________________
વિશારદપણું મેળવી શકે એમાં શક નથી. એ ગ્રંથને વાંચનાર કંટાળતેય નથી કે થાકય નથી. એ સંજીવની સ્ત્રોત એમાં વહ્યા કરે છે...........પ્રત્યેક વિષયની રચનામાં જ્ઞાનનો પ્રચંડ ધોધ વરસી રહેલો જોઈને થઈ આવે છે કે, એમણે આ બધું ક્યારે વાંચ્યું ને લખ્યું હશે ? [ ૫. અંબાલાલ શાહ]
અને સજને કેટલું બધું વિપુલ! સાડા ત્રણ કેડ શ્લોક જેટલાં મોટા વ્યાપમાં પ્રસરેલું હેમ-સાહિત્ય, પહેલાં કહ્યું તેમ ઊંડું પણ એટલું જ છે. માત્ર લંબાઈ અને પહેળાઈ જ નહિ, ઊંડાઈ પણ સામેલ છે એ જ અનુપાતમાં ! વિપુલતા, વૈવિધ્ય અને રસપ્રાચુર્ય, બધી રીતે અજોડ છે તેમ-સાહિત્ય.
ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીના શબ્દોમાં કહીએ તો, શબ્દાનુશાસન-પ્રક્રિયામાં પાણિનીય વિયાકરણની આખી પેનલ દ્વારા જે કામ થયું છે તે એકલા હેમચન્દ્રસૂરિ મહારાજે કર્યું છે. સાચું કહીએ તે, આ દ્રષ્ટિએ, સંસ્કૃત ભાષાનું કઈ પણ વ્યાકરણ, ભલેને તે પાણિનિનું જ હોય, સિદ્ધહેમ વ્યાકરણની તુલનામાં ન આવી શકે. હેમચન્દ્રસૂરિ મહારાજે પિતાના સમયમાં ઉપલબ્ધ કાતન્ન, પાણિનીય, સરસ્વતી કંઠાભરણ, જેને, શાકટાયન આદિ તમામ વ્યાકરણ ગ્રન્થનું અવગાહન કરી સાર રહ્યો છે અને એને પિતાની અદ્દભૂત પ્રતિભા દ્વારા વિસ્તૃત અને ચમત્કૃત કર્યો છે. [આચાર્ય હેમચન્દ્ર ઔર ઉનકા શબ્દાનુશાસન : એક અધ્યયન, પૃ. ૬૭ ને આધારે].
વિ. સં. ૧૧૪૫ માં જન્મેલા આ મહાન પ્રતિભાશાળી વિદ્યાસ્વામી બહુ નાની વધુમાં પૂજ્ય દેવચન્દ્રસૂરિ મહારાજા પાસે દીક્ષિત થયા. વિ. સં. ૧૧૬૬ માં તેઓશ્રી આચાર્ય પદ વડે વિભૂષિત થયા અને પોતાની પાછળ અનેક ગ્રન્થોને મૂકીને અને અનેક શાસન પ્રભાવનાનાં કૃત્ય કરીને આ મહાપુરુષ વિ. સં. ૧૨૨૯ માં ક્ષર દહે અહીંથી સિધાવી ગયા; જે કે એમનો અક્ષર દેહ તે આપણી સામે જ છે! ગ્રન્થની ઉપયોગિતા
પ્રસ્તુત ગ્રન્થ “ધાતુપારાયણમ” સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસીઓએ વ્યાકરણનું અધ્યયન કર્યા પછી અવશ્ય અવગાહવા જેવો ગ્રન્થ છે.
પ્રસ્તુત ગ્રન્થ હ. કિર્ટ નામના જર્મન વિદ્વાને સંપાદિત કરેલો અને તે ઈ. સ. ૧૮૯લ્માં પ્રગટ થયેલો. તે જીર્ણ પણ થયા છે, દુર્લભ પણ છે. એની દુર્લભતાને