે તમે શ્રવણવૃત્તિ ઉપર ધીરે ધીરે જય મેળવતા જશો. આવી રીતે પાંચે ઈન્દ્રિયેના સંબંધમાં સમજપૂર્વક પ્રયોગ કરે, અને તમે તેમના પર જય મેળવી શકશે. અને આ પ્રયોગ કરતાં કરતાં એવી સ્થિતિ આવશે કે જ્યાં વસ્તુના સદ્દભાવે તેમજ અભાવે તમે એક સરખી મનવૃત્તિ રાખી શકશે.
આપણને આપણું પોતાના બળની-આત્મબળની ખાત્રી નથી તેથી આપણે શત્રુને મેટું સ્થાન આપીએ છીએ અને તેના આગળ નમી જઈએ છીએ. જે વાસના ઉપર તમે જય મેળવવા માગતા હો, તે વાસનાને ક્ષુદ્ર ગણો. એક મહાપુરુષે સેતાનને મોહ રાજાને કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org