Book Title: Dharmik Shikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૪૩૬ ] દર્શન અને ચિંતન અને કઈ બાબતે ખોટી સાખિત થતી જાય છે અગર થઈ છે, તે બધાં તરફ માત્ર દુર્લક્ષ કરવામાં આવે છે. તેથી જ્યારે કાઈ ધાર્મિક શિક્ષણ લીધેલ વિદ્યાથી મેટી ઉંમરે પોતે શીખેલ વિષયની બાબતમાં ચામેરથી નવું જાણે છે અથવા તેને એ જાણવા-સાંભળવાના પ્રસંગ આવે છે ત્યારે તેને પેલા ધાર્મિક અભ્યાસ દરમિયાનના જ્ઞાનઅંકુશ ખટકે છે અને વગર સાચે તે કહી દે છે કે ધાર્મિક શિક્ષણને સલામ ! એને લીધે તે ઊલટા મૂખ રહ્યા ! ઉપરના ત્રણ દોષો ઉપરાંત એક માટે દોષ શિક્ષણની શૈલીના છે. આજે માટેભાગે અર્થહીન પાગાખવવામાં આવે છે. એમાં શીખનારને કદાચ ટીખળ અને મજા પડે છે, કારણ કે તે ગાખતાં રમતા જાય છે; પણ તેની વિચાર અને કલ્પનાશક્તિ માત્ર ગેાખણપટ્ટીના ભારને લીધે બુઠ્ઠી થઈ જાય છે. અથ ન સમજાવાથી જ્ઞાનને રસ આવતા નથી અને ગાખેલા શબ્દો કાળ જતાં ભુલાઈ જાય છે. મોટી ઉંમરે જ્યારે એવા વિદ્યાર્થી વિચાર અને કલ્પનાની કિં'મત આંકતા થાય છે અને વ્યવહારમાં તેની અગહતા જુએ છે ત્યારે આરગઝેબની પેઠે તે પોતાના ધશિક્ષકાને ફાંસી માક્ કરી શાપ તો આપેજ છે. આ ઉપરાંત કેટલીક, મહેસાણામાં છે તેવી, ધર્માંજીવી પાઠશાળાએઞમાં તે વિદ્યાથીઓને, જેમનું જ્ઞાન અને વિચાર જાણવા માટે આખું જગત તલસે છે તે ગાંધીજીનાં પત્રો અને પુસ્તકે વાંચતાં પણ રાકવામાં આવે છે; એટલા કારણે કે એ જૈન ધાર્મિક પુસ્તક નથી. હું કેટલાંય ધર્માંપુત્ર મનાતાં અને વિદ્વાન ગણાતાં જૈન સાધુ તેમ જ સાધ્વીને જાણું છું કે જેઓને મન અમુક આયાર્થીએ અમુક ભાષામાં લખ્યુ હાય તે સિવાયનું કશુ પણુ વાંચવા અને સાંભળવા તરફ માત્ર ઉદાસીનતા જ નહિ, પણ દ્વેષ હોય છે. આ જોઈ ધણા એટલી ઊઠે છે કે ધાર્મિ ક શિક્ષણે સત્યાનાશ વાળ્યું; એની શી જરૂર છે? અલબત્ત, ધાર્મિક શિક્ષણ સામે વાંધે લેનારા ઉપરના અનુભવ ખોટે છે એમ તો ન જ કહી શકાય, છતાં જો વિચાર અને અનુભવે એમ લાગે કે ધાર્મિક શિક્ષણમાં સમાી જૂની માન્યતાઓ, જૂની પરપરા અને એ પ્રાચીન અનુભવે અમુક હદ સુધી અને અમુક દૃષ્ટિએ જાણવા જેવાં છે અને ઉપયાગી પણુ છે, તે પછી બીજા આગતુક દે, જે સમજ અને પ્રયનથી ટાળી શકાય તેમ છે, તેને કારણે એ બધું ફેકી તેન દેવાય. ઓછા કે વત્તા કાંકરા હોય અગર ધૂળ હોય તેટલામાત્રથી જ પુષ્ટિકારક અને અગત્યનું અન્ન-ધાન્ય ફેંકી તે! ન જ દેવાય. જેમ સૂરૢ અને આંખ અનાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6