Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિનું કર્ધીકરણ
[ ૧૧ ]
ઊર્ધ્વીકરણનો અર્થ છે શુદ્ધીકરણ તેમ જ વિસ્તારીકરણ. ધર્મદષ્ટિ જેમજેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેને વિસ્તાર થાય અર્થાત માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમજેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય તેમ તેમ તેનું ઊર્ધ્વીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે.
જિજીવિષા થા જીવનવૃત્તિ અને ધર્મદષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભૂ. અને સહચારી છે. ધર્મ દષ્ટિ વિના જીવનવૃત્તિ સંતોષાતી નથી અને જીવનવૃત્તિ હોય તે જ ધર્મદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઇતર જીવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ-પક્ષી અને કીડી-મર જેવી અનેક પ્રાણી જાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણું માત્ર પિતાના દિહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પિતાપિતાના નાના-મોટા જૂથ, દળ કે વર્ગ માટે કાંઈને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધર્મવૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચા આવતા એક રૂઢ સંસ્કાર હોય છે. એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હતું, એની શક્યતા પણ નથી હોતી; તેથી એ ધર્મવૃત્તિને ધર્મદષ્ટિની કટિમાં મૂકી ન શકાય.
મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્મદષ્ટિનાં બીજે સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં બીજેમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાનો વિવેક કરવાની શકિત, તેમ જ ધ્યેયને સિદ્ધ કરવાને પુરુષાર્થ–આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કોઈ પ્રાણીમાં નથી. એના જેટલે ભૂતકાળને વારસો સાચવવાની અને આગલી પેઢીઓને એ વારસો વધારા સાથે આપવાની કળા પણ કઈમાં નથી. તે એક વાર કાંઈપણ કરવાને કલ્પ કરે છે તે તેને સાથે જ છે, અને પિતાના નિર્ણને પણ ભૂલ જણાતાં બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તે કઈ સીમા જ નથી. તે અનેક નવાં નવાં ક્ષેત્રોને ખોળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તે જ તેની ધર્મદષ્ટિ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિનું ઊર્ધ્વીકરણ
[ ૭૩ પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્મદષ્ટિના વિકાસની જે ભૂમિકા જણ્ય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આને સાક્ષી ઈતિહાસ છે. એડવર્ડ કે નામના વિદ્વાને ધર્મવિકાસની ભૂમિકાઓને નિર્દેશ ટૂંકમાં આ રીતે કર્યો છે– We look out before we look in, and we look in before we look up. ડે. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યું છેઃ “પ્રથમ બહિર્દષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધ્વ દષ્ટિ; પ્રથમ ઈશ્વરનું ‘દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અન્તરઆત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને બહિરામા, અન્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય.
મનુષ્ય કેય શકિતશાળી કેમ ન હોય, પણ તે સ્કૂલમાંથી અર્થાત્ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાત ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાઓને એક કાળે અદ્ભુત વિકાસ થયેલે. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધર્મદષ્ટિ, માણસ
જાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સેક્રેટિસે કળાઓ અને વિઘાઓનું મૂલ્ય જ ધર્મદષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધર્મદષ્ટિ આજે તે ચોમેર સકારાય છે.
યહોવાહે મૂસાને આદેશ આપ્યો ત્યારે એ માત્ર યહૂદી લેકાના પૂલ ઉદ્ધાર પૂરતું હતું અને બીજી સમકાલીન જાતિઓને એમાં વિનાશ પણ સચવાતો હતો. પરંતુ એ જ જતિમાં ઈસુ ખ્રિસ્ત પાક્યો અને ધર્મદષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓને અંદર અને બહારથી શોધી તેમ જ દેશ-કાળના ભેદ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથુસ્સે નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરોઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભેગા થયેલા આરબ કબીલાઓને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્મદષ્ટિ મહંમદ પૈગંબરમાં પણ વિકસી.
