________________ ધાર્મિક શિક્ષણ [ 439 (2) તેથી શિક્ષકને ખૂબ વાંચવું-વિચારવું પડશે, અને શિષ્યનાં માનસ તપાસી તેને અનુકૂળ થવા શિક્ષણમાં રસ રેડ પડશે. આને લીધે એ શિક્ષક ગંભીર બનશે અને પરિણામે ફરજિયાત પદ્ધતિમાં જે શિષ્ય અને શિક્ષક બને છીછરા રહી જાય છે તેને બદલે શિક્ષક પ્રૌઢ બનશે અને અને એ ચેપ બીજે પણ ફેલાશે. (3) ફરજિયાત પદ્ધતિથી આગળ જતાં જે કંટાળો અને હંમેશને માટે અણગમે જન્મે છે તેને સ્થાન જ નહિ રહે. ફરજિયાત શિક્ષણના ફાયદાઓ કોઈ ધ્યાન બહાર નથી, પણ મરજિયાત શિક્ષણના પરિણામ સામે તેની કશી જ કિંમત નથી. ધાર્મિક શિક્ષણમાં જ્યાં જ્યાં આચાર વિશેના શિક્ષણની વાત આવે ત્યાં પણ ઉપરનાં ઉદારતા, તુલના આદિ તર દાખલ કરીને જ આચાર શીખવવાથી વિદ્યાર્થીઓને તેમાં રસ પડશે. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org