________________ દર્શન અને ચિંતન તેથી જ આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ સૌને પરિચિત એવાં વ્રતો, મહાવ્રતોના અર્થને, સર્વહિતની દષ્ટિએ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, કેટલે સૂકમ અર્થ વિકસાવ્યો છે. ધર્મદષ્ટિના ઊધ્વીકરણમાં તેમને આ મહાન ફાળે છે, જેની સાક્ષી તેમના વ્રતવિચાર અને તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આપે છે. ગાંધીજી નથી, પણ તેમની સંસ્કારમૂર્તિ નવે રૂપે ઉદયમાં આવી છે. અપરિગ્રહવ્રત હજારો વર્ષ જેટલું જૂનું. તેનાથી સૌ પરિચિત અને લાખો લે કે તેને ધારણું પણ કહ્યું આવતા. પરંતુ ભૂદાનના સ્થૂલ પ્રતીક દ્વારા એને જે અર્થવિકાસ વિનેબાજીએ કર્યો છે તે ધર્મદષ્ટિના ઊર્ધીકરણમાં એક મોટી ફાળ છે. આમાં પણ કામના અને ઈચ્છાનું શુદ્ધીકરણ તેમ જ સર્વસાધારણકરણ છે. એમાં મૂચ્છરૂપે કામનો ત્યાગ છે, સર્વ કલ્યાણ સાધવાની વ્યાપક ધર્મદષ્ટિએ કામનાને સ્વીકાર છે. આ રીતે આપણે ધર્મદષ્ટિના ઊધ્વી કરણના એક જાતના યુગમાં જીવી રહ્યા છીએ અને એવા ઉર્વી કરણને પ્રત્યક્ષ સમજવાની સાંવત્સરિક પર્વની ઘડીમાં શ્વાસે શ્વાસ લઈ રહ્યા છીએ. –પ્રબુદ્ધજીવન, ઓકટોબર 'પપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org