________________
અણમોલ ખજાનો શ્રુતનો
-પૂજ્ય મુનિરાજશ્રી અરવિનવિજ્યજી મહારાજ સાહેબ.
કલિકાલ સર્વજ્ઞ, આચાર્ય ભગવંત હેમચન્દ્રસૂરીશ્વજી મહારાજાનું સાહિત્ય એવડા મોટા વ્યાપમાં ફેલાયેલું છે કે, એનું માપ લેવું તે દરિયામાં દોટ મૂકવા જેવું દુષ્કર ગણાય. કલિકાલ સર્વજ્ઞશ્રીની એ સર્વજ્ઞતા-બધા વિષયો પરના અધિકારિતાપૂર્ણ પ્રભુત્વને આછેરે આભાસ આપી રહ્યા છે એમને કેડીબંધ ગ્રન્થઃ કેટ કેટલા વિષય પર કેટ કેટલા ગ્રંશે
કાળના પ્રવાહમાં અને ખાસ કરીને તે રાજકીય અંધાધૂંધીના ગભર્યા વહે ણમાં તેઓ શ્રીમદ્દના કેટલાય ગ્રન્થ નામ શેષ થઈ ગયા; છતાં અત્યારે જેટલું હેમસાહિત્ય ઉપલબ્ધ છે, તે પણ એટલું બધું વિસ્તૃત અને સર્વાગીણ છે કે તેને અભ્યાસી તે તે ગ્રંથોનું અવગાહન કરી તે તે વિષયોને નિષ્ણાત બની શકે.
આ સાહિત્યને સુરક્ષિત રીતે સાચવીને આપણા સુધી પહોંચાડવા માટે એ યુગના શ્રાદ્ધવએ જે ભગીરથ પુરુષાર્થ ખેડેલો, તે તેમની અણમોલ શ્રતભક્તિની આછેરી ઝાંય દર્શાવી રહ્યો છે. આ ઉત્કટ શ્રુતભક્તિએ જ અત્યારે ઉપલબ્ધ એવી હેમસાહિત્યની ગંગાને આપણું દ્વાર સુધી લાવી છે. - પરમહંત કુમારપાળ મહારાજાના નિધન પછી, એમના અનુગામી ગૂર્જર શાસક તરીકે આવેલા અજયપાળે પોતાના પુરોગામી પરના દ્વેષથી જ્યારે કુમારપાળનાં અમર સર્જન સમા ભવ્ય જિનમંદિરને અને ગ્રન્થાગારોને નષ્ટ કરવા માંડ્યા ત્યારે સમય પારખુ, અગમચેતી શ્રાવકોએ રાતોરાત એ પવિત્ર ગ્રંથને પાટણથી જેસલમેર અને અન્ય સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દીધાં. પાટણમાં પણ ભોંયરા વગેરેમાં અમુક ગ્રંથ સાચવ્યા. અલંકારોની પેટીઓની સુરક્ષા કરતાં ય વધુ જાળવણી ગ્રન્થ પિટકાની એમણે કરેલી. ધન્ય છે એમની એ શ્રુતભક્તિને ! એમની એ શ્રુતભક્તિ અને સમયસૂચકતાએ શ્રતને આ અણમોલ ખજાને આપણા સુધી હેમખેમ પહોંચાડ્યો.
હવે એ ખજાનાના દિવ્ય રત્નોને બહાર કાઢીને વિદ્વાનો અને અભ્યાસીઓના હાથમાં મૂકવાનું કામ અત્યારના શ્રુતભક્ત શ્રાદ્ધવએ કરવાનું છે અને એમ પિતાના પુરોગામીઓના પગલે પગલે ચાલવાનું છે.