Book Title: Dharmik Shikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ધાર્મિક શિક્ષણ [ ૪૩૭ સાફ કરવા માટે છે તેમ, બુદ્ધિ અને ધીરજ ગુણ-દોષ પારખવા અને દે નિવારવા માટે છે. ધાર્મિક શિક્ષણના વિરોધી પક્ષની દલીલે તે એટલું જ સાબિત કરે છે કે જે ખામીઓને કારણે આગળ જતાં ભણેલાઓને ધાર્મિક શિક્ષણ તરફ અરુચિ થાય છે તે ખામીઓ દૂર કરવી અને એ શિક્ષણમાં પ્રાણ લાવવો. ત્યારે અત્યારે ધાર્મિક શિક્ષણ ક્યા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તે રસપ્રદ થાય, આગળ જતાં તે લેનારને પસ્તાવો ન થાય એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ધાર્મિક શિક્ષણ કઈ રીતે અને કઈ દુટિએ આપવું તેનું ટૂંક સુચન અહીં કરવામાં આવે છે. વિશેષ સુધારાને અને પરિવર્તનને પૂર્ણ અવકાશ છે. - શિક્ષણમાં પહેલી વાત દષ્ટિની ઉદારતાની છે. એટલે જે વિષય પર તે જે વિચાર ધાર્મિક શિક્ષણમાં શીખવવામાં આવે તે વિષય પર તે વિચાર છેવટને જ છે એમ આગ્રહ ન રાખતાં તે પણ એક વિચાર છે, જાણવા જે છે, અને અમુક જમાનાના, અમુક સંપ્રદાયના વિદ્વાને અમુક વખત સુધી આ રીતે માનતા આવ્યા છે એમ ધારીને જ એ વિચાર શીખવે જોઈએ. આ પ્રમાણે દૃષ્ટિ વિશાળ બની એટલે એ વિષય પર બીજા આચાર્યોના વિચાર ઉપર પણ ઉદાર ભાવે લક્ષ આપી શકાશે, અને એક વિષય પરત્વે ધાર્મિક કષમાં સમાતી બધી જ માન્યતાઓ સમતોલપણે જાણ વાની તક રહેશે. પરિણામે સર્વાપણું હોઈ શકે કે નહિ એવી અને બીજી બાબતમાં માત્ર એક વિચારને પૂર્વગ્રહ ન બંધાતાં તે મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન દર્શનેમાં મળતાં બધાં જ મંતવ્યો સમતોલપણે જાણી અને વિચારી શકાશે. દૃષ્ટિ ઉદાર થઈ એટલે તેને જ્ઞાનને દરવાજે પહોળો કે, તેનું સાહિત્ય અપાર બન્યું અને તેને માત્ર દુરાગ્રહને લીધે જ અમુક સાહિત્યમાં ગંધાઈ રહેવાની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી તે પણ ગઈ. પછી ધાર્મિક શિક્ષણ લેનાર જે દશવૈકાલિક શીખતો હશે તે તે સ્થાનકવાસી કે શ્વેતાંબર દેરાવાસી હોવા છતાંય ધમ્મપદ, ગીતા અને બાઈબલ આદિ વાંચવાનો; અને જે તે વિદ્યાથી બ્રાહ્મણ હાઈવેદ કે ઉપનિષદ શીખતો હશે તે તેની દષ્ટિ અવેસ્તા, કુરાન અને જૈન કે બૌદ્ધ આગમ તરફ પણ જશે. ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિવાતંત્ર્ય અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હેવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણું લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તે બુદ્ધિની સ્વતંત્રતા અને તને વધારેમાં વધારે છટ હેવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6