Book Title: Dharmik Shikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ધાર્મિક શિક્ષણ [૪૩૫ એટલે જ્યારે ભણનારાઓમાંથી કેટલાક આગળ વધે છે અને વિચારશીલ થાય છે ત્યારે તેમને શરૂઆતમાં મળેલ દષ્ટિસંકેચને વારસો યાદ આવે છે, અને તે વખતની વિચારસરણી સાથે તેમ જ અભ્યાસ સાથે એ ટૂંકી દૃષ્ટિને મેળ ખાતે ન જોતાં એ શિક્ષિતગણુ પિકારી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણ નકામું છે. અત્યારની સાંપ્રદાયિક બધી જ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપનારાઓ અને સંસ્થાના સંચાલકે મેટેભાગે બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિ, કે જે બને મનુષ્યત્વના પ્રાણ અને ખરું જીવન છે, તેના ઉપર અંકુશ મૂકે છે. દા. ત. કોઈ જૈન વિદ્યાથી ધાર્મિક શિક્ષણ લેતી વખતે દૂધ-ઘીના જ સમુદ્રોનું વર્ણન સાંભળી તેમ જ સોનારૂપાના પહાડનું વર્ણન સાંભળી એ વિશે પુરાવા માગે અગર તો વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરે તે શિક્ષકો એના ઉપર લાલ આંખ ન કરે એમ માની લઈએ, તોપણું એટલું તે જરૂર જ કહેવાના કે આપણી બુદ્ધિ પરિમિત છે અને પરતંત્ર છે તેથી તેને આવી બાબતે વિશે માત્ર શ્રદ્ધા રાખવાનું હોય છે; એમાં શંકા કરવી એ પણ ધર્મહત્યા છે. વળી કોઈ રડ્યાખડ્યો શિષ્ય તર્ક કરે કે ભગવાન મહાવીરની તહેનાતમાં કોડ દે રહેતા એમ કહેવાય છે, ત્યારે ભગવાનના સમયના રાજાઓ અને બીજી વ્યક્તિએના ઉલ્લેખ જેમ બૌદ્ધ આદિ શાસ્ત્રોમાં મળી આવે છે તેમ આવી અજબ વસ્તુઓને ઉલેખ કેમ નથી મળતો ? વળી, કોઈ વિદ્યાર્થી એમ તર્ક કરે કે પૂજામાં ના ઢગલા કરે છે તે, અથવા તીર્થરક્ષાને નામે કોઈ કોઈ વાર મનુષ્યહત્યા સુધીનાં અજાણતાં પણ પગલાં ભરાય છે તે, ત્યાગ અને અહિંસાની સાથે બંધ કેવી રીતે બેસે ? એક તે આવા તર્કો ઊઠવા જેવી બુદ્ધિ જ ઘટી ગઈ છે, અને કદાચ દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે ઊડ્યા છે તેવા તર્ક કરનારને મોટે. ભાગે નાસ્તિક અથવા દેઢડાહ્યો કહીને ઉતારી પાડવામાં આવે છે. જ્યારે એમાંના કોઈ વિદ્યાર્થી આગળ જતાં સ્વતંત્ર વિચારક અને તાર્કિક થાય છે ત્યારે તેઓ પેલા વિદ્યાર્થી જીવનના ધાર્મિક શિક્ષણ સામે તોબા પોકારે છે, અને બળ જગાવે છે. ધાર્મિક શિક્ષણમાં જે વિષય શિખવાત હોય અને તેના ઉપર જે આચાર્યનું પુસ્તક ચાલતું હોય તે વિષય પરત્વે તે આચાર્યના (પછી ભલે તે સેંકડો અને હજારો વર્ષ પહેલાં થઈ ગયા હોય) વિચારે સિવાય બહારની દુનિયામાં તે જમાના સુધીમાં બીજાઓએ શું વિચાર્યું છે અને તે જમાનાથી માંડી અત્યાર સુધીમાં તે વિષય પરત્વે આખી દુનિયામાં શું શું વિચારવામાં આવ્યું છે, શી શી શેધ થઈ છે, કયાં જજૂનાં સત્યે વધારે સ્પષ્ટ થયાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6