પરંતુ ધર્મદષ્ટિના વિકાસ અને ઊર્વીકરણની મુખ્ય કથા તે મારે ભારતીય પરંપરાઓને અવલંબી દર્શાવવાની છે. વેદના ઉષસ, વરુણ અને ઈન્દ્ર આદિ સૂકોમાં કવિઓની સૌંદર્યદૃષ્ટિ, પરાક્રમ પ્રત્યેનો અહોભાવ અને કોઈ દિવ્યશકિત પ્રત્યેની ભક્તિ જેવાં મંગળ તો વાંચીએ છીએ, પણ એ કવિઓની ધર્મદષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તેઓ દિવ્યશક્તિ પાસેથી પિતાની, પિતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તે લાંબું જીવન પ્રાર્થે છે. સકામતાની આ ભૂમિકા
Page #3
--------------------------------------------------------------------------
________________
* ]
દઈન અને ચિંતના
ભ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભાગ સાધવાના નવનવા માર્ગો ચાજાય છે.
પરંતુ, આ સકામ ધષ્ટિ સમાજને વ્યાપી રહી હતી, તેવામાં જ એકાએક ધ દૃષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કાઈ તપસ્વી યાઋષિને સૂઝયુ કે આ બીજા લેાકના સુખબાગે વાંવા અને તે પણ પાતાપૂરતા અને બહુ બહુ તે પરિવાર ચા જનષદ પૂરતા, તેમ જ બીજા કરતાં વધારે ચડિયાતા, તે આ કાંઈ ધ બ્રિ કહેવાય નહિ. ધમ દૃષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એને જાદુ વ્યાપક બન્યા. ઈ. સ. પહેલાના આમો કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધદષ્ટિનું વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદે સધાના તો પાયેા જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધદષ્ટિ એ અન્તરાત્મદષ્ટિ યા ધવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાના પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાત્મ્યભાવ કેળવવા મથે છે. આમાં ઐહિક કે પારલૌકિક એવા કાઈ સ્થૂલ ભાગની વાંચ્છાનો આદર છે જ નહિં
કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ ખળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હૈાય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિયાગ જ લે છે, અને જાણે અન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્ત સમાજમાં પ્રવેરો છે. આવે વખતે વળી અકામ ધષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘેષણા કરે છે કે આખુ જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જો! ત્યાં બીજા પણ ભાગી તે છેજ. વસ્તુભાગ એ કાઈ મૂળગત દોષ નથી, એ જીવન માટે અનિવાય છે. એટલું જ કરી કે ખીજાની સગવડતા ખ્યાલ રાખી વન જીવે અને ક્રાઈના ધન પ્રત્યે ન લેાભાએ. પ્રાપ્તકર્તવ્ય કય જાએ અને જિવાય તેટલું જીવવા ઇચ્છે. આમ કરવાથી નથી કાઈ કામતૃષ્ણાનું બંધન નડવાનુ કે નથી ખીન્ને કાઈ લેપ લાગવાના. ખરેખર, ઈશાવાસ્યે નિષ્કામ ધમ દૃષ્ટિનો અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્માંદૃષ્ટિના ઊીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી દે. ગીતાના ભવ્ય મહેલના પાયા ઈશાવાસ્યની જ સૂઝ છે.
મહાવીર તાદેય અને તેમાંથી ઉદ્ભવતા બીજા દોષો નિર્મૂળ કરવાની
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિનું ઊર્વીકરણ
[ ૭દષ્ટિએ મહતી સાધના કરી. બુદ્ધે પણ પિતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજે એમાંથી એટલે જ અર્થ ઝીલ્યો કે તૃષ્ણ, હિંસા, ભય આદિ દેષ ટાળવા. લેકેની દેણ ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું એવા અનેકવિધ નિવર્તક યા નકારાત્મક ધર્મો પિષ્મા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ બની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાન ભાવના ઉદયમાં આવી. અશોકના ધર્મશાસનમાં એનું દર્શન થાય છે. પછી તે અનેક ભિક્ષુકે પિતપોતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્મો વિકસાથે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાન્તિદેવે તે ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મેક્ષ શા કામને મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતે, વિચાર અને ધર્મદષ્ટિના ધકે થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્મદૃષ્ટિનું જે ઊર્ધ્વીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈએ છીએ, તે અત્યાર લગી વિશ્વમાં થયેલ ધર્મદષ્ટિના વિકાસનું સર્વોપરિ સોપાન હોય એમ જણાયા વિના રહેતું નથી.
