Book Title: Dharmdrushtinu Urdhvikarana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ધર્મદષ્ટિનું ઊર્વીકરણ [ ૭દષ્ટિએ મહતી સાધના કરી. બુદ્ધે પણ પિતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજે એમાંથી એટલે જ અર્થ ઝીલ્યો કે તૃષ્ણ, હિંસા, ભય આદિ દેષ ટાળવા. લેકેની દેણ ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું એવા અનેકવિધ નિવર્તક યા નકારાત્મક ધર્મો પિષ્મા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ બની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાન ભાવના ઉદયમાં આવી. અશોકના ધર્મશાસનમાં એનું દર્શન થાય છે. પછી તે અનેક ભિક્ષુકે પિતપોતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્મો વિકસાથે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાન્તિદેવે તે ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મેક્ષ શા કામને મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતે, વિચાર અને ધર્મદષ્ટિના ધકે થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્મદૃષ્ટિનું જે ઊર્ધ્વીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈએ છીએ, તે અત્યાર લગી વિશ્વમાં થયેલ ધર્મદષ્ટિના વિકાસનું સર્વોપરિ સોપાન હોય એમ જણાયા વિના રહેતું નથી. ગાંધીજીએ સકામ ધર્મદષ્ટિને તે સ્થાન આપ્યું જ નથી, પણ અકામ ધર્મદૃષ્ટિનો ખરે ભાવ સમજી, જીવનમાં જીવી, લોકો સમક્ષ મૂક્યો છે. ગાંધીજી ઈચ્છા અને તૃષ્ણ એ બે વચ્ચેનું અંતર બરાબર સમજ્યા હોય તે રીતે વિચારે છે અને વર્તે છે. જ્યાં ચિતન્ય હોય ત્યાં જ્ઞાન અને સમજણ હોવાનાં . સદસવિક કેળવવો એ જ જ્ઞાનની શુદ્ધિ છે. એવા વિવેક વિનાનું જ્ઞાન બંધન છે. આવું જ્ઞાન બંધન બને તેથી એ જ્ઞાનનાં દ્વારે બંધ કરવાના ઉપાયે એ ખરે વિકાસ નથી. ખરે વિકાસ વિવેક કેળવી, જ્ઞાનની શુદ્ધિ કરી, તેને ઉપયોગ કરવામાં છે. તે જ રીતે કામના એ પણ ચેતનાને ગુણ છે. એ કામનાને પિતાપૂરતી મર્યાદિત કરવી, પૂલ વસ્તુઓમાં બાંધી. રાખવી, તેમ જ અન્યને ભિન્ન ગણું એને પોષવી એનું નામ તૃષ્ણા. જ્યારે એ કામના પિતાના ભલાની પેઠે બીજાનું પણ ભલું કરવાની દિશામાં વળે અને વિસ્તરે ત્યારે એને કોઈ વિપક્ષ કે દેશની છાયા સ્પર્શતી જ નથી, અને તેથી તે વ્યાપક મત્રી બની રહે છે. કામનામાંથી તૃષ્ણનું ઝેર દૂર થયું એટલે તે શુદ્ધ ઈચ્છા મત્રીરૂપ બની રહે છે. આ જીવાત્માને સ્વયંભૂ સદ્ગુણ છે. ગાંધીજીએ તૃષ્ણાનું ઝેર ઓછું કર્યું, પણ ઈચ્છા કે કામનાને દબાવવા. યા નિર્મૂળ કરવા પ્રયત્ન ન કર્યો; ઊલટું, એના શુદ્ધીકરણના પાયા ઉપર સત્ય, અહિંસા આદિ અનેક પ્રવર્તક અને નિવર્તક ધર્મો વિકસાવ્યા. આનું જ નામ ગીતાની ભાષામાં “ધર્માવિરુદ્ધ કામ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5