Page #1
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક શિક્ષણ* [ ૨૪ ]
જેમ ભૂગોળ, ખગાળાદિ વિદ્યાએ છે તેમ ધાર્મિક શિક્ષણ પણ એક વિદ્યા છે. નહિ ? અને તે વિદ્યા નથી એમ જ નથી કહી શકાતું તે એ જોવું રહે છે કે ધાર્મિક શિક્ષણમાં જાણવા જેવી, રસ પેદા કરે એવી અને માનવદિની ભૂખ જગાડી તેને સંતુષ્ટ કરે એવી મહત્ત્વની બાબતો કઈ છે કે નહિ ? જો અનુભવીઓના ઉત્તર એ હૈાય ( અને છે એમ મારા વિશ્વાસ છે ) કે એવી બાબતે ધાર્મિ ક કહેવાતી વિદ્યામાં પુષ્કળ છે, તે પછી આજે એ પ્રશ્ન ક્રમ ઊભો થાય કે છાત્રાલય વગેરે સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ હોવુ જોઈ એ કે નહિ ?
આ પ્રશ્ન થવાનાં ચાર મુખ્ય કારણો છેઃ (૧) દૃષ્ટિનું સંકુચિતપણુ, ( ૨ ) બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્ક ઉપર અંકુશ, ( ૩ ) જ્ઞાન ઉપર અંકુશ અર્થાત્ નવી વિચારધારા અને શાધ તરક દુર્લક્ષ, (૪) રશૈલી દોષ.
ધાર્મિક શિક્ષણ આપવામાં દૃષ્ટિ ભારે સંકુચિત અને ટૂંકી રાખવામાં આવે છે. દા. ત. જૈન સમાજ, અને તેમાં પશુ દિગંબર, ધાર્મિક શિક્ષણૢ આપે ત્યારે તે એવી જ દૃષ્ટિ ધરાવતા હોય છે કે અમુક ભાખત ઉપર દિગંબર શાસ્ત્રોમાં જે લખાયેલુ છે તે છેલ્લામાં છેલ્લુ એટલે કે સર્વજ્ઞકથિત છે; હવે તેમાં વધારે જાણવા જેવું કે ઉમેરવા જેવું કશું નથી. તે બાબત પરત્વે અન્ય શાસ્ત્રો જો ભિન્ન મત દર્શાવતાં હોય તો તે તદ્દન અગ્રાહ્ય અને અપૂર્ણ છે. અને જે જૈન શાસ્ત્ર પ્રમાણે જ ખીજાં શાસ્ત્રો પણ તે બાબત પરત્વે મત ધરાવતાં હોય તે તે વિચાર તેમણે જૈન શાસ્ત્રમાંથી લીધેલા છે. વળી તેએ એવી પણ માન્યતા ધરાવતા હાય છે કે તે બાબત પરત્વે દિગમ્બર આચાર્ચીએ લખ્યું છે તે જ યથાર્થ છે અને બીજા આચાર્યો યથા દૃષ્ટિ વિનાના હોવાથી અભ્રાંત વિચાર કરી શકે જ નહિ. ભણાવનારમાં આ દૃષ્ટિસંકુચિતતા હોય છે અને ભણનારમાં પછીથી એ દાખલ થાય છે,
*આ ચર્ચા જૈન સમાજને લક્ષીને લખેલી છે પણ તે બધા ધાર્મિક સમાન્તની શિક્ષણ પદ્ધતિને લાગુ પડે એ દૃષ્ટિએ જ વિચારાયેલી છે,
Page #2
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક શિક્ષણ
[૪૩૫ એટલે જ્યારે ભણનારાઓમાંથી કેટલાક આગળ વધે છે અને વિચારશીલ થાય છે ત્યારે તેમને શરૂઆતમાં મળેલ દષ્ટિસંકેચને વારસો યાદ આવે છે, અને તે વખતની વિચારસરણી સાથે તેમ જ અભ્યાસ સાથે એ ટૂંકી દૃષ્ટિને મેળ ખાતે ન જોતાં એ શિક્ષિતગણુ પિકારી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણ નકામું છે.