ગાંધીજીએ સકામ ધર્મદષ્ટિને તે સ્થાન આપ્યું જ નથી, પણ અકામ ધર્મદૃષ્ટિનો ખરે ભાવ સમજી, જીવનમાં જીવી, લોકો સમક્ષ મૂક્યો છે. ગાંધીજી ઈચ્છા અને તૃષ્ણ એ બે વચ્ચેનું અંતર બરાબર સમજ્યા હોય તે રીતે વિચારે છે અને વર્તે છે. જ્યાં ચિતન્ય હોય ત્યાં જ્ઞાન અને સમજણ હોવાનાં . સદસવિક કેળવવો એ જ જ્ઞાનની શુદ્ધિ છે. એવા વિવેક વિનાનું જ્ઞાન બંધન છે. આવું જ્ઞાન બંધન બને તેથી એ જ્ઞાનનાં દ્વારે બંધ કરવાના ઉપાયે એ ખરે વિકાસ નથી. ખરે વિકાસ વિવેક કેળવી, જ્ઞાનની શુદ્ધિ કરી, તેને ઉપયોગ કરવામાં છે. તે જ રીતે કામના એ પણ ચેતનાને ગુણ છે. એ કામનાને પિતાપૂરતી મર્યાદિત કરવી, પૂલ વસ્તુઓમાં બાંધી. રાખવી, તેમ જ અન્યને ભિન્ન ગણું એને પોષવી એનું નામ તૃષ્ણા. જ્યારે એ કામના પિતાના ભલાની પેઠે બીજાનું પણ ભલું કરવાની દિશામાં વળે અને વિસ્તરે ત્યારે એને કોઈ વિપક્ષ કે દેશની છાયા સ્પર્શતી જ નથી, અને તેથી તે વ્યાપક મત્રી બની રહે છે. કામનામાંથી તૃષ્ણનું ઝેર દૂર થયું એટલે તે શુદ્ધ ઈચ્છા મત્રીરૂપ બની રહે છે. આ જીવાત્માને સ્વયંભૂ સદ્ગુણ છે.
ગાંધીજીએ તૃષ્ણાનું ઝેર ઓછું કર્યું, પણ ઈચ્છા કે કામનાને દબાવવા. યા નિર્મૂળ કરવા પ્રયત્ન ન કર્યો; ઊલટું, એના શુદ્ધીકરણના પાયા ઉપર સત્ય, અહિંસા આદિ અનેક પ્રવર્તક અને નિવર્તક ધર્મો વિકસાવ્યા. આનું જ નામ ગીતાની ભાષામાં “ધર્માવિરુદ્ધ કામ.”
Page #5
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન તેથી જ આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ સૌને પરિચિત એવાં વ્રતો, મહાવ્રતોના અર્થને, સર્વહિતની દષ્ટિએ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, કેટલે સૂકમ અર્થ વિકસાવ્યો છે. ધર્મદષ્ટિના ઊધ્વીકરણમાં તેમને આ મહાન ફાળે છે, જેની સાક્ષી તેમના વ્રતવિચાર અને તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આપે છે. ગાંધીજી નથી, પણ તેમની સંસ્કારમૂર્તિ નવે રૂપે ઉદયમાં આવી છે. અપરિગ્રહવ્રત હજારો વર્ષ જેટલું જૂનું. તેનાથી સૌ પરિચિત અને લાખો લે કે તેને ધારણું પણ કહ્યું આવતા. પરંતુ ભૂદાનના સ્થૂલ પ્રતીક દ્વારા એને જે અર્થવિકાસ વિનેબાજીએ કર્યો છે તે ધર્મદષ્ટિના ઊર્ધીકરણમાં એક મોટી ફાળ છે. આમાં પણ કામના અને ઈચ્છાનું શુદ્ધીકરણ તેમ જ સર્વસાધારણકરણ છે. એમાં મૂચ્છરૂપે કામનો ત્યાગ છે, સર્વ કલ્યાણ સાધવાની વ્યાપક ધર્મદષ્ટિએ કામનાને સ્વીકાર છે. આ રીતે આપણે ધર્મદષ્ટિના ઊધ્વી કરણના એક જાતના યુગમાં જીવી રહ્યા છીએ અને એવા ઉર્વી કરણને પ્રત્યક્ષ સમજવાની સાંવત્સરિક પર્વની ઘડીમાં શ્વાસે શ્વાસ લઈ રહ્યા છીએ. –પ્રબુદ્ધજીવન, ઓકટોબર 'પપ.