________________
ધાર્મિક શિક્ષણ* [ ૨૪ ]
જેમ ભૂગોળ, ખગાળાદિ વિદ્યાએ છે તેમ ધાર્મિક શિક્ષણ પણ એક વિદ્યા છે. નહિ ? અને તે વિદ્યા નથી એમ જ નથી કહી શકાતું તે એ જોવું રહે છે કે ધાર્મિક શિક્ષણમાં જાણવા જેવી, રસ પેદા કરે એવી અને માનવદિની ભૂખ જગાડી તેને સંતુષ્ટ કરે એવી મહત્ત્વની બાબતો કઈ છે કે નહિ ? જો અનુભવીઓના ઉત્તર એ હૈાય ( અને છે એમ મારા વિશ્વાસ છે ) કે એવી બાબતે ધાર્મિ ક કહેવાતી વિદ્યામાં પુષ્કળ છે, તે પછી આજે એ પ્રશ્ન ક્રમ ઊભો થાય કે છાત્રાલય વગેરે સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ હોવુ જોઈ એ કે નહિ ?
આ પ્રશ્ન થવાનાં ચાર મુખ્ય કારણો છેઃ (૧) દૃષ્ટિનું સંકુચિતપણુ, ( ૨ ) બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્ક ઉપર અંકુશ, ( ૩ ) જ્ઞાન ઉપર અંકુશ અર્થાત્ નવી વિચારધારા અને શાધ તરક દુર્લક્ષ, (૪) રશૈલી દોષ.
ધાર્મિક શિક્ષણ આપવામાં દૃષ્ટિ ભારે સંકુચિત અને ટૂંકી રાખવામાં આવે છે. દા. ત. જૈન સમાજ, અને તેમાં પશુ દિગંબર, ધાર્મિક શિક્ષણૢ આપે ત્યારે તે એવી જ દૃષ્ટિ ધરાવતા હોય છે કે અમુક ભાખત ઉપર દિગંબર શાસ્ત્રોમાં જે લખાયેલુ છે તે છેલ્લામાં છેલ્લુ એટલે કે સર્વજ્ઞકથિત છે; હવે તેમાં વધારે જાણવા જેવું કે ઉમેરવા જેવું કશું નથી. તે બાબત પરત્વે અન્ય શાસ્ત્રો જો ભિન્ન મત દર્શાવતાં હોય તો તે તદ્દન અગ્રાહ્ય અને અપૂર્ણ છે. અને જે જૈન શાસ્ત્ર પ્રમાણે જ ખીજાં શાસ્ત્રો પણ તે બાબત પરત્વે મત ધરાવતાં હોય તે તે વિચાર તેમણે જૈન શાસ્ત્રમાંથી લીધેલા છે. વળી તેએ એવી પણ માન્યતા ધરાવતા હાય છે કે તે બાબત પરત્વે દિગમ્બર આચાર્ચીએ લખ્યું છે તે જ યથાર્થ છે અને બીજા આચાર્યો યથા દૃષ્ટિ વિનાના હોવાથી અભ્રાંત વિચાર કરી શકે જ નહિ. ભણાવનારમાં આ દૃષ્ટિસંકુચિતતા હોય છે અને ભણનારમાં પછીથી એ દાખલ થાય છે,
*આ ચર્ચા જૈન સમાજને લક્ષીને લખેલી છે પણ તે બધા ધાર્મિક સમાન્તની શિક્ષણ પદ્ધતિને લાગુ પડે એ દૃષ્ટિએ જ વિચારાયેલી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org