અત્યારની સાંપ્રદાયિક બધી જ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપનારાઓ અને સંસ્થાના સંચાલકે મેટેભાગે બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિ, કે જે બને મનુષ્યત્વના પ્રાણ અને ખરું જીવન છે, તેના ઉપર અંકુશ મૂકે છે. દા. ત. કોઈ જૈન વિદ્યાથી ધાર્મિક શિક્ષણ લેતી વખતે દૂધ-ઘીના જ સમુદ્રોનું વર્ણન સાંભળી તેમ જ સોનારૂપાના પહાડનું વર્ણન સાંભળી એ વિશે પુરાવા માગે અગર તો વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરે તે શિક્ષકો એના ઉપર લાલ આંખ ન કરે એમ માની લઈએ, તોપણું એટલું તે જરૂર જ કહેવાના કે આપણી બુદ્ધિ પરિમિત છે અને પરતંત્ર છે તેથી તેને આવી બાબતે વિશે માત્ર શ્રદ્ધા રાખવાનું હોય છે; એમાં શંકા કરવી એ પણ ધર્મહત્યા છે. વળી કોઈ રડ્યાખડ્યો શિષ્ય તર્ક કરે કે ભગવાન મહાવીરની તહેનાતમાં કોડ દે રહેતા એમ કહેવાય છે, ત્યારે ભગવાનના સમયના રાજાઓ અને બીજી વ્યક્તિએના ઉલ્લેખ જેમ બૌદ્ધ આદિ શાસ્ત્રોમાં મળી આવે છે તેમ આવી અજબ વસ્તુઓને ઉલેખ કેમ નથી મળતો ? વળી, કોઈ વિદ્યાર્થી એમ તર્ક કરે કે પૂજામાં ના ઢગલા કરે છે તે, અથવા તીર્થરક્ષાને નામે કોઈ કોઈ વાર મનુષ્યહત્યા સુધીનાં અજાણતાં પણ પગલાં ભરાય છે તે, ત્યાગ અને અહિંસાની સાથે બંધ કેવી રીતે બેસે ? એક તે આવા તર્કો ઊઠવા જેવી બુદ્ધિ જ ઘટી ગઈ છે, અને કદાચ દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે ઊડ્યા છે તેવા તર્ક કરનારને મોટે. ભાગે નાસ્તિક અથવા દેઢડાહ્યો કહીને ઉતારી પાડવામાં આવે છે. જ્યારે એમાંના કોઈ વિદ્યાર્થી આગળ જતાં સ્વતંત્ર વિચારક અને તાર્કિક થાય છે ત્યારે તેઓ પેલા વિદ્યાર્થી જીવનના ધાર્મિક શિક્ષણ સામે તોબા પોકારે છે, અને બળ જગાવે છે.
ધાર્મિક શિક્ષણમાં જે વિષય શિખવાત હોય અને તેના ઉપર જે આચાર્યનું પુસ્તક ચાલતું હોય તે વિષય પરત્વે તે આચાર્યના (પછી ભલે તે સેંકડો અને હજારો વર્ષ પહેલાં થઈ ગયા હોય) વિચારે સિવાય બહારની દુનિયામાં તે જમાના સુધીમાં બીજાઓએ શું વિચાર્યું છે અને તે જમાનાથી માંડી અત્યાર સુધીમાં તે વિષય પરત્વે આખી દુનિયામાં શું શું વિચારવામાં આવ્યું છે, શી શી શેધ થઈ છે, કયાં જજૂનાં સત્યે વધારે સ્પષ્ટ થયાં છે
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
દર્શન અને ચિંતન અને કઈ બાબતે ખોટી સાખિત થતી જાય છે અગર થઈ છે, તે બધાં તરફ માત્ર દુર્લક્ષ કરવામાં આવે છે. તેથી જ્યારે કાઈ ધાર્મિક શિક્ષણ લીધેલ વિદ્યાથી મેટી ઉંમરે પોતે શીખેલ વિષયની બાબતમાં ચામેરથી નવું જાણે છે અથવા તેને એ જાણવા-સાંભળવાના પ્રસંગ આવે છે ત્યારે તેને પેલા ધાર્મિક અભ્યાસ દરમિયાનના જ્ઞાનઅંકુશ ખટકે છે અને વગર સાચે તે કહી દે છે કે ધાર્મિક શિક્ષણને સલામ ! એને લીધે તે ઊલટા મૂખ રહ્યા !
