Book Title: Dharmik Shikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૪૩૮ ] દર્શન અને ચિંતન રૂંધવામાં આવે છે તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે છે તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વત્રતા અને તર્કશકિતની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે. શરૂઆતમાં અમુક તો ડગમગવા લાગે, તેથી કાંઈ ધર્મને નાશ થતો નથી; ઊલટું તેમાં સુધારે અને ઉમેરે જ થાય છે. ધર્મ એ માત્ર મર્યાદિત કે જડ વસ્તુ નથી; એ તે અમર્યાદિત અને જીવંત વરતું છે. એટલે જેમ જેમ દિને છૂટ તેમ તેમ ધાર્મિક ગણાતી માન્યતાઓ અને વિષયો વધારે ચર્ચાવાનાં, વધારે સ્પષ્ટ થવાનાં અને કસાવાનાં. આ તત્વ શિક્ષણમાં આવવાથી ઘણા જૂના વિષયે ચાળણીમાં ચળાશે એ વાત ખરી, પણ તેથી તે ઊલટું તેનું સ્વરૂપ વધારે ચેખું બનશે. સત્યને શંકાને ભય શાને? એને લીધે ધાર્મિક શિક્ષણ પામેલ મોટી ઉંમરે એના તરફ આદર બતાવવાના. ધાર્મિક શિક્ષણમાં જિજ્ઞાસા નિરંકુશ રહેવી જોઈએ, એટલે કે કોઈ પણ વિષય પરત્વે શક્ય હોય એટલું બધું જ્ઞાન મેળવવાની વિદ્યાર્થીમાં ઇચ્છા ઉત્પન્ન કરવી જોઈએ અને એ ઈચ્છાને શિક્ષકોએ પૂર્ણ પ્રયત્નથી સંતેજવી જોઈએ. આમ કરવા માટે કોઈપણ વિષયનું ધાર્મિક શિક્ષણ આપતાં માત્ર મર્યાદા તરીકે ભલે અમુક પુસ્તક પસંદ કરવામાં આવે, પણ તે વિષય પરત્વેનાં વિચારે અને શે જાણવા માટે દેશકાળનું બંધન નહિ જ રાખી શકાય. આને પરિણામે તુલનાત્મક અભ્યાસ દાખલ થશે, ભણનારને કદી અરુચિ નહિ થાય, તેમ જ તેનું વિચારક્ષેત્ર પણ વધશે. આ ઉપરાંત શૈલીનું પરિવંતન જરૂરી છે. ગોખણપટ્ટીનું સ્થાન સમજશક્તિ અને કલ્પનાશકિત લે એટલે સમય અને શક્તિ લેખે લાગવાનાં. પછી ધાર્મિક શિક્ષણ તરફ આકર્ષવા માટે નહિ જરૂર પડે પતાસાં વહેંચવાની કે નહિ જરૂર પડે બીજ પ્રલેભાની. ટૂંકમાં, ઉપરના સ્વરૂપનું તારણ એટલું જ કાઢી શકાય કે ધાર્મિક શિક્ષણ ઉદાર દષ્ટિથી, તુલનાત્મક પદ્ધતિથી અને સમજશક્તિ તેમ જ કલ્પનાશક્તિના વિકાસને પ્રધાન રાખીને જ અપાવું જોઈએ. આ બધું છતાં ધાર્મિક શિક્ષણ મરજિયાત રહેવું જોઈએ. એનાં કારણે ટૂંકમાં આ છે : ( ૧ ) વર્ગ ખાલી ન રહે તે માટે શિક્ષકને શિક્ષણ ખૂબ આકર્ષક બનાવવાની ફરજ પડશે, કારણ કે વર્ગના ચાલવા ઉપર જ તેની પ્રતિને આધાર મનાવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6