ઉપરના ત્રણ દોષો ઉપરાંત એક માટે દોષ શિક્ષણની શૈલીના છે. આજે માટેભાગે અર્થહીન પાગાખવવામાં આવે છે. એમાં શીખનારને કદાચ ટીખળ અને મજા પડે છે, કારણ કે તે ગાખતાં રમતા જાય છે; પણ તેની વિચાર અને કલ્પનાશક્તિ માત્ર ગેાખણપટ્ટીના ભારને લીધે બુઠ્ઠી થઈ જાય છે. અથ ન સમજાવાથી જ્ઞાનને રસ આવતા નથી અને ગાખેલા શબ્દો કાળ જતાં ભુલાઈ જાય છે. મોટી ઉંમરે જ્યારે એવા વિદ્યાર્થી વિચાર અને કલ્પનાની કિં'મત આંકતા થાય છે અને વ્યવહારમાં તેની અગહતા જુએ છે ત્યારે આરગઝેબની પેઠે તે પોતાના ધશિક્ષકાને ફાંસી માક્ કરી શાપ તો આપેજ છે. આ ઉપરાંત કેટલીક, મહેસાણામાં છે તેવી, ધર્માંજીવી પાઠશાળાએઞમાં તે વિદ્યાથીઓને, જેમનું જ્ઞાન અને વિચાર જાણવા માટે આખું જગત તલસે છે તે ગાંધીજીનાં પત્રો અને પુસ્તકે વાંચતાં પણ રાકવામાં આવે છે; એટલા કારણે કે એ જૈન ધાર્મિક પુસ્તક નથી. હું કેટલાંય ધર્માંપુત્ર મનાતાં અને વિદ્વાન ગણાતાં જૈન સાધુ તેમ જ સાધ્વીને જાણું છું કે જેઓને મન અમુક આયાર્થીએ અમુક ભાષામાં લખ્યુ હાય તે સિવાયનું કશુ પણુ વાંચવા અને સાંભળવા તરફ માત્ર ઉદાસીનતા જ નહિ, પણ દ્વેષ હોય છે. આ જોઈ ધણા એટલી ઊઠે છે કે ધાર્મિ ક શિક્ષણે સત્યાનાશ વાળ્યું; એની શી જરૂર છે?
અલબત્ત, ધાર્મિક શિક્ષણ સામે વાંધે લેનારા ઉપરના અનુભવ ખોટે છે એમ તો ન જ કહી શકાય, છતાં જો વિચાર અને અનુભવે એમ લાગે કે ધાર્મિક શિક્ષણમાં સમાી જૂની માન્યતાઓ, જૂની પરપરા અને એ પ્રાચીન અનુભવે અમુક હદ સુધી અને અમુક દૃષ્ટિએ જાણવા જેવાં છે અને ઉપયાગી પણુ છે, તે પછી બીજા આગતુક દે, જે સમજ અને પ્રયનથી ટાળી શકાય તેમ છે, તેને કારણે એ બધું ફેકી તેન દેવાય. ઓછા કે વત્તા કાંકરા હોય અગર ધૂળ હોય તેટલામાત્રથી જ પુષ્ટિકારક અને અગત્યનું અન્ન-ધાન્ય ફેંકી તે! ન જ દેવાય. જેમ સૂરૢ અને આંખ અનાજ
Page #4
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક શિક્ષણ
[ ૪૩૭
સાફ કરવા માટે છે તેમ, બુદ્ધિ અને ધીરજ ગુણ-દોષ પારખવા અને દે નિવારવા માટે છે. ધાર્મિક શિક્ષણના વિરોધી પક્ષની દલીલે તે એટલું જ સાબિત કરે છે કે જે ખામીઓને કારણે આગળ જતાં ભણેલાઓને ધાર્મિક શિક્ષણ તરફ અરુચિ થાય છે તે ખામીઓ દૂર કરવી અને એ શિક્ષણમાં પ્રાણ લાવવો. ત્યારે અત્યારે ધાર્મિક શિક્ષણ ક્યા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તે રસપ્રદ થાય, આગળ જતાં તે લેનારને પસ્તાવો ન થાય એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ધાર્મિક શિક્ષણ કઈ રીતે અને કઈ દુટિએ આપવું તેનું ટૂંક સુચન અહીં કરવામાં આવે છે. વિશેષ સુધારાને અને પરિવર્તનને પૂર્ણ અવકાશ છે. - શિક્ષણમાં પહેલી વાત દષ્ટિની ઉદારતાની છે. એટલે જે વિષય પર તે જે વિચાર ધાર્મિક શિક્ષણમાં શીખવવામાં આવે તે વિષય પર તે વિચાર છેવટને જ છે એમ આગ્રહ ન રાખતાં તે પણ એક વિચાર છે, જાણવા જે છે, અને અમુક જમાનાના, અમુક સંપ્રદાયના વિદ્વાને અમુક વખત સુધી આ રીતે માનતા આવ્યા છે એમ ધારીને જ એ વિચાર શીખવે જોઈએ. આ પ્રમાણે દૃષ્ટિ વિશાળ બની એટલે એ વિષય પર બીજા આચાર્યોના વિચાર ઉપર પણ ઉદાર ભાવે લક્ષ આપી શકાશે, અને એક વિષય પરત્વે ધાર્મિક કષમાં સમાતી બધી જ માન્યતાઓ સમતોલપણે જાણ વાની તક રહેશે. પરિણામે સર્વાપણું હોઈ શકે કે નહિ એવી અને બીજી બાબતમાં માત્ર એક વિચારને પૂર્વગ્રહ ન બંધાતાં તે મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન દર્શનેમાં મળતાં બધાં જ મંતવ્યો સમતોલપણે જાણી અને વિચારી શકાશે. દૃષ્ટિ ઉદાર થઈ એટલે તેને જ્ઞાનને દરવાજે પહોળો કે, તેનું સાહિત્ય અપાર બન્યું અને તેને માત્ર દુરાગ્રહને લીધે જ અમુક સાહિત્યમાં ગંધાઈ રહેવાની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી તે પણ ગઈ. પછી ધાર્મિક શિક્ષણ લેનાર જે દશવૈકાલિક શીખતો હશે તે તે સ્થાનકવાસી કે શ્વેતાંબર દેરાવાસી હોવા છતાંય ધમ્મપદ, ગીતા અને બાઈબલ આદિ વાંચવાનો; અને જે તે વિદ્યાથી બ્રાહ્મણ હાઈવેદ કે ઉપનિષદ શીખતો હશે તે તેની દષ્ટિ અવેસ્તા, કુરાન અને જૈન કે બૌદ્ધ આગમ તરફ પણ જશે.
ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિવાતંત્ર્ય અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હેવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણું લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તે બુદ્ધિની સ્વતંત્રતા અને તને વધારેમાં વધારે છટ હેવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૩૮ ]
દર્શન અને ચિંતન રૂંધવામાં આવે છે તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે છે તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વત્રતા અને તર્કશકિતની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે. શરૂઆતમાં અમુક તો ડગમગવા લાગે, તેથી કાંઈ ધર્મને નાશ થતો નથી; ઊલટું તેમાં સુધારે અને ઉમેરે જ થાય છે. ધર્મ એ માત્ર મર્યાદિત કે જડ વસ્તુ નથી; એ તે અમર્યાદિત અને જીવંત વરતું છે. એટલે જેમ જેમ દિને છૂટ તેમ તેમ ધાર્મિક ગણાતી માન્યતાઓ અને વિષયો વધારે ચર્ચાવાનાં, વધારે સ્પષ્ટ થવાનાં અને કસાવાનાં. આ તત્વ શિક્ષણમાં આવવાથી ઘણા જૂના વિષયે ચાળણીમાં ચળાશે એ વાત ખરી, પણ તેથી તે ઊલટું તેનું સ્વરૂપ વધારે ચેખું બનશે. સત્યને શંકાને ભય શાને? એને લીધે ધાર્મિક શિક્ષણ પામેલ મોટી ઉંમરે એના તરફ આદર બતાવવાના.
ધાર્મિક શિક્ષણમાં જિજ્ઞાસા નિરંકુશ રહેવી જોઈએ, એટલે કે કોઈ પણ વિષય પરત્વે શક્ય હોય એટલું બધું જ્ઞાન મેળવવાની વિદ્યાર્થીમાં ઇચ્છા ઉત્પન્ન કરવી જોઈએ અને એ ઈચ્છાને શિક્ષકોએ પૂર્ણ પ્રયત્નથી સંતેજવી જોઈએ. આમ કરવા માટે કોઈપણ વિષયનું ધાર્મિક શિક્ષણ આપતાં માત્ર મર્યાદા તરીકે ભલે અમુક પુસ્તક પસંદ કરવામાં આવે, પણ તે વિષય પરત્વેનાં વિચારે અને શે જાણવા માટે દેશકાળનું બંધન નહિ જ રાખી શકાય. આને પરિણામે તુલનાત્મક અભ્યાસ દાખલ થશે, ભણનારને કદી અરુચિ નહિ થાય, તેમ જ તેનું વિચારક્ષેત્ર પણ વધશે.
આ ઉપરાંત શૈલીનું પરિવંતન જરૂરી છે. ગોખણપટ્ટીનું સ્થાન સમજશક્તિ અને કલ્પનાશકિત લે એટલે સમય અને શક્તિ લેખે લાગવાનાં. પછી ધાર્મિક શિક્ષણ તરફ આકર્ષવા માટે નહિ જરૂર પડે પતાસાં વહેંચવાની કે નહિ જરૂર પડે બીજ પ્રલેભાની. ટૂંકમાં, ઉપરના સ્વરૂપનું તારણ એટલું જ કાઢી શકાય કે ધાર્મિક શિક્ષણ ઉદાર દષ્ટિથી, તુલનાત્મક પદ્ધતિથી અને સમજશક્તિ તેમ જ કલ્પનાશક્તિના વિકાસને પ્રધાન રાખીને જ અપાવું જોઈએ.
આ બધું છતાં ધાર્મિક શિક્ષણ મરજિયાત રહેવું જોઈએ. એનાં કારણે ટૂંકમાં આ છે :
( ૧ ) વર્ગ ખાલી ન રહે તે માટે શિક્ષકને શિક્ષણ ખૂબ આકર્ષક બનાવવાની ફરજ પડશે, કારણ કે વર્ગના ચાલવા ઉપર જ તેની પ્રતિને આધાર મનાવો જોઈએ.
Page #6
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક શિક્ષણ [ 439 (2) તેથી શિક્ષકને ખૂબ વાંચવું-વિચારવું પડશે, અને શિષ્યનાં માનસ તપાસી તેને અનુકૂળ થવા શિક્ષણમાં રસ રેડ પડશે. આને લીધે એ શિક્ષક ગંભીર બનશે અને પરિણામે ફરજિયાત પદ્ધતિમાં જે શિષ્ય અને શિક્ષક બને છીછરા રહી જાય છે તેને બદલે શિક્ષક પ્રૌઢ બનશે અને અને એ ચેપ બીજે પણ ફેલાશે. (3) ફરજિયાત પદ્ધતિથી આગળ જતાં જે કંટાળો અને હંમેશને માટે અણગમે જન્મે છે તેને સ્થાન જ નહિ રહે. ફરજિયાત શિક્ષણના ફાયદાઓ કોઈ ધ્યાન બહાર નથી, પણ મરજિયાત શિક્ષણના પરિણામ સામે તેની કશી જ કિંમત નથી. ધાર્મિક શિક્ષણમાં જ્યાં જ્યાં આચાર વિશેના શિક્ષણની વાત આવે ત્યાં પણ ઉપરનાં ઉદારતા, તુલના આદિ તર દાખલ કરીને જ આચાર શીખવવાથી વિદ્યાર્થીઓને તેમાં રસ પડશે. